Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ

ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ

Drugs
Share Now

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સ (Drugs)નો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની પોલીસે (Police)ધરપકડ કરી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે.

Drugs ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

દ્વારકા પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.

આ પણ વાંચો: રાજ્યભરના માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

દેવભૂમિ દ્વારકા પોલીસ (Devbhoomi Dwarka Police)ની અન્ય શાખાઓએ ડ્રગ્સ કૌભાંડને ઝડપી પાડ્યું છે. એલસીબી અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા નજીકથી એક રાજસ્થાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આ અગાઉ પણ દરિયાઈ માર્ગે અહીંથી ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યોની હેરફેર સામે આવી ચુકી છે.

અગાઉ મુંદ્રા બંદરેથી મોટી માત્રામાં Drugsનો જથ્થો ઝડપાયો હતો

ઉલ્લેખનિય છે કે, મુન્દ્રા બંદર (Mundra port)થી કેટલાક દિવસો પહેલા અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. આ તકે મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે.

ડ્રગ્સ પર અંકુશ લગાવતી પોલીસ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment