પોસ્ટમેનનું(POSTMAN)કામ હોય છે કે તે સંદેશા સાથે ટપાલને પહોંચાડવાનું. તો આજના સમયમાં તો હવે પોસ્ટમેન જોવા પણ નથી મળતા.અને પોસ્ટમેનનું કામ ટેકનોલોજી કરી રહી છે. તો સાથે જ અત્યારના સમયમાં ટપાલીઓ લુપ્ત થઇ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.તો આજે અમે તમને એક એવા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ જે ગામ તો આ ટેકનોલોજીથી તો દુર છે. પરંતુ આ ગામ તો ટપાલીથી પણ દુર છે. આ ગામમાં બધા આમંત્રણો કઇ રીતે પહોંચતા હશે તમને સવાલ થાશે.તો કેવી રીતે પહોંચતા હશે પોસ્ટકાર્ડ. તો અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે શીવપુર જિલ્લાનું દદુની ગામ આવેલું છે.જ્યાં પોસ્ટમેનની કોઈ જરુર જ નથી.વાંચીને ચોંકી ગયા હશો. જી હા દદુની ગામામં લગ્નપ્રસંગ તથા અન્ય આયોજનમાં આમંત્રણ આપવા માટે પોસ્ટમેનની જરુર નથી પડતી નથી .
કેમ નથી ગામમાં કોઇ પાોસ્ટમેન(POSTMAN)
હકિકતમાં આ ગામ માટે પોસ્ટમેન છે એક વૃક્ષ ગામમાં રહેલું એક લીમડાનું વૃક્ષ બન્યું છે જે પોસ્ટમેન છે આ ગામનું. લીંમડાનું વૃક્ષ ગામ લોકોને કોઈ પણ પ્રસંગનું આમંત્રણ પોસ્ટમેન બનીને પહોંચાડે છે.તો હકિકતમાં ગામની વચ્ચે રહેલા આ વૃક્ષ પર એક બોક્સ બનાવવામાં આવ્યું છે. કોઈ ઘર અથવા તો ગામમાં કોઈ પ્રસંગનું આયોજન કરવામાં આવે તો તેઓ આમંત્રણ પત્રિકા આ બોક્સમાં રાખે છે..જેને ગામ લોકો જાતે જ વાંચી લે છે.આસપાસના બીજા ગામમાં આયોજીત પ્રસંગમાં પણ જો દદુની ગામના લોકોને આમંત્રણ હોય તો પણ પત્રિકા(POST) આ બોક્સમાં જ રાખવામાં આવે છે.અને તેની માહિતી સમગ્ર ગામને મળી જાય છે.વર્ષો પહેલા આમંત્રણને લઈ મોટો વિવાદ થયો હતો.ત્યાર બાદ આમંત્રણ આપવાની આ પરંપરા થઈ હતી.અને હવે આ પરંપરા દદુની ગામના લોકોના જીવનનો ભાગ બની ગઈ છે.ટેક્નોલોજીના સમયમાં દદુની ગામની આમંત્રણની આ પરંપરા આકર્ષણ ચોક્કસ ધરાવે છે. પત્ર હોય કે પછી આમંત્રણ આસાનીથી આ વૃક્ષના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચે છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
આ ગામનું ખાસ આમંત્રણ કાર્ડ
આ ગામમાં ખાસ આમંત્રણ કાર્ડ પણ જોવા મળે છે.આમંત્રણ કાર્ડમાં પાલક અને ચોળીના બીજ નાખવામાં આવતા હતા. એવા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.જે ભીની માટીનો સંપર્ક થતાં જ તે ઓગળી જાય છે.સાથે જ આમંત્રણ પત્રમા રાખવામાં આવેલા બીજ છોડનું સ્વરુપ ધારણ કરી લે છે.તો એક બાજુ એક એવું વૃક્ષ જે પોસ્ટ બન્યુ છે.જેના આધારે આમંત્રણ ગામના લોકો સુધી પહોંચે છે.તો બીજી તરફ એક એવું પોસ્ટકાર્ડ જે ના માત્ર ઈકોફ્રેન્ડલી છે.પરંતુ અનેક સામાજીક સંદેશ પણ લોકોને આપે છે.આ પહેલ સ્વાભિવક રીતે જનહિત માટે જ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4