Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝડ્રગ્સ ખરીદવા માટે પિતાએ પોતાના અઢી વર્ષના પુત્રને વહેંચી નાખ્યો

ડ્રગ્સ ખરીદવા માટે પિતાએ પોતાના અઢી વર્ષના પુત્રને વહેંચી નાખ્યો

Share Now

આસામ (Asham)ના મોરીગાંવ જિલ્લાનું લાહરીઘાટ ગામમાં એક વ્યક્તિ પર આરોપ છે કે તેણે તેના અઢી વર્ષના પુત્રને ડ્રગ્સ માટે 40 હજાર રૂપિયામાં વેચી નાખ્યો. બાળકની માતા રુકમિના બેગમે તેના પતિ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસે (Police) આરોપી (Accused) પિતા અમીનલ ઇસ્લામ અને બાળક ખરીદનાર મહિલા સાજીદા બેગમની ધરપકડ (Arrest)કરી છે. આ સમગ્ર મામલે પોલીસે (Police) હાલમાં આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પતિ અને પત્નિ વચ્ચે ઝઘડો

મળતી માહિતી મુજબ ડ્રગ્સ (Drug)ના વેપારમાં સંડોવણીને કારણે રુક્મિનાએ તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો, જેના પગલે તે છેલ્લા કેટલાક મહિનાઓથી તેના પુત્ર સાથે પિતાને ત્યાં રહેવા આવી હતી.

પુત્રને વહેંચી નાખ્યો હોવાની જાણ થઇ

એફઆઈઆર (FIR) મુજબ, અમીનલ થોડા દિવસ પહેલા રૂકમિનાના પિતા પાસે ગયો હતો. ત્યાંથી તે પોતાના દીકરાને એમ કહીને લાવ્યો હતો કે તે તેનું આધારકાર્ડ (Aadhaar Card) બનાવવા લઇ જઇ રહ્યો છે. પરંતુ બે -ત્રણ દિવસ પછી પણ અમીનલ પુત્ર સાથે પરત ન આવ્યો. ત્યારબાદ મહિલાને શંકા ગઈ. તે તેના પુત્રને શોધવા ગઈ. પરંતુ તેને તે મળ્યો નહીં. બાદમાં જાણવા મળ્યું કે તેના પતિએ પુત્રને વેચી દીધો છે.

પતિ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલો

આ સમગ્ર વાત અંગેનની મહિલાને જાણ થતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયાં મહિલાએ પતિ પર આરોપ લગાવ્યો છે કે અમીનલ કથિત રીતે ડ્રગ્સનું સેવન કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે તેના જ વેપારના વ્યવસાયમાં અને સેક્સ રેકેટ જેવી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે.

બાળકને છોડાવી અને ફરી માતાને સોંપાયો

આ ઘટનાને લઇને સ્થાનિક પોલીસ (Police)નું કહેવુ છે કે, અમીનલે તેના પુત્રને મોરીગાંવના લાહરીઘાટની સાજીદા બેગમને ડ્રગ્સ ખરીદવા માટે 40,000 રૂપિયામાં વેચી દીધો હતો. ફરિયાદના આધારે, 5 ઓગસ્ટ, ગુરુવારે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી (Accused) મહિલા સાજીદાના ઘરેથી બાળકને છોડાવવામાં આવ્યો અને તેની માતાને સોંપવામાં આવ્યો હતો.

પોલીસે (Police) આગળ વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, આરોપીની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તો અન્ય પાસાઓની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે પહેલા પણ તાજેતરમાં એક આવી જ ઘટના સામે આવી હતી. જ્યાં એક વ્યક્તિએ પટનાથી એક બાળકની ચોરી કરી હતી અને તેને દેવઘરમાં વેચી દીધું હતું. આ ઘટનામાં ખરેખર એક વ્યક્તિને કોઈ સંતાન નહોતું. તેણે તેના મિત્રને 20-25 હજાર રૂપિયાની લાલચ આપી અને કહ્યું કે જો તે બાળકની વ્યવસ્થા કરશે તો તે તેને આ પૈસા આપશે. લાલચ બાદ તે વ્યક્તિ પટના ગયો. ત્યાંથી તેણે ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું અને તેને દેવઘર લાવીને વેચી દીધું. પાડોશીઓને શંકા જતાં તેઓએ પોલીસ (Police)ને જાણ કરી અને આરોપી (Accused)પકડાયો હતો.

આ પણ વાંચો : નરેન્દ્ર સિંહ તોમરે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે વિરોધનો સામનો કરવો પડ્યો, જાણો તેનુ કારણ

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment