Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝટિકરી બાદ ગાઝીપુરથી હટ્યા બેરિકેડ, ટિકૈત બોલ્યા- રસ્તા ખુલશે તો અમે પણ અમારો પાક વેચવા સંસદ જઇશું

ટિકરી બાદ ગાઝીપુરથી હટ્યા બેરિકેડ, ટિકૈત બોલ્યા- રસ્તા ખુલશે તો અમે પણ અમારો પાક વેચવા સંસદ જઇશું

Tikri Border
Share Now

લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન (Peasant movement)નો અંત આવશે! ટિકરી બોર્ડર (Tikri Border)બાદ હવે લગભગ 11 મહિના બાદ દિલ્હી પોલીસે (Delhi Police)આજે શુક્રવારે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સ્થળ પર લગાવેલા બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું છે.

Tikri Border બાદ ગાઝીપુર બોર્ડર પરથી પણ બેરીકેડ હટાવ્યા 

લાંબા સમય બાદ દિલ્હીની બોર્ડરો લગભગ ધીરે ધીરે ખુલી રહી છે. આશરે 11 મહિના બાદ દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર પર લગાવેલા બેરીકેડ્સ હટાવવાનું શરૂ કર્યું છે. આ તમામને લઇને એક પોલીસ અધિકારીએ કહ્યું કે, સરકાર તરફથી આદેશ છે, તેથી અમે બેરિકેડિંગ હટાવીને રસ્તો ખોલી રહ્યા છીએ. ગાઝીપુર બોર્ડર પર ગાઝિયાબાદથી દિલ્હી જતી લેન પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગ આજે શુક્રવારે હટાવી દેવામાં આવ્યા છે. આ લેન પર 11 મહિનાથી ટ્રાફિક બંધ છે.

દિલ્હીના ડીસીપી (પૂર્વ) પ્રિયંકા કશ્યપે જણાવ્યું કે, આ સેક્ટર-2 અને 3 છે. તે NH9 છે, અમે તેને ખોલી રહ્યા છીએ. NH 24 પણ ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે આ રસ્તો લાંબા સમયથી બંધ હતો.

રાકેશ ટિકૈતે શું કહ્યું?

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે. જો રસ્તા ખુલશે તો અમે અમારો પાક વેચવા સંસદમાં પણ જઈશું. પહેલા અમારા ટ્રેક્ટર દિલ્હી જશે. અમે રસ્તો રોક્યો નથી. રોડ જામ અમારા વિરોધનો ભાગ નથી. અમે આગળની યોજના બનાવીશું અને તમને જણાવીશું.

મહત્વનું છે કે, ગત્ત કેટલાક દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન, ખેડૂત સંગઠનોએ કોર્ટને કહ્યું હતું કે, તેઓએ કોઈ રસ્તો રોક્યો નથી, દિલ્હીની સરહદો પર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3 વર્ષ માટે વધારવામાં આવ્યો RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ

Tikri Border અને  ગાઝીપુર બોર્ડર ટ્રાફિકને દુર કરવા ખોલાયો છે! 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં JCB મશીન ટિકરી બોર્ડર પર બેરિકેડ હટાવતા જોઈ શકાય છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં સિંઘુ અને ગાઝીપુર બોર્ડર (Ghazipur border)પર પણ આ પ્રક્રિયા અપનાવવામાં આવી શકે છે. ટિકરી બોર્ડર પર ગઇકાલે ગુરુવારે રાત્રે હટાવવામાં આવેલા બેરિકેડ્સ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસ દ્વારા લગાવવામાં આવેલા કેટલાક સ્તરના અવરોધો દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ રસ્તો ટૂંક સમયમાં ટ્રાફિકને દુર કરવા માટે ખોલવામાં આવ્યો છે.

કિસાન મહાપંચાયત જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment