Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeઑટો & ગેજેટ્સહવે એક જ ATM કાર્ડથી 3 ખાતામાંથી ઉપાડી શકશો પૈસા

હવે એક જ ATM કાર્ડથી 3 ખાતામાંથી ઉપાડી શકશો પૈસા

PNB Launched PNB Add On Facility to avail 3 Bank Accounts with One ATM Card or 3 ATM Card for Single Account
Share Now

નવી દિલ્હી : આજની ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિને દરેક કામમાં ઉતાવળ હોય છે. કોઈ કામ હોય કે પછી કોઈને પૈસાની ચુકવણી કરવાની હોય તો તે ચોક્કસ સમયમર્યાદાને ધ્યાને રાખવી જ પડે છે. ત્યારે દરેક ઈચ્છે છે કે તેનું કામ જલ્દીથી પૂરું થાય.  દેશની તમામ બેંકો તેમના ગ્રાહકોને એક ખાતામાં માત્ર એક એટીએમ ડેબિટ કાર્ડ (ATM / Debit Card) પૂરું પાડે છે. બીજા શબ્દોમાં તેને સમજવા માટે, માત્ર એક બેંક ખાતું એક ડેબિટ કાર્ડ સાથે જોડાયેલું હોય છે. પરંતુ પંજાબ નેશનલ બેંક (PNB) એક ડેબિટ કાર્ડથી ત્રણ બેંક ખાતાને સાંકળી રહ્યું છે અને એક જ બેંક કાર્ડથી ત્રણ બેંક ખાતામાંથી(PNB Add On Facility) પૈસા ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે.

PNB Launched PNB Add On Facility to avail 3 Bank Accounts with One ATM Card

PNB 3 Bank One Card: શું છે ?

પીએનબી તેના ગ્રાહકોને ‘એડઓન કાર્ડ’ અને ‘એડઓન એકાઉન્ટ’ નામની બે સુવિધાઓ આપી રહી છે. આ સુવિધામાં, એડ ઓન કાર્ડ ફેસિલિટી (Add on Card Facility) સુવિધા હેઠળ બેંક ખાતામાં ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે. તે જ સમયે, એડ ઓન એકાઉન્ટ (Add on Account Facility) સુવિધા હેઠળ ત્રણ ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરી શકાય છે. આમ પંજાબ નેશનલ બેંકની PNB Add On Facility તમારા ખૂબ જ કામની છે. તો આવો જાણીએ આ સમગ્ર સુવિધાને તબક્કાવાર………..

આ પણ વાંચો : સોનુ સુદ બન્યા સ્પેશિયલ ઓલમ્પિક મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

  1. Add on Card Facility

પીએનબીના જણાવ્યા અનુસાર, એડ-ઓન કાર્ડ સુવિધા હેઠળ, ગ્રાહક તેના બેંક ખાતામાં તેને આપવામાં આવેલા ડેબિટ કાર્ડ ઉપરાંત પરિવારના સભ્યો માટે બે એડ-ઓન કાર્ડ મેળવી શકે છે. આમાં ફક્ત માતાપિતા, જીવનસાથી અથવા બાળકોનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્ડની મદદથી મુખ્ય ખાતામાંથી ઉપાડ કરી શકાય છે.

PNB Add On Facility

  1. Add on Account Facility

ત્રણ બેંક ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા મર્યાદિત છે. આ સુવિધા અંતર્ગત, કાર્ડ જારી કરતી વખતે એક કાર્ડ પર ત્રણ બેંક ખાતા લિંક કરી શકાય છે. આમાંથી એક મુખ્ય ખાતું હશે અને બે અન્ય ખાતા હશે. પીએનબીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ ત્રણમાંથી કોઇપણ ખાતામાંથી ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ પણ વાંચો : કોણ છે સુરતના હિરા વ્યાપારી જેણે, મુંબઇમાં ખરીધ્યુ 185 કરોડનું ઘર

જોકે, આ સુવિધા(PNB Add On Facility) માત્ર પીએનબી એટીએમ પર જ ઉપલબ્ધ રહેશે. જો તમે કોઈ અન્ય બેંકના ATM નો ઉપયોગ કરો છો, તો ટ્રાન્ઝેક્શન મુખ્ય ખાતામાંથી જ કરવામાં આવશે. આ સિવાય બેંક ખાતાઓ પીએનબીની કોઈપણ સીબીએસ બ્રાંચના હોઈ શકે છે, પરંતુ PNB Add On Facilityનો લાભ લેવા માટે ત્રણેય ખાતા એક જ વ્યક્તિના નામે હોવા જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment