Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝદીદીએ કહ્યું : 2024માં વિપક્ષ ઈતિહાસ રચશે

દીદીએ કહ્યું : 2024માં વિપક્ષ ઈતિહાસ રચશે

MAMATRA BENRJEE MEETING WITH SONIA GANDHI
Share Now

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. આજે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મમતાએ આ મુલાકાત તેવા સમયે કરી છે જ્યારે વિપક્ષની એકતા પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. પેગાસસ, કૃષિ કાયદા અને મોંઘવારીના મુદ્દા પર સંસદ ઠપ છે. આપને એ પણ જણાવી દઈએ કે ગઈ કાલે જ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

સોનિયા ગાંધી સાથે મુલાકાત સકારાત્મક

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે મુલાકાત સકારાત્મક રહી. વિપક્ષી એકતા અને પેગાસસ મુદ્દે ચર્ચા થઈ છે. મમતાએ કહ્યું કે, વર્તમાન રાજકીય માહોલની પણ ચર્ચા કરવામાં આવી છે. ભાજપને હરાવવા માટે એક થવું પડશે. મમતાએ પેગાસસને લઈને કહ્યું કે, સરકાર જવાબ કેમ આપી રહી નથી. સંસદમાં સરકાર જવાબ આપે.

સોનિયા ગાંધી ઈચ્છે છે કે વિપક્ષી દળો એક થાય

મમતાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી ઈચ્છે છે કે વિપક્ષી દળો એક થાય. કોંગ્રેસને પ્રાદેશિક પાર્ટીઓ પર વિશ્વાસ છે. મમતા બેનર્જીએ કહ્યું કે જો બધી પાર્ટીઓ એકથઈ જાય તો એક પક્ષ પર ભારે પડશે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા અને ચહેરાને લઈને કહ્યું કે, હું રાજકીય જ્યોતિષી નથી, સ્થિતિ પર નિર્ભર કરે છે. જો કોઈ અન્ય નેતૃત્વ કરવા ઈચ્છે છે તો તેનાથી કોઈ સમસ્યા નથી.

આ પણ જુઓ : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે પણ નહિ યોજાઈ

ટીએમસી અધ્યક્ષે કહ્યું કે, કોઈને તો નેતૃત્વ કરવાનું છે. સમય આવવા પર ચર્ચા કરીશું. હું મારી વાત કોઈ પર થોપવા ઈચ્છતી નથી. હું સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળી રહી છું. લાલૂ યાદવ સાથે પણ વાત થઈ છે. અમે રોજ વાત કરી રહ્યાં છીએ. હજુ ત્રણ વર્ષ છે. ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું- મારૂ બધા માટે એક સન્માન છે. સોનિયા ગાંધી વિપક્ષની એકતા ઈચ્છે છે. આ સાથે તેમણે કહ્યું- નરેન્દ્ર મોદી સાથે દેશની ટક્કર થશે. લોકતંત્ર બચાવવાના ચહેરા આવી જશે. હું બનારસ, મથુરા, વૃંદાવન જઈશ. આ મારો દેશ છે.

દિલ્હી મુલાકાતમાં વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયત્ન

મમતાની દિલ્હી મુલાકાતને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમનું કદ વધારવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. એ સાથે જ માનવામાં આવે છે કે મમતા છૂટા પડેલા વિપક્ષને બીજેપી સામે એકજૂથ કરવા માગે છે. તાજેતરમાં થયેલી બંગાળ ચૂંટણીમાં બીજેપી સામે ટીએમસીની જીતને ધ્યાનમાં રાખીને પણ મમતાની દિલ્હી મુલાકાત વિશે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.

મમતાએ કહ્યું હતું- ભાજપનો સફાયો કરવા ‘ખેલા હોગા’

મમતાએ ગત સપ્તાહે બુધવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત ઘણા રાજ્યમાં વર્ચ્યુઅલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મમતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનું નિશાન બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી હવે દિલ્હી પર છે.
મમતાએ કહ્યું હતું કે જ્યાં સુધી દરેક રાજ્યોમાંથી ભાજપનો સફાયો નહીં થાય ત્યાં સુધી તમામ રાજ્યોમાં હું લડત આપતી રહીશ. દીદીએ વધુમાં કહ્યું હતું કે હું 16 ઓગસ્ટથી ‘ખેલા દિવસ’ની શરૂઆત કરીશ અને ગરીબ બાળકોને ફુટબોલ પણ આપીશ.

વિપક્ષના અવાજ દબાવાઈ રહ્યો

દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે આવેલા મમતા બેનરજીએ જણાવ્યું કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હેક કરવામાં આવ્યો. દેશમાં હવે અભિવ્યક્તિની આઝાદી જેવું કંઈ રહ્યું નથી.બેનરજીએ કહ્યું કે પેગાસસ એક ખતરનાક વાયરસ છે જેના દ્વારા અમારી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઈ રહ્યું નથી. વિપક્ષના અવાજ દબાવાઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઈમરજન્સી કરતા પણ વધારે ગંભીર હાલત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment