આપે જોયું હશે કે,પોલીસ (Police) ગુનેગારોને પકડવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. પણ તમિલનાડુમાંથી એક વિશેષ કિસ્સો સામે આવ્યો છે.તમિલનાડુમાં (Police) પોલીસે ચોરનો જીવ બચાવવા માટે ઊંડા કુવામાં છલાંગ લગાવી.
તમિલનાડુના ધર્માપુરીના થોપ્પુર ગામમાં એક શંકાસ્પદ ચોરને બચાવવા માટે પોલીસકર્મીએ પોતાના જીવની પરવા કર્યા વગર જ 25 ફુટ ઊંડા કુવામાં છલાંગ લગાવી.
વાત એવી છે કે, ત્રણ આરોપીઓને પોલીસ પકડવા માટે આવી હતી. ત્રણેય પર યેલહંકામાં 3 ઓક્ટોબરના રોજ ચોરી કરવાનો આરોપ હતો. એટલું જ નહતું આ ત્રણેય આરોપીઓએ એક પ્રાઈવેટ ફર્મના સેલ્સ એજ્યુકેટીવને કથિત રીતે મારવાનો આરોપ છે. તો સાથે જ તેની પાસેથી સોનાની ચેઈન,મોબાઈલ ફોન અને 3 હજાર રૂપિયા પણ છિનવી લીધા હતા.
સેલ્સ એજ્યુકેટીવની ફરિયાદના આધારે યેલહંકામાં પોલીસ સ્ટેશનના અધિકારી કે.પી. સત્યનારાયણ અને તેની ટીમે સીસીટીવી ફૂટેજ જોઈ અને શંકાસ્પદોને ઓળખી લીધા. તેમની ધરપકડ કરવા માટે આ ટીમ ગઈ પરંતુ આરોપીઓ થોપ્પુર ગામમાંથી ભાગી ગયા હતા.
રવિવારની રાતે સત્યનારાયણ,શિવકુમાર અને અન્ય લોકો આ ગામમાં પહોચ્યા અને ત્રણેય શંકાસ્પદ આરોપીઓને ઘેરી લીધા હતા. આ દરમિયાન ત્રણેય આરોપીઓ ભાગવા માંડી ગયા. જેમાંથી એક કુવામાં પડી ગયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. આ સમયે શિવકુમારે બીજા આરોપીઓને પકડવાનું મુકી અને આ મરતાં આરોપીને બચાવવા માટે જીપમાં રસ્સી બાંધી અને કુવામાં છલાંગ લગાવી દીધી.
ડીસીપીએ કોન્સ્ટેબલની કર્યા વખાણ
જે બાદ અન્ય કર્મચારીઓની મદદથી આરોપી અને શિવકુમારને બહાર કાઢવામાં આવ્યાં. આરોપીને તરતા આવડતું નહતુ અને તે દારૂના નશામાં હતો. આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીના સાથીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ કમિશનર કમલ પંતે શિવકુમારની બહાદૂરી માટે પ્રશંસા કરીને ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે.
Accused planned escape,
But fell2imminent death
In d dead of d night.
Constable Shivakumar
Risked his life
Not2catch a criminal
But2save one
From a 25 feet well
He pulled out d drowning accused.
Constitution states Right to life
&we safeguard it
In our duty Every life matters pic.twitter.com/Wn14HQcRqs— C K Baba (@DCPNEBCP) October 11, 2021
નોર્થ ઈસ્ટ બેંગલોરના ડીસીપી સીકે બાબાએ ટ્વિટ કરીને લખ્યું કે, કોન્સ્ટેબલે અપરાધીને પકડવાની જગ્યાએ તેનો જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં નાખ્યો. બાબાએ વધુમાં લખ્યું કે, સંવિધાનમાં પોતાના જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેની રક્ષા કરીએ છીએ. અમારી ફરજ દરમિયાન દરેકનું જીવન કિંમતી હોય છે.
આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4