Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝપોલીસ સચિનને લઇને પહોંચી ફ્લેટ પર, FSLની મદદથી આગળની તપાસ શરૂ

પોલીસ સચિનને લઇને પહોંચી ફ્લેટ પર, FSLની મદદથી આગળની તપાસ શરૂ

Sachin
Share Now

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા માસુમ શિવાંશની માતાને તેના જ પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ આરોપી સચિન (Sachin)ને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા ફ્લેટ પર પહોંચી છે અને બેગમાં પેક કરેલો મહેંદીનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે (Police)FSLની મદદ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

Sachin એ બાપોદ વિસ્તારમાં હત્યા નિપજાવી

માસુમ બાળકના મામલામાં ધીરે ધીરે નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. ગાંધીનગર (Gandhinagar)ના પેથાપુર ખાતેથી માસુમ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સચીનને પોલીસની કોટો હોવાની જાણ થતા પોલીસ આજે રવિવારે વહેલી સવારે પરિવારને કોટાથી ગાંધીનગર લઇ આવી હતી. જ્યાં પોલીસે સચિન અને તેની પત્નીની અલગ-અલગ રૂમમાં પુછતાછ શરૂ કરી હતી. જેમાં માસુમની માતા મામલે મોટો ખુલાસો થયો હતો. સચિન દીક્ષિત અને હિના ઉર્ફે મહેંદી બંને વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાની હિનાને વાત કરી હતી. જેથી હિનાએ કહ્યું હતું કે, તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી હિનાની હત્યા નિપજાવી હતી. બાદમાં મૃતદેહને પેક કરી રસોડામાં જ મુકી દીધો હતો અને ત્યાંથી શિવાંશ (shivansh)ને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગર ખાતે ગૌશાળા પાસે છોડી દીધો હતો. ત્યારબાદ સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.

આ પણ વાંચો: સચિને શિવાંશની માતા મહેંદીની હત્યા કર્યાનો ખુલાસો

સચિન અને મહેંદી વડોદરામાં લીવ ઇનમાં રહેતા હતા. પોલીસ હાલમાં એ ફ્લેટમાં પહોંચી ગઇ છે અને FSLની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન દીક્ષીત શુક્રવારે સાંજે વડોદરાથી ગાંધીનગર પહોચીને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા પાસે પોતાના 10 મહિનાના બાળકને બિનવારસી હાલતમાં મૂકી રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવી (CCTV)ના માધ્યમથી સચિનને રાજસ્થાનથી ઝડપી લીધો હતો.

બંને અમદાવાદમાં સંપર્કમાં આવ્યા હતા

હિના અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. આ સમયે 2020માં શિવાંશનો જન્મ થયો હતો. ત્યારબાદ સચિનની વડોદરા ખાતે બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા જતો રહ્યો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી બંને રહેતા હતા.

સચિન બંને શહેરમાં રહેતો હતો

પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં હિનાની સાથે રહેતો હતો. બાદમાં તે વીકેન્ડમાં ગાંધીનગર સ્થિત પત્નિ અને પોતાના માતાપિતા સાથે રહેવા આવતો હતો.

મહેંદીના પરિજનો એ શું કહ્યું હતુ?

આ સમગ્ર બાબતને લઇને માસુમ બાળકની માતા મહેંદીના માસી અને માસા મીડિયા સામે આવ્યા હતા. મહેંદીની માસીએ મીડિયા સમક્ષ આ અંગે વાત કરતાં કહ્યું હતુ કે, તે લોકો વડોદરા હતા અને કેવી રીતે શિવાંશ ગાંધીનગર આવ્યો તે ખબર નથી. તેની માતા ક્યારેય બાળકને એકલી મૂકતી ન હતી. 

Sachin ના બાળકનો જન્મ ક્યા થયો હતો

મહેંદીની માસી પાસેથી મળતી માહિતી મુજબ, શિવાંશ આજરોજ 10 મહિનાનો થયો છે. ગત 10 ડિસેમ્બર 2020ના દિવસે શિવાંશનો જન્મ થયો હતો. અમદાવાદના બોપલની જ એક હોસ્પિટલમાં શિવાંશનો જન્મ થયો હતો. હાલમાં તો મહેંદીની માસીએ શિવાંશની કસ્ટડી (Custody)માગી છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી મહેંદીની ભાળ નથી મળતી ત્યાં સુધી શિવાંશની જવાબદારી તેમને સોંપવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિવાંશની કસ્ટડી કોને આપવામાં આવશે.

આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment