Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / January 25.
Homeન્યૂઝગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ પોલીસે ૧૦ લાખની ઘરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ

ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ પોલીસે ૧૦ લાખની ઘરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ

POLICE ARRESTED
Share Now
વેરાવળ તાલુકા ના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદ માં આવેલ સૂપાંસી ચોકડી પાસે આવેલ વિશ્વાસ ટ્રેડિંગ તથા ગુજકોમોસલ ની ઓફિસોમાંથી ગત તારીખ ૨૦-૧૧-૨૦૨૧ ના રોજ ૧૦૧૦૪૦ ની રોકડા રૂપિયાની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આધારે જિલ્લા ની એલ.સી.બી. અને પ્રભાસ પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. અને પોલીસે સીસીટીવી ના આધારે ઘરફોડ ચોરી ના બે આરોપી ને ગણતરી ના દિવસોમાંજ ઝડપી કાઢ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૪૫૬૮૦૦ ની રોકડ રકમ તથા ૬૮૭૦૦ ના દાગીના નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

અનેક જગ્યાએ ચોરી કરી હોવાનું આવ્યું બહાર

પ્રભાસ પાટણ પોલીસે સૂપાંસી ચોકડી પાસે આવેલ વિશ્વાસ ટ્રેડિંગ તથા ગુજકોમોસલ ની ઓફિસોમાંથી ચોરી કરીને ભાગેલ બંને આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી કાઢ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપી એ અનેક જિલ્લા માં ઘરફોડ ચોરી કરેલ છે. તેમજ ગોંડલ માં આવેલ રાજમહેલ માં પણ ચોરી કરેલ અને ગીર સોમનાથ માં પણ ત્રણ ચોરી કરી હોવાનું પોલીસ સામે કબૂલ કરેલ છે.

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુટલેગરો સક્રિય, મોડાસા પોલીસે બાઇક પર દારૂની ખેપ મારતા બુટલેગરને દબોચ્યો

A.S.P.ઓમપ્રકાશ ઝાટે પત્રકારોને આપેલ માહિતી અનુસાર પકડાયેલ બંને આરોપીઓમાં એકનું નામ દિનેશ અને બીજાનુ નામ પરેશ છે. બંને આરોપીઓ ભંગારની ફેરીનો ઘંઘો કરતા હતા. દિવસ દરમ્‍યાન બંન્‍ને શહેર-પંથકના જુદા જુદા વિસ્‍તારોમાં ભંગાર લેવા માટે ફરી ફરીને રેકી કરતા હતા. જેથી કોઇને તેઓ પર શક ન જાય. દિવસ દરમ્‍યાન એવા બંઘ મકાન-ઓફીસ-ગોડાઉનની ઓળખ કરતા જેની પાછળની સાઇડ ગ્રીલ વાળી બારી કે દરવાજો હોય અને ફરી રાત્રીના રેકી કરી નકકી કરેલા સ્‍થળને મોડીરાત્રીના નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment