ગત્ત બે દિવસથી રાજ્યમાં ચર્ચાએ રહેનારા બાળક મામલામાં મોડી રાત્રે પોલીસ દંપતિને કોટાથી પકડીને ગાંધીનગર (Gandhinagar)ખાતે લઇ આવી હતી. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્નેને લઈ જઈ પૂછતાછ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ પણ બાળક શિવાંશની માતા ક્યાં છે તેનુ રહસ્ય હજુ પણ અકબંધ છે.
Gandhinagar થી મળી આવેલા બાળક મામલે ગૃહમંત્રીએ લીધી હતી અપડેટ
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે ગત્ત બે દિવસ પહેલા અજાણ્યા ઈસમે માસુમ બાળકને તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. ત્યારે રાજ્ય સરકાર આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ બાળક તરછોડી દેવાની આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં સૌની નજર પોલીસની તપાસ પર રહી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને લઇને ગૃહમંત્રી (Home Minister)હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ રાત્રીથી જ અપડેટ મેળવી રહ્યાં હતા. તો બીજા દિવસે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડી આવ્યા હતા. આ તકે ગૃહમંત્રીએ પોલીસ વડાને પણ બાળકની ભાળ શોધી કાઢવા આદેશ આપ્યો હતા.
પેથાપુરની ગૌશાળા બહાર તરછોડાયેલા બાળકને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, ત્યારે આ બાળકની સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવવા હોસ્પિટલની મુલાકાત લીધી.
આ કૃત્યને વખોડી, સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ અંગે ગાંધીનગર સહિત અન્ય ટીમોને પણ રવાના કરવામાં આવી છે. pic.twitter.com/6FyjCKhnaS
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2021
પોલીસને કઇ રીતે સફળતા મળી
ગાંધીનગર પોલીસે ઘટનાની આસપાસના સીસીટીવી (CCTV)ની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે પોલીસની ટીમ તુરંત સેક્ટર-26 ખાતે પહોંચી હતી. પરંતુ સચિન દીક્ષિત પરિવાર સાથે ઘર છોડીને જતાં રહ્યાં હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો: શા માટે પિતાએ પોતાના બાળકને તરછોડ્યુ?કારણ જાણીને ચોંકી જશો
મોડી રાત્રે પોલીસ દંપતિને લઇ આવી
ગઈકાલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ (Gandhinagar Police)દ્વારા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી ગાંધીનગર ખાતે લઈ આવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાછ હાથ ધરી છે. જોકે, પોલીસની પુછતાછ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે કે, આ સમગ્ર મામલામાં બાળકનો શું વાક છે કે તેને તરછોડવામાં આવ્યુ હતુ.
Gandhinagar થી મળી આવેલા બાળકની માતા કોણ છે?
મહિલા પોલીસની ટીમ દ્વારા સચિન દીક્ષિતના પત્ની અનુરાધાની પૂછતાછ કરવામાં આવી રહી છે. જ્યારે સચિનની એસ.સી.બી અને એસ.ઓ.જી દ્વારા હાલમાં પૂછતાછ ચાલી રહી છે. જોકે, હજુ પણ બાળકની અસલી માતા ક્યા છે તે રહસ્ય હજુ પણ અક બંધ છે.
બાળકની સંભાળ લેનારા ભાજપના કોર્પોરેટરે શું કહ્યું? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4