Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝપંજાબ કોંગ્રેસમાં ફેરબદલ પાછળ શું પ્રશાંત કિશોરનો હાથ છે?

પંજાબ કોંગ્રેસમાં ફેરબદલ પાછળ શું પ્રશાંત કિશોરનો હાથ છે?

Prashant Kishor
Share Now

બે દિવસ સુધી શરૂ રહેલી મેરેથોન બેઠક બાદ કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)નું રાજીનામુ લઇને ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Chann)ને પંજાબના આગામી સીએમ નક્કી કર્યાં છે. જોકે ચૂંટણી પહેલા ચન્નીને નવા સીએમ બનાવવા સાથે એ અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે આખરે આ નિર્ણયથી પાર્ટીને કેટલો ફાયદો થશે અને શું ચન્ની એ જ ચમત્કાર જાળવી રાખશે જે કેપ્ટન અમરિંદર સિંહનું હતુ? જોકે તેનો જવાબ પાર્ટીને કેટલાક મહિના પહેલા જ મળી ચુક્યો છે અને જવાબ આપનાર શખ્સ હતો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore). પીકેએ ગત્ત મહિને પંજાબ સીએમ (Punjab CM)ના મુખ્ય સલાહકાર (Chief Advisor)ના પદ્દ પરથી રાજીનામુ (Resign)આપ્યુ હતુ. જોકે હવે જણાવવામાં આવી રહ્યું છે કે પીકેના ફીડબેકના આધારે પંજાબમાં કોંગ્રેસે આ મોટુ ફેરબદલ કર્યું છે.

પ્રશાંત કિશોરે (Prashant Kishor)પહેલા જ ફીડબેક આપ્યુ હતુ

પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે તેઓએ પંજાબના તત્કાલીન સીએમ કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)ના સલાહકાર પદ્દ પરથી રાજીનામું આપ્યુ હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોરે જ એ ફીડબેક આપ્યુ હતુ કે કોંગ્રેસ (Congress) આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી પાછળ રહેવાની છે.

આ પણ વાંચો: યુપી વિધાનસભા અધ્યક્ષે મહાત્મા ગાંધીની સરખામણી રાખી સાવંત સાથે કરી

અન્ય એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટીના આંતરિક સર્વેક્ષણોમાં પણ એ વાત સામે આવી છે કે, પંજાબમાં કોંગ્રેસ નબળી પડતી જઇ રહી છે અને આગામી ચૂંટણી (Election)માં પાર્ટી હાલમાં રહેલી સીટો પરથી 50 ટકા સીટ પર પણ જીત નહીં મેળવી શકે. જણાવી દઇએ કે પંજાબ વિધાનસભા (Punjab Assembly)ના 117 સભ્યમાંથી કોંગ્રેસ (Congress)પાસે હાલમાં 80 સભ્ય છે.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે?

જણાવી દઇએ કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore)નું કોંગ્રેસમાં સામેલ થવાને લઇને હજુ સુધી કોઇ નિર્ણય સામે આવ્યો નથી. જોકે રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીમાં તેને કોઇ મોટુ પદ્દ મળી શકે છે, જોકે તેના પર છેલ્લો નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેવાનો છે. પ્રશાંત કિશોરે ગત્ત મહિને એટલે કે 5 ઓગષ્ટના રોજ પંજાબ સીએમના મુખ્ય સલાહકાર (Chief Advisor)પદ્દ પરથી રાજીનામુ આપ્યુ હતુ.

કેપ્ટનને આ નિવેદન પડ્યુ ભારે

આ સિવાય ગાંધી પરિવારને નિર્ણય લેવામાં સામેલ ન કરવા અને પાર્ટી લાઇનથી અલગ રહેવુ પણ કેપ્ટનને ભારે પડ્યું છે. હાલમાં જ જલિયાવાલા બાગના રિનોવેશનને લઇને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કરી અને તેને શહિદોના અપમાન ગણાવ્યુ હતુ, જ્યારે કેપ્ટને આ બદલાવને સારો કહ્યો હતો.

જોકે પાર્ટીના સુત્રોનું માનીએ તો કેપ્ટનને પોતાની વિદાઇની જાણ 18 જુલાઇના રોજ જ થઇ ગઇ હતી, જ્યારે તેની નારાજગી હોવા છતા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

PM મોદીના જન્મદિવસની ઉજવણી જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment