Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝPost Officeની આ સ્કીમ બનાવશે માલામાલ ! 5 વર્ષ સુધી થશે વાર્ષિક 1 લાખથી વધુનો ફાયદો

Post Officeની આ સ્કીમ બનાવશે માલામાલ ! 5 વર્ષ સુધી થશે વાર્ષિક 1 લાખથી વધુનો ફાયદો

Post Office NSC Scheme: Earn 6.8% Per Annum, Be Lakhpati Every Year With Tax Deduction
Share Now

અમદાવાદ :  સામાન્ય માણસ માટે વધતી મોંઘવારી એ ચિંતાનું મોટું કારણ છે. આવી સ્થિતિમાં જો પરિવારમાં અચાનક ખર્ચ આવી જાય કે લોકડાઉનની જેમ ધંધા રોજગાર અટકી જાય ત્યારે અગાઉ કરેલી બચત કામ લાગતી હોય છે. બચત તરીકે એવું કોઈ રોકાણ પણ હોઈ શકે છે જે તમને સારું વળતર આપે. જો તમે પણ આવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ(Post Office NSC) વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Post Office Small Saving Schemes

Post Office NSC

પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં, તમને બેંકના એફડી અથવા આરડીથી સારું વળતર મળે છે. પોસ્ટ ઓફિસની આ યોજના પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તેમાં નાણાં સંપૂર્ણ સલામત છે. આમાં જમા થયેલી રકમ પર સાર્વભૌમ ગેરંટી છે. ચાલો જાણીએ આ યોજના(Post Office NSC) વિશેની તમામ માહિતી…

આ પણ વાંચો : ઘર ખરીદવાનો પ્લાન છે? RBI વ્યાજદરમાં ફેરફાર કરે તે પહેલાં ચેક કરો ક્યાં મળી રહી છે સસ્તી લોન

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) :

પોસ્ટ ઓફિસ યોજનામાં એક નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) છે. સ્કીમ(Post Office NSC) બેંક એફડીની તુલનામાં વ્યાજ વધુ સારું મળી રહ્યું છે.

National Savings Certificate

વ્યાજ દર:

પોસ્ટ ઓફિસની એનએસસી યોજનામાં, વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તે વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે પરંતુ ચુકવણી માત્ર પરિપક્વતા પર કરવામાં આવે છે. આ યોજનાનો કાર્યકાળ 5 વર્ષ છે. જો કે, પરિપક્વતા પર તેને બીજા 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.

આ પણ વાંચો :  બિલ ગેટ્સ અને મેલિંડા ફ્રેંચના 27 વર્ષના લગ્નજીવનના અંત બાદ સંપત્તિની વહેંચણી કેમની થશે?

રોકાણના 5 વિકલ્પો:

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હાલમાં 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 અને 10,000 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ વિવિધ મૂલ્યોના સર્ટિફિકેટ ખરીદીને એનએસસી(Post Office NSC)માં રોકાણ કરી શકે છે. આમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

Post Office NSC

15 લાખના 21 લાખ કેવી રીતે થશે ?

જો તમે આ યોજનામાં રૂ .15 લાખનું રોકાણ કરો છો, તો 6.8 ટકાના વ્યાજ દરે તે 5 વર્ષમાં 20.85 લાખ રૂપિયા થઈ જશે. આમાં તમારું રોકાણ 15 લાખ થશે, પરંતુ વ્યાજના રૂપમાં આશરે 6 લાખનો ફાયદો થશે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80C હેઠળ એનએસસી હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કર કપાતનો લાભ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?

આ પણ વાંચો : સરકાર પાસેથી 50% સબસિડી મેળવીને માત્ર 30,000માં શરુ કરો આ બિઝનેસ, થશે 3 લાખની કમાણી

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment