Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝPMનો બ્લોગ: કોરોના મહામારીનો સામનો કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહત્વની ભૂમિકા ભજવી

PMનો બ્લોગ: કોરોના મહામારીનો સામનો કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહત્વની ભૂમિકા ભજવી

PM MODI
Share Now

કોરોના કાળમાં સંકટનો સામનો કરી રહેલા સમગ્ર દેશને સંબોધન કરતા PM નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખ્યો છે. જેમાં તેઓએ કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર અને રાજ્યોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ જણાવ્યું કે કઈ રીતે રાજ્ય અને કેન્દ્રની સરકારે કોરોના જેવા સંકટનો સામનો કર્યો.

કેન્દ્ર અને રાજ્યોની ભાગીદારીના કારણે સંસાધનની ઉપલબ્ધતા સંભવ

PM મોદીએ લખ્યું છે કે, ‘કોરોના મહામારી દેશની સરકાર અને દુનિયાની સામે નીતિ નિર્માણના સ્તર પર નવા પડકારો ઊભા કર્યા. લોકોની ભલાઈ માટે સંસાધન ઉપલબ્ધ કરાવવાની સૌથી મોટી પરીક્ષા હતી. જ્યારે દુનિયામાં નાણાકીય સંકટ હતું, ત્યારે ભારતના રાજ્ય 2020-21થી વધુ ઉધાર લેવામાં સફળ રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજ્ય 1.06 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવામાં સક્ષમ રહ્યાં.’ તેઓએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોની ભાગીદારીના કારણે સંસાધનની ઉપલબ્ધતા સંભવ બની.

કેન્દ્ર અને રાજ્યની ભાગીદારીની ભાવનાથી આગળ વધ્યા

PMએ કહ્યું કે જ્યારે અમે મહામારીને જોતા આર્થિક સુધારની પ્રક્રિયા નક્કી કરી, તો અમે સુનિશ્ચિત કરવા ઈચ્છતા હતા કે અમારું સમાધાન ‘વન સાઈઝ ફિટ ઓલ મેડલ’નું પાલન ન કરો. તેઓએ જણાવ્યું કે એક ફેડરલ દેશ માટે રાજ્ય સરકારો તરફથી સુધારાને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તર પર નીતિગત સાધનોને તપાસવા પડકારભર્યો હોય છે. અમને અમારી સંઘીય રાજ્ય વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે કેન્દ્ર અને રાજ્યની ભાગીદારીની ભાવનાથી આગળ વધ્યા.

GSDPની 2% વધારાની મંજૂરી આપવામાં આવી

PMએ જણાવ્યું કે મે 2020માં આત્મનિર્ભર ભારત પેકેજમાં રાજ્ય સરકારોના 2020-21 વચ્ચે ઉધારીની અનુમતિ આપવામાં આવી. GSDPની 2% વધારાની મંજૂરી આપવામાં આવી. આ આર્થિક સુધારો ઘણો જ દુર્લભ હતો. તેને જ અતિરિક્ત ધન પ્રાપ્ત કરવા માટે પ્રગતિશીલ નીતિઓને અપનાવવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કર્યા. જે ચાર સુધારાથી વધારાની ઉધારી જોડાયેલી હતી. તે GDPનો 0.25% ભાગ હતો. તેની બે વિશેષતાઓ હતી. પહેલી- તમામ સુધાર જનતા, વિશેષ રૂપે ગરીબ, નબળા અને મધ્યમ વર્ગના જીવનને આસાન બનાવવાથી જોડાયેલો હતો. બીજો રાજકોષીય સ્થિરતાને વધારવાનો હતો.

આ પણ જુઓ : અવકાશીય ઘટનાનું રહસ્ય !

પહેલું રિફોર્મઃ વન નેશન વન રાશન કાર્ડ

વન નેશન, વન રાશન કાર્ડની નીતિ તરીકે પહેલા સુધારા માટે રાજ્યોની સરકારોને NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) અંતર્ગત તે સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યોમાં રાશન કાર્ડ તમામ પરિવારના સભ્યોના આધાર નંબરની સાથે લિંક હોય. આ પહેલાં દેશના પ્રવાસી શ્રમિક દેશમાં કોઈ પણ જગ્યાએ રાશન પ્રાપ્ત કરી શકે છે. 17 રાજ્યોએ આ સુધારાને અપનાવ્યો અને તેને 37,600 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.

બીજો રિફોર્મઃ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ખાસ ધ્યાન આપ્યું

બિઝનેસને આસાન બનાવવા પર પણ જોર આપવામાં આવ્યું. જે અંતર્ગત રાજ્યોની સુનિશ્ચિત કરવાનું હતું કે જેમાં 7 અધિનિયમ અંતર્ગત બિઝનેસથી જોડાયેલા લાઈસન્સને ઓછી કિંમત ઉપલબ્ધ કરાવવામાં આવે. જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખવામાં આવી. આ સુધારો સુક્ષ્મ અને નાના ઉદ્યોગ માટે મદદગાર સાબિત થયું. ખાસ કરીને તે લોકો જેઓ ઈન્સ્પેક્ટર રાજના બોજા હેઠળ દબાયેલા હતા. આ સુધારાએ વધુ રોકાણ અને તેજ વિકાસને પણ પ્રોત્સાહન આપ્યું. જે 20 રાજ્યોમાં આ સુધારાઓ પૂરાં કરાયા, તેને 39,521 કરોડ રૂપિયાના ઉધારની મંજૂરી આપવામાં આવી.

ત્રીજું રિફોર્મઃ પ્રોપર્ટી ટેક્સમાં સુધારા પર જોર

15માં નાણાકીય પંચ અને અનેક સંસ્થાઓએ પ્રોપર્ટી ટેક્સમાં સુધારાને લઈને જોર આપ્યું. તેના માટે રાજ્યોને પ્રોપર્ટી ટેક્સ અને પાણી-સીવરેજ ચાર્જને ન્યૂનતમ દરે લાગુ કરવાનું હતું. આ શહેરી ગરીબો અને મધ્યમ વર્ગને સર્વિસની સારી ક્વોલિટી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે સક્ષમ બનાવશે. તેનાથી શહેરી ક્ષેત્રોમાં ગરીબોને વધુ લાભ મળશે. આ સુધારાથી નગર નિગમના કર્મચારીઓને લાભ મળ્યો, જેને હંમેશા મજૂરી મળવામાં મોડું થયું. 11 રાજ્યોએ આ સુધારાઓને પુરા કર્યા અને તેઓને 15,957 કરોડ રૂપિયા ઉધાર આપવામાં આવ્યા.

ચોથું રિફોર્મઃ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (DBT) કરવાનું

ચોથો સુધારો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (DBT) હતું. વર્ષના અંત સુધીમાં દરેક જિલ્લામાં ગ્રાઉન્ડ લેવલે લાગુ કરવા અને રાજ્યભર માટે એક યોજના તૈયાર કરવાની આવશ્યક્તા હતી. જેમાં GSDPનો 0.15% રૂપિયાની ઉધારી જોડાયેલી હતી. આ નાણાકીય કંપનીઓના નાણામાં સુધારો કરે છે. પાણી અને ઉપ્જાના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. સારી નાણાકીય અને ટેકનિકથી સર્વિસ ક્વોલિટીમાં સુધારો કરે છે. જે 19 રાજ્યોએ તેને લાગુ કર્યું, તેઓને 13,201 કરોડની વધારાની ઉધારીની મંજૂરી આપવામાં આવી.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment