Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝભારતના ઓલમ્પિકના રત્નોને મળ્યા પીએમ મોદી, કર્યો બ્રેકફાસ્ટ અને નીરજને ખવડાવ્યું ચુરમુ !!!

ભારતના ઓલમ્પિકના રત્નોને મળ્યા પીએમ મોદી, કર્યો બ્રેકફાસ્ટ અને નીરજને ખવડાવ્યું ચુરમુ !!!

pm modi breakfast with winners
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી. વડાપ્રધાન અથલીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે સન્માનિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરતા પહેલા તેમની સાથે બ્રેક-ફાસ્ટ પણ કર્યો. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સાથે પોતાનો આઈસ્ક્રીમ ખાવાનો વાયદો પણ નિભાવ્યો.

pm modi meets sindhu

yahoo

 

ટોક્યોથી જ્યારે નીરજ ચોપરા પાછા ફર્યા તો ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે પીએમ મોદી તેમને ચુરમું ખવડાવશે. પીએમ મોદીએ વચન પાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ ટોક્યોથી ગોલ્ડ મેડલ લાવનારા નારજ ચોપરાને ચૂરમું ખવડાવ્યું. ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર રાખવામાં આવ્યો હતો.

pm modi with neeraj chopra

દિલ જ જીત્યું નથી, તેમણે આવનારી પેઢીઓને પ્રેરિત કરવાનું ઘણુ મોટુ કામ કર્યું

pm modi breakfast with inners

daily exceliior

ગઈકાલે 15 ઓગસ્ટના પ્રસંગે લાલા કિલ્લા પર ઝંડો ફરકાવ્યા પછી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020માં ભાગ લેનાર ખેલાડીઓને લઈને કહ્યું હતું કે એથ્લીટ્સ પર વિશેષ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે માત્ર દિલ જ જીત્યું નથી, તેમણે આવનારી પેઢીઓને પ્રેરિત કરવાનું ઘણુ મોટુ કામ કર્યું છે. PM ખેલાડીઓને મળવા તેમની વચ્ચે પણ ગયા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું.લાલ કિલ્લા પર 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ભારતીય રમતવીરોના જબરદસ્ત પ્રદર્શનને બિરદાવ્યું હતું, તે ચોપરા અને બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધુ સાથે વાત કરતા જોવા મળ્યા હતા, જેઓ બે ઓલિમ્પિક મેડલ જીતનાર બીજી ભારતીય અને પ્રથમ મહિલા બન્યા હતા.શટલર પોતાની સાથે પાંચ વર્ષ પહેલા રિયો ખાતે જીતેલો સિલ્વર મેડલ પણ સાથે લાવ્યો હતો.41 પછી બ્રોન્ઝ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના સભ્યોએ પીએમ સાથે પણ વાતચીત કરી હતી.

pm modi

આ પણ વાંચો : તાલિબાનનો ખોફ: અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા

 

પીએમ મોદીએ સરકાર સાથે વર્ષોથી રમત અને રમતવીરોને ટેકો આપ્યો – બજરંગ પુનિયા

બજરંગ પુનિયાએ પ્રધાનમંત્રીને મળીને ખુશી વ્યક્ત કરવા ટ્વિટરનો સહારો લીધો હતો અને ઉમેર્યું હતું કે આવું કરવાની તક મળી તે માટે તે ખૂબ જ ભાગ્યશાળી લાગે છે. પુનિયાએ ઉમેર્યું હતું કે, પીએમ મોદીએ સરકાર સાથે વર્ષોથી રમત અને રમતવીરોને ટેકો આપ્યો છે અને તેમને વિશ્વાસ છે કે આવનારા વર્ષો સુધી તે ચાલુ રહેશે.

ટોક્યોમાં ગયું હતું સૌથી મોટું દળ

ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે ભારત તરફથી 228 સભ્યોનું દળ મોકલવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં મોકલવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટુ દળ હતું. ભારતીય ઓલિમ્પિક દળના અન્ય મેડલ વિજેતાઓમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુનો ​​સમાવેશ થાય છે, જેમણે સ્પર્ધાઓના પ્રથમ દિવસે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ વિજેતા બોક્સર લવલીના બોરગોહેન સાથે ભારતનું ખાતું ખોલ્યું હતું.

ભારતે જીત્યા 7 મેડલ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથલીટોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત આ વખતે એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીતવામાં સફળ રહ્યું. ભારતે એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું નામ કર્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment