દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા 300 કરોડના ડ્રગ્સ (Drugs) મામલે ગઇકાલે બુધવારે વહેલી સવારથી શરૂ કરાયેલુ સર્ચ ઓપરેશન મોડી રાત્રે પૂર્ણ થયુ હતું. જેમાં ખંભાળિયા (Khambhaliya)આરાધના ધામ પાસેથી 17 કિલો ડ્ર્ગ્સ મળી આવ્યુ હતુ. જે બાદ સલાયાના બે આરોપી અલી અને સલિમ કારાના ઘરે સર્ચ ઓપરેશન (Operation)હાથ ધર્યુ હતું. જેનાં તેમના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેના પગલે દ્વારકા પોલીસે કુલ 3 આરોપી સાથે 63 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.
Drugs મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
જિલ્લા પોલીસ વડાને મળેલી બાતમીના આધારે ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે જિલ્લા SOG અને LCB ના સંયુક્ત ઓપરેશન હેઠળ હેરોઇન અને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેમાં એક વ્યક્તિની 17 કિલોથી વધુ ડ્રગ્સની સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા સલાયાના બે શખ્સો પાસેથી વધુ 45 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. આ તકે 3 આરોપી પાસેથી 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં દ્વારકા જિલ્લા પોલીસ (Police)ને સફળતા મળી છે.
આ પણ વાંચો: ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ
આ મામલે સલાયના રહેવાસી સલીમ કારા અને અલી કારાનું નામ તપાસમાં ખુલ્યું હતું. જેથી સલીમ કારા અને અલી કારાના ઘરે સર્ચ ઓપરેશન કરતા 46 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. જેની અંદાજિત કિંમત 235 કરોડ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપવામાં દ્વારકા જિલ્લા પોલીસને સફળતા મળી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી સહિત રાજ્ય પોલીસ વડાએ જિલ્લા એસપી સહિત ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પહેલા પણ જંગી માત્રામાં Drugs નો જથ્થો ઝડપાયો હતો
ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી જ ગઇકાલે બુધવાકે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની પોલીસે (Police)ધરપકડ કરી હતી. તો આ પહેલા પણ મુન્દ્રા બંદર પાસેથી અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. આ તકે મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે.
ડ્રગ્સ પર અંકુશ લગાવતી પોલીસ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4