વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 નવેમ્બરનો કેદારનાથ પ્રવાસ ખૂબ જ અનોખો અને યાદગાર બનશે. શ્રીનગરમાં આવેલ પ્રસિદ્ધ શંકરાટચાર્ય મંદિર થી લઈને કેરળમાં આવેલ શંકરાચાર્ય મંદિર સાથેજ ગુજરાતના સોમનાથ મંદિર સુધી ભાજપના સાંસદ તેમજ દિગ્ગજ નેતાઓ 5 નવેમ્બરના રોજ 100 ધાર્મિક સ્થળોએ માથું નમાવશે.
PM Narendra Modi will visit Kedarnath, Uttarakhand on Nov 5. He will offer prayers at Kedarnath Temple, inaugurate Shri Adi Shankaracharya Samadhi & unveil the statue of Shri Adi Shankaracharya. The Samadhi has been reconstructed after the destruction in the 2013 floods: PMO pic.twitter.com/ixH7OnhM5x
— ANI (@ANI) October 28, 2021
સાધું સંતોને કાર્યક્રમમાં આમંત્રણ
જોકે આ પ્રસંગે PM મોદી પણ ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ મંદિરે દર્શન કરવા જવાના છે. નવા વર્ષે ભાજપ દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ઓડિશામાં આવેલ પુરી, કર્ણાટકમાં શ્રૃંહેરી, ગુજરાકમાં દ્વારકા અને ઉત્તરાખંમાં જ્યોતિર્મઠ સહિત ચાર ધામ સાથે જોડાયેલા સાધુ સંતોને આમંત્રીત કરવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓને પણ આમંત્રણ
વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર સહિકત 12 જ્યોર્તિલિંગો તેમજ 87 અન્ય મહત્વપૂર્ણ મંદિરો જેની સ્થાપના શંકરાચાર્યએ કરી હતી. તે દરેક મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા મોટા ભાગના સાધું સંતો તેમજ શ્રદ્ધાંળુઓને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત આવશે, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યુ
દરેક સ્થળે PM મોદીનું એલઈડી પર લાઈવ ટેલિકાસ્ટ
કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના સાસંદો અને દરેક નેતા જ્યારે PM મોદી કેદારનાથ જશે. ત્યારે તેઓ 2 કલાક મહત્વપૂર્ણ પવિત્ર સ્થાનો પર હાજર રહેશે. જેમા મોટા ભાગના નેતા તેમના રાજ્યોમાં આવેલ પવિત્ર સ્થાનોએ હાજર રહેવાલા છે. PM મોદીના કાર્યક્રમોનું દરેક પવિત્ર સ્થળે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યા મોટી એલઈડી પર તેમનું ચેલીકાસ્ટ થશે.
PM મોદી ફરી શંકરાચાર્ય સમાધીનું લોકાર્પણ કરશે
ઉલ્લેખનીય છે કે 2013માં જ્યારે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું તે સમયે ત્યા શંકરાચાર્યની સમાધીને ઘણું નુકશાન થયું હતું. જોકે હવે ત્યા ફરીથી તેમની સમાધીનું પુનનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં PM મોદી ફરી તે સમાધીનું લોકાર્પણ કરશે. સાથેજ 5 નવેમ્બરે તેઓ ત્યાથી સંબોધન પણ આપવાના છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4