Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝખોડલધામના આંગણે રાજકરણ કે સમાજ લક્ષી પ્રશ્નો ?

ખોડલધામના આંગણે રાજકરણ કે સમાજ લક્ષી પ્રશ્નો ?

Share Now

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદાર સમાજ એક મંચ પર આવ્યો છે, વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદારોની એક મંચ પર બેઠક યોજાઈ રહી છે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બની રહ્યો છે.

સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે બાદ ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થશે. 12 જૂનના દિવસે યોજાનારી આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાઈ ચુકી છે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક સાબિત થઇ રહી છે.

nareshbhai patel

બેઠકને લઈ રાજકીય માહોલ ગરમાયો

આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

આ પણ જુઓ : શાપુર ગામે રાજકારણ ગરમાયું

નરેશ પટેલે કહ્યું હતું રાજકારણમાં પાટીદારોની નોંધ લેવાતી નથી

જાન્યુઆરી, 2021માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે. સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઉંઝા અને કાગવડ હંમેશા તેમની પડખે રહ્યાં છે.

patidar meeting

બેઠકમાં ઉપસ્થિત રહેનાર

  1. નરેશ પટેલ
  2. મથુર સવાણી, સુરત
  3. લવજી બાદશાહ, સુરત
  4. જયરામ પટેલ, સીદસર મંદિર
  5. દિલીપ નેતા , ઊંઝા મંદિર
  6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
  7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
  8. આર.વી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  9. ગગજી સુતરીયા, સરદાર ધામ
  10. દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમરકસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે – કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.

આ પણ જુઓ: ખોડલધામના આંગણે રાજકરણ કે સમાજ લક્ષી પ્રશ્નો ?

ખોડલધામની આ બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા આજે મળેલી બેઠક સમાચારથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

khodaldham meeting

બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂંક બાબતે ચર્ચા થશેઃ આર.પી.પટેલ

આ મિટિંગની મહત્વની વાતચીતમાં 6 સંસ્થાના કન્વીનર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક 6 સંસ્થાઓના અગ્રણીઓની બેઠક છે. આ કમિટી પિરિયોડિકલી મળતી હોય છે. તેમાં સમાજના પ્રશ્નોની અને સરકાર લેવલે રજૂઆત કરવાની હોય તો તે મુદ્દે ચર્ચા થાય છે. આવતીકાલની બેઠકમાં બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂંક પડતર રહી છે, એટલે એ બાબતે ચર્ચા થશે. તેમજ કોરોનામાં ભાંગી પડેલા વેપાર-ધંધા પર પર ચર્ચા કરાશે. હાલ ચૂંટણીની ચર્ચા અત્યારના તબક્કે અસ્થાને છે. જો કે બેરોજગારી મામલે પણ ચોક્કસ ચર્ચા થશે, ત્યાર બાદ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

હવે એ જોવાનું રહ્યું છે કે, પાટીદાર આગેવાનો પોતાના સમાજ થકી રાજકીય ક્ષેત્રે આગળ વધશે કે પછી સમાજને આગળ કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment