Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝકોરોના બાદ શું તમારા પણ વાળ ખરે છે???

કોરોના બાદ શું તમારા પણ વાળ ખરે છે???

Post Covid
Share Now

કોવિડ થયા બાદ(Post Covid) વાળ ખરવાની સમસ્યામાં ઘણો વધારો થયો છે. પણ ડોક્ટરનું માનવુ છે કે, આ સમસ્યા એક ગંભીર બીમારીનું રૂપ ન લઈ લે તે માટે કોરોનાના દર્દીના આહાર પર ખાસ ધ્યાન આપવુ જરૂરી છે. જેમાં હાઈ પ્રોટિન અને ઝિંકને તમારા ખોરાક સામેલ કરવા જોઈએ.

કોવિડ-19 (Post Covid)થયા બાદ મોટી સંખ્યામાં લોકોના વાળ ખરવાની સમસ્યા સાંભળવા તથા જોવામાં આવી રહી છે. ડોક્ટર્સનું કહેવુ છે કે, સારવાર દરમિયાન લેવામાં આવેલી દવાઓની આડ-અસરના લીધે તથા બીમારી દરમિયાન શરીરમાં આવેલી નબળાઈ તથા અન્ય સમસ્યાઓના લીધે શરીરમાં પોષણની ઉણપ થવા લાગે છે. વાળ ખરવા તેનું જ મુખ્ય કારણ છે. વાળને ખરતા અટકાવા અને જરૂરી પોષક તત્વો શરીરને કેવી રીતે આપી શકાય તે વિશે OTT Indiaની ટીમે અમદાવાદમાં લીસાન્સ બ્યૂટિ સ્ટુડિયોના ઓનર અને કોસ્મેટોલોજીસ્ટ મંજુ પટેલ સાથે વાત કરી. તેઓ જણાવે છે કે, કેવી રીતે કોરોના થયા બાદ તમે તમારા વાળની દેખરેખ રાખી શકો છો. જેથી તમારા વાળ ખરતા અટકશે અને તેના મૂળને જરૂરી પોષણ મળશે. તો આવો જાણીએ મંજુ પટેલ આ અંગે શું કહેવા માંગે છે.

post covid

IMAGE CREDIT: MANJU PATEL (LE SANS BEAUTY STUDIO)

કોવિડની રિક્વરીના સમય દરમિયાન કેવા ખોરાકની મદદથી વાળ ખરવાની સમસ્યાને રોકી શકાય છે. તે જાણીએ…

પ્રોટિન તથા અન્ય પોષક તત્વોનું ડિજનરેશન

કોરોના દરમિયાન થતા વધારે તાપમાનવાળા તાવમાં શરીરના મેટાબોલિઝ્મ પર અસર પડે છે. તેથી પ્રોટિન સહિત અલગ જરૂરી પોષક તત્તવોનું ડિજનરેશન થવા લાગે છે. આ સ્થિતિમાં મહત્તમ લોકોને ખોરાક લેવાની ઈચ્છા નહિવત થઈ જાય છે. જો કોઈ વ્યક્તિના વાળ જરૂર કરતા વધારે ખરવા લાગે છે તો તેનો મતલબ છે કે તેના શરીરમાં પ્રોટિન અને ઝિંકની ઉણપ થઈ છે. એવી સ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે દર્દી હાઈ પ્રોટિન ડાયટ ગ્રહણ કરે.

શાકાહારને મહત્વ વધારે આપો…

ઘણા ડોક્ટર્સનું કહેવુ છે કે, કોવિડ થયા બાદ શાકાહારને વધારે મહત્વ આપવુ જોઈએ કેમકે, તેમાં ફક્ત એક જ આહારમાંથી મળનારા પ્રોટિન પર આશ્રય રાખવો પડતો નથી. મિક્સ બધા જ અનાજ તથા દાળમાંથી મળનારા પ્રોટિન બેગણા વધારે ફાયદાકારક હોય છે, તથા પાચનક્રિયા માટે પણ હળવા હોય છે. દાળ, અનાજ અને શાકભાજીના ભેળસેળથી આહારમાં પ્રોટિનની ગુણવત્તા અને તેનું પ્રમાણ બંને ઘણુ વધારે હોય છે. દાળ અને અનાજના મિશ્રિત આહારને જ બાયલોજીકલ હાઈ પ્રોટિન ડાયટમાં ગણવામાં આવે છે, જેવી કે, ખિચડી. ઈડલી, ઉત્તપમ, પુરણપોળી વગેરે. તે ઉપરાંત દૂધ તથા અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ દરરોજના આહારમાં સામેલ કરવા જોઈએ.

