Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝહારીજ નગર પાલિકાના સત્તાધીશોએ વીજ બિલ ના ભરતા જીઇબીએ કનેક્શન કાપ્યું

હારીજ નગર પાલિકાના સત્તાધીશોએ વીજ બિલ ના ભરતા જીઇબીએ કનેક્શન કાપ્યું

HARIJ, PATAN
Share Now

હારીજ નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે શહેરના વેપારીઓ સહિત શહેરના લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. હારીજ નગરપાલિકાએ વિદ્યુત બોર્ડની આશરે 3 કરોડથી વધુની રકમ ના ભરતા  ગઈ કાલે શુક્રવારના રોજ જીઇબી તંત્રએ હારીજ નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. જેને લઈને શહેરીજનો અને વેપારીઓ હારીજ નગરપાલિકાના સત્તાધીશોથી નારાજ છે.

સત્તાધીશો પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ 

હારીજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપ શાસિત નગર પાલિકામાં સત્તાધીશોની નિષ્ક્રિયતાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી , ગટરની સમસ્યાઓ, પાણીની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા એ સુઈવે ટ્રાફિક જમણે લઈને અનેક સમસ્યાઓનએ લઈને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને હારીજ શહેરના લોકો સત્તાધીશોથી ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. હારીજ નગરપાલિકાના સત્તાધીશો શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. શહેરીજનોએ જણાવ્યું હતું કે, અમે નિયમિત આવકવેરો ભરી છીએ તેમ છતાં પણ અમને સુવિધા માળથી નથી. 

HARIJ, PATAN

આ પણ વાંચો:અમદાવાદના SG હાઈવે પર પ્લોટની કિંમત અધધ… કરોડ, ભાવ થયા બમણા

ત્રણ કરોડથી વધુ બિલ બાકી 

નગરપાલિકાના સત્તાધીશોએ જીઇબીનું ત્રણ કરોડથી વધુની રકમનું બિલ ભરપાઈ ના કરતાં જીઇબીના અધિકારીઓએ હારીજ નગર પાલિકાનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. મળતી માહિતી પ્રમાણે જીઇબી તંત્રએ અનેક વખત લેખિત અને મૌખિક રીતે આ અંગે જાણ કરી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ આ અંગે ધ્યાન ના આપતા આખરે જીઇબીના અધિકારીઓએ હારીજ નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. જેને કારણે હાલ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

ઉઉલેખનીય છે કે,હારીજ નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે શહેરના વેપારીઓ સહિત શહેરના લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. હારીજ નગરપાલિકાએ વિદ્યુત બોર્ડની આશરે 3 કરોડથી વધુની રકમ ના ભરતા  ગઈ કાલે શુક્રવારના રોજ જીઇબી તંત્રએ હારીજ નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. જેને લઈને શહેરીજનો અને વેપારીઓ હારીજ નગરપાલિકાના સત્તાધીશોથી નારાજ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment