Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝયુપીમાં બીજેપી પોસ્ટરમાં પીએમ અને બીજેપી અધ્યક્ષની તસ્વીર ગાયબ!!!! ….

યુપીમાં બીજેપી પોસ્ટરમાં પીએમ અને બીજેપી અધ્યક્ષની તસ્વીર ગાયબ!!!! ….

up poster
Share Now

૨૦૨૨માં યુપીમાં ચૂંટણીને લઇ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે..યોગી અંગે ભાજપમાં હોબાળો શાંત થયો છે, એવું હજુ કહેવું મુશ્કેલ છે. UP ભાજપના હેન્ડલની અત્યારની અપડેટેડ છબી તો આ દિશામાંજ સંકેતો આપી રહી છે. કારણકે યુપી સરકારની પોસ્ટર સાઈટમાં પીએમ મોદી એ પોસ્ટરમાં છે જ નહિ જયારે મુખ્યમંત્રી, ઉપમુખ્યમનત્રી, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ છે ત્યારે આ પોસ્ટરની ચર્ચા એ જોર પકડ્યું છે લોકોને સવાલ એ થઇ રહ્યો છે કે શા માટે બીજેપી અધ્યક્ષ જે પી નાડ્ડા અને પીએમ મોદીની છબી નથી ? અને જ લઈને વિપક્ષ બીજેપી પર નિશાન સાધી રહ્યું છે.. આ અંગે સોશિયલ મીડિયામાં પણ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોદીને પોતાના આદર્શ માનતા સીએમ યોગી અને અન્ય ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ્સ પરથી પીએમ મોદીની તસવીરોને હટાવી લેવામાં આવી છે. વિપક્ષે પણ આ અંગે ભાજપ, યોગી અને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

up poster

bjp up facebook

યુપીમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી સિયાસત વધારી રહી છે સસ્પેન્સ

થોડા દિવસ પહેલા યુપીની ચૂંટણી માટે એવું પણ સામે આવ્યું હતું કે મુખ્યમંત્રી માટે નવો ચહેરો આવશે પરંતુ એ અટકળો પર વિરામ લાગી ગયો છે અને મુખ્યમંત્રી યોગી ના જોરે જ ચૂંટણી લડશે..સાથે જ બીજી મોટી ખબર એ પણ છે કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યોગી મંત્રી મંડળનો વિસ્તાર હમણાં નહિ થઇ … છેલ્લા એક સપ્તાહથી રાજકીય સિયાસત ચાલતી હતી..રવિવારે 6 જૂનના રોજ ઉત્તર પ્રદેશ ભાજપ પ્રભારી રાધા મોહન સિંહની રાજ્યપાલ આનંદી બેન પટેલ સાથેની મુલાકાત એ કોઈ સામાન્ય નહોતી. આ મુલાકાત રાજકીય તોફાન પહેલાની શાંતિ તરફ ઈશારો કરે છે.

આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહને લખાયો પત્ર

પોસ્ટરમાં હવે સીએમ યોગી, પ્રદેશ અધ્યક્ષ અને 2 ડેપ્યુટી સીએમની તસવીર

UP બીજેપીના ટ્વિટર હેન્ડલમાં જે બેનર લગાવ્યું છે એમા અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે બે ડેપ્યુટી સીએ કેશવ પ્રસાદ અને દિનેશ શર્માની તસવીરો છે. જોકે, સવારે 11 વાગ્યે હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપના અન્ય રાજ્યોના પેજમાં મોદી યથાવત

mp bjp poster

wisdom of crowds

પીએમ મોદીની તસવીર ગાયબ થવાના મુદ્દે સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કારણ કે અન્ય ભાજપ શાસિત રાજ્યોના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદીના પોસ્ટરો યથાવત છે. મધ્યપ્રદેશમાં @BJP4MPના ટ્વિટર હેન્ડલમાં પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની તસવીર લાદવામાં આવી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલમાં પણ પીએમ મોદીની તસવીરો છે. ગોવાના ટ્વિટર હેન્ડલમાં જે તસવીર છે, એમાં માત્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર છે.

ભાજપ અધ્યક્ષ યોગી સરકારની પ્રશંસા કરતા નજરે પડ્યા

રવિવારે જ્યારે UP પ્રભારી રાધા મોહન લખનઉ પ્રવાસ પર હતા, ત્યારે રાધા મોહન અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને યૂપીમાં મંત્રીમંડળ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતી વેળાએ તેઓએ સીએમ યોગીના ગુણગાન ગાયા હતા. કહ્યું હતું કે મુખ્યમંત્રી ઘણા મહેનતુ છે, 24 કલાક કામ કરે છે, કાયદાકિય શાસન છે, આની પહેવા જેમની સરકાર હતી, તમે એમના શાસનકાળને જોયું છે, કેવી રીતે એક પાર્ટીની સરકાર રહી છે, ભ્રષ્ટાચારની સરકાર રહી છે.

મોદી અને શાહે ટ્વીટરમાં યોગીને જન્મદિવસની શુભેચ્છા નહોતી પાઠવી

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા એક્ટિવ નજરે પડી રહ્યા છે. આ દરમિયાન યોગીએ શનિવારના રોજ પોતાનો 49મો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી યોગીને શુભેચ્છા પાઠવી નહોતી. આ ઘટનાની ચર્ચા એટલે કરવામાં આવી રહી છે, કારણ કે મહામારીના સમયગાળામાં મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેની ટીકા થઈ હતી.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment