Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝમન કી બાતમાં પી.એમ મોદીએ ઓલમ્પિકમાં પહોચેલ ભારતીય ખેલાડીઓને આપ્યા અભિનંદન

મન કી બાતમાં પી.એમ મોદીએ ઓલમ્પિકમાં પહોચેલ ભારતીય ખેલાડીઓને આપ્યા અભિનંદન

narendra modi, man ki bat
Share Now

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ઓલિમ્પિક ગેમ્સમાં ગયેલા ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા અને લોકોને અપીલ કરી કે ઓલિમ્પિકમાં ગયેલી ભારતીય ટીમને પ્રોત્સાહિત કરે. પીએમ મોદીએ કહ્યું કે ખેલાડીઓ અનેક પડકારોને પાર કરીને ત્યાં પહોચ્યા  છે. માટે તેમને પ્રોત્સાહન આપવું  જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક ગેમ્માંસ ત્રિરંગો જોઈને આખો દેશ ગર્વ અનુભવે છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો આ 79મો એપિસોડ હતો.

કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત

મન કી બાતના 79 મા એપિસોડને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કારગિલ યુદ્ધથી અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસ વિશે ચર્ચા કરી હતી. પોતાના સંબોધનના અંતે પીએમ મોદીએ કહ્યું હતું કે તહેવારો દરમિયાન આપણે એવું ભૂલવું ન જોઈએ કે કોરોના હજુ પણ આપડી વચ્ચે છે. દરેકે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે.

MAN KI BAT, PM MODI, MAN KI BAT 79TH EPISODE

PC- TWEETER

આ પણ વાંચો:પંજાબ બાદ હવે રાજસ્થાન કોંગ્રસના વિવાદનો અંત લાવવા કોંગ્રેસની કવાયત

મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ‘મન કી બાત’ની અસલી શક્તિ તમારા લોકો તરફથી મળેલ સૂચન છે. આપના સૂચનોથી મન કી બાત દ્વારા ભારતની વિવિધતા પ્રગટ થાય છે. ચારેય દિશામાં ભારતની જનતાની સેવા અને બલિદાનની સુગંધ ફેલાય છે. મન કી બાતમાં તમે ઘણા પ્રકારના વિચારો મોકલો છો. અમે તે બધાની ચર્ચા કરી શક્યા નથી, પરંતુ તે ઘણા સૂચનો હું સંબંધિત વિભાગોને મોકલું છું જેથી આગળના કામ તેમના પર થઈ શકે.

કારગિલના નાયકોને સલામ – પી.એમ. મોદી 

પીએમએ કહ્યું કે આવતીકાલે એટલે કે 26 જુલાઈએ કારગિલ વિજય દીવસ પણ છે. કારગિલ યુદ્ધ ભારતીય સૈન્યની બહાદુરી અને સંયમનું પ્રતીક છે. આ વખતે આ ભવ્ય દિવસ પણ અમૃત મહોત્સવની વચ્ચે ઉજવવામાં આવશે. હું ઈચ્છીશ કે તમે બધા કારગીલની રોમાંચક વાર્તા વાંચો અને આપણે બધા કારગિલના એ તમામ નાયકોને નમન કરીએ.

આઝાદીના 75 વર્ષ થવા પર ગર્વ છે- વડા પ્રધાન

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ એક ખુબ મોટું સૌભાગ્ય છે કે આપણે જે આઝાદી માટે દેશ સદીઓથી રાહ જોઈ તે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના આપને સાક્ષી થવા જઈ રહ્યા છીએ.આ વખતે અમૃત મહોત્સવ પર મોટો કાર્યક્રમ યોજાશે. તેમણે કહ્યું કે, કેટલાય સ્વતંત્રતા સેનાનીઓ અને મહાપુરુષો છે, જેને અમૃત મહોત્સવમાં આખો દેશ યાદ કરે છે. સરકાર અને સામાજિક સંગઠનો દ્વારા આને લગતા કાર્યક્રમો પણ સતત યોજવામાં આવે છે. અમૃત મહોત્સવ કોઈ સરકારનો કે કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી. આ ભારતના કરોડો લોકોનો કાર્યક્રમ છે.

15 ઓગસ્ટના રોજ મોટો કાર્યક્રમ યોજાશે- પી.એમ.મોદી 

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે આ વખતે 15 ઓગસ્ટે એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે, જે રાષ્ટ્રગીતથી સંબંધિત છે. આ દિવસે વધુને વધુ લોકો દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવે, આ માટે એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટ સાંસ્કૃતિક મંત્રાલયના પ્રયત્નોથી તૈયાર કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે આપણે એક થવું પડશે. નાના-નાના પ્રયત્નો કરવાથી જ પરિણામ મળશે. કામ કરતી વખતે પણ આપણે સેવાના કામમાં જોડાઇ શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીના  માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આ 79 મો એપિસોડ છે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શનના નેટવર્ક અને મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવે છે. આ સાથે, તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલો પર પણ જોઇ શકાય છે.

No comments

leave a comment