Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝએક ગામનો પ્રજાધર્મ, 65 ગામડાઓ ઉપર સવાલ?

એક ગામનો પ્રજાધર્મ, 65 ગામડાઓ ઉપર સવાલ?

Vaghgadh
Share Now

એક ગામનો પ્રજાધર્મ, 65 ગામડાઓ ઉપર સવાલ?

(1) વાઘગઢ ગામે ગ્રામજનો ની ચિંતા સાથે મિનરલ વોટર પ્લાન્ટ.
(2) 5 વર્ષ પહેલા cctv થી ગામ સજ્જ બનાવવાની પણ હતી દરખાસ્ત.

પુંસરી, ચાંદનકી, બાર્બેન ગામડાઓ એ ગુજરાતને એક સંદેશ અને પ્રેરણા આપી છે. ગ્રામ્ય સ્તર ને સાચા અર્થમાં વિકાસ થી વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય એના સુંદર દ્રષ્ટાંત આ ગામડાઓ છે. જન પ્રતિનિધિ ની ગામ માટેની ચિંતા સાથે ગામના લોકસેવકો ની ખીસા કટકી થી પર ઉઠી ને કર્તવ્યનિષ્ઠા ની ભાવના શું ન કરી શકે એ આ ગામડાઓ ની તસ્વીર જ બતાવી જાય છે. અને આ પ્રેરણાતમ્ક દાખલા માઁ થી ધ્રાંગધ્રા નાં અન્ય 65 ગામડાઓ કેદી સારી શીખ લેશે એ તો ઉપલું વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર જ એમને પૂછે.

Dhangdhra
અહીં વાત છે ધ્રાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામ ની. પથરાળ જમીન, ખારાશ અને ક્ષાર વાળા ધ્રાંગધ્રા તાલુકાના પાણી થી પ્રજા ત્રાહિમામ વર્ષો થી છે. પણ વાઘગઢ ગામ નાં સરપંચ ને ચૂંટાતા સાથે જ અલગ જ લગની હતી જનસેવા ની. પોતાનું ગામ cctv થી સજ્જ બને એક એક ગ્રામવાસી મિનરલ વોટર નો હકદાર બને એ માટે થઈ ને તેમને આશરે 8 વર્ષ પહેલા જ દરખાસ્ત મૂકી હતી. અહીં સીધો જ તિર સમાન પ્રશ્ન તાલુકાના 65 ગામડાઓ ઉપર છે કે આર્ટિકલ 21 થી શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી એ આમ નાગરિકનો બંધારણીય અધિકાર છે, પંચાયત ની મુખ્ય આવશ્યક રોજિંદી સેવામા પણ શુદ્ધ પાણી મુખ્ય જરૂરિયાત છે તયારે ત્યાં નાં જન પ્રતિનિધિ અને લોકસેવકો પોતાની ફરજ માટે સજાગ કેમ નથી?

શરમજનક વાત એ છે, મહામહેનતે આવી ઉમદા રજુઆત માઁ થી માત્ર એક એ પણ 14 માઁ નાણાંપંચ નાં કામ માઁ થી પાસ થઈ અને ત્યારબાદ તેઓ નાનાં આયોજન સાથે નો મિનરલ વોટર પ્લાન્ટ વાઘગઢવાસીઓ માટે વસાવી શક્યા. જેમાં 1400 જેટલાં લોકો માત્ર 5 રૂપિયે 20 લીટર શુદ્ધ મિનરલ પાણી પીવે છે અને આ ચાર્જ પણ અતિ ખારું પાણી પ્રોસેસ માઁ હોવાથી વધુ મેઇન્ટેનન્સ ચાર્જ આવતો હોવાથી પ્લાન્ટ પૂરતો જ લેવાય છે.

આ પણ જુઓ : વ્યાપારીઓ સામે તંત્રની લાલ આંખ

 એક ગામ સમજ્યું, તો 65 હજી કઈ નિંદ્રામાઁ?

આર્ટિકલ 21 થકી શુદ્ધ પૂરતું પીવાનું પાણી આમ નાગરિક નો મૂળભૂત અધિકાર છે, પંચાયત ની આવશ્યક જરૂરી રોજિંદી સેવામા પણ પાણી અતિમહત્વ ની બાબત છે પણ વાઘગઢ સિવાયના ધ્રાંગધ્રા તાલુકાના 65 ગામડાઓ આવા પ્રજાલક્ષી કાર્યો થી ઉદાસીન શા માટે હશે? મહત્વ ની વાત તો એ છે કે હમણાં હાલમાં જ ગામડાઓ માઁ ચોરીના બનાવ રોકવા ધારાસભ્ય ની દરમિયાન ગિરી થી પંચાયત ને પરાણે CCTV તમામ ગામ માઁ અમલી બનાવવાની ફરજ પડી હોય એમ ફલિત થાય છે, કારણ કે વાઘગઢ જેવા ગામ આગોતરા આયોજન માઁ માંગણી કરી ચુક્યા છે જે આજ સુધી તો બંધ ફાઈલ સમાન જ બની રહ્યું હતું.

Vaghgadh
ગામડામાં ચોરીના બનાવ બનતા ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા, dysp દેવધા અને PI ઘોરી નાં સંકલન બાદ ગામડાઓ માઁ CCTV અમલી બનાવવા પંચાયત હાલ રાજી થઈ જે સ્વંયમભુ સમજણ માઁ આજ સુધી કેમ નથી આવ્યું? પંચાયત નાં tdo ને રૂબરૂ ન મળતા ફોન માધ્યમ થી પ્રશ્ન કરતા એ અમારો પ્રશ્ન છે અમે જોઈ લેશું જેવા ઉડાઉ અને અયોગ્ય જવાબ મીડિયાકર્મી ને મળતા હોય તો ભોળા ગ્રામ્ય જનો ને શું જવાબ મળતાં હશે?

પંચાયત માઁ જ પીવાના શુદ્ધ પાણી નાં હાલ બેહાલ નજરે ચઢ્યા તો 66 ગામડાઓ ની જવાબદારી ની તો વાત જ ક્યાં કરીશું.!

દેશના વડાપ્રધાન મન કી બાત માઁ ગામડાઓ ની ચિંતા કરી ને થાક્યા પણ આગામી દિવસોમાં પંચાયતી જન પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, વહીવટી તંત્ર કે ઉચ્ચ વહીવટી તંત્ર પાણી ની મૂળભૂત જરૂરિયાત સામે જાગશે કે કુમ્ભકર્ણ નિંદ્રા અવિરત રહેશે? હવે આવા અનેક તિર સમાન પ્રશ્ન સાથે એક એક ગામ નું સ્પષ્ટ ચિત્ર જુવો અમારું ગામ અહેવાલ માઁ માત્ર OTT ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ઉપર.

No comments

leave a comment