 

Post Covid

  IMAGE CREDIT: EVERYDAY HEALTH

Post Covid:- ઝિંક માટે લીલા શાકભાજી, સૂકા મેવાનું સેવન કરવુ જોઈએ.

ડોક્ટર્સ જણાવે છે કે, ફક્ત પ્રોટિન જ નહીં, પણ વાળની સારવાર માટે ઝિંક પણ ખૂબ જ જરૂરી હોય છે. કોરોનાની રિક્વરી અવધિમાં દર્દી જો ડોક્ટર્સની સલાહ લે અને લીલા શાકભાજીનું જ્યૂસ બનાવીને ગ્રહણ કરે તો શરીરને તેનું પોષણ, લીલા શાકભાજીના શાકની અપેક્ષાએ વધારે સારી માત્રામાં મળે છે, કેમકે લીલા શાકભાજીને ઉકાળવા અને બનાવવામાં અડધુ પોષણ ખત્મ થઈ જાય છે. તે ઉપરાંત મશરૂમ, ઝિંકના પ્રમુખ સ્ત્રોતમાંથી એક હોય છે. આથી તેને જ્યૂસ તરીકે, સલાડ તરીકે, ઉકાળીને અથવા અન્ય રીતે ખોરાકમાં સામેલ કરવા જોઈએ.

તદુપરાંત, વધારે પડતા સલાડમાં, લેટયૂસ, બીટરૂટ, સ્પરાઉટ્સ, ફળો કે સ્મૂદીનું સેવન કરવુ પણ ઘણુ હિતાવહ છે. સૌથી જરૂરી વાત એ છે કે, દર્દીએ પ્રત્યેક દિવસે ઓછામાં ઓછું 10થી 12 ગ્લાસ પાણી પીવવુ જ જોઈએ. જો વ્યક્તિ ઓછી માત્રામાં પાણી પીવે છે તો તેના શરીરના ટોક્સિન શરીરથી બહાર નીકાળી શકતા નથી.

આ પણ વાંચોઃડો. મોનિકા જેઠાણીઃ માસ્ક પહેરવાથી આંખોને પહોંચે છે નુકસાન

Post Covid

   IMAGE CREDIT: THE JAKARTA POST

ફક્ત ખોરાક લેવુ જ પૂરતુ નથી…

ફક્ત આહારમાં પ્રોટિન લેવાથી વાળની સમસ્યામાં સુધારો નહીં આવે. પરંતુ વાળના મૂળમાં પ્રોટિનની એટલી જ જરૂરત હોય છે. આથી વાળમાં મીઠો લીમડો, કડવો લીમડો અને ડુંગળીનો જ્યૂસ કે પેસ્ટ લગાવવાથી પણ વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે. જો વાળમાં લીલા શાકભાજીની પેસ્ટ બનાવીને તેનો લેપ લગાડવાથી પણ વાળ તૂટવાની સમસ્યામાં રાહત મળે છે. કેમકે આ વાળના મૂળને પોષણ તો આપે જ છે સાથે જ માથાની ત્વચાના રોમ છિદ્રોને સ્વચ્છ પણ કરે છે. તે ઉપરાંત વાળને હોટ ટોવેલ ટ્રીટમેન્ટ આપવાથી પણ આ સમસ્યામાં રાહત મળી શકે છે.

ડોક્ટર્સની સલાહ વગર કોઈ પણ સપ્લીમેન્ટ્સ ન લો…

ડોક્ટર્સની સલાહ વગર પ્રોટિન, વિટામિન ડી3, બી12 કે અન્ય કોઈ પણ પ્રકારના સપ્લીમેન્ટ ન લેવા જોઈએ. ખાસ કરીને કોરોનાથી સાજા થયા બાદ જો વ્યક્તિ હાઈ પ્રોટિન કે વિટામિન ડી વગર ખોરાક લે છે તો તેનાથી શરીરને ફાયદો થવાની જગ્યાએ અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ડોક્ટર્સ કોઈ પણ વ્યક્તિની સંપૂર્ણ જાંચ કર્યાં બાદ રિપોર્ટના આધાર પર જ કોઈ વિશેષ સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment