Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશું પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે ?

શું પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે ?

PUNJAB POLITICS
Share Now

રાજકારણ પાર્ટીઓ માટે રણનીતિઓ બનાવવામાં પ્રસિદ્ધ પ્રશાંત કિશોર(PK)એ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકારના પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રશાંત કિશોરે આ રાજીનામુ તેવા સમયે આપ્યું છે, જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી છે.હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું છે. તેમની કોંગ્રેસના હાઈ કમાન્ડ સાથે મીટિંગ પણ થઈ ચૂકી છે. જોકે પ્રશાંત કિશોર કહી રહ્યા છે કે તેઓ થોડો બ્રેક લેવા ઈચ્છે છે અને પોતાના ભવિષ્ય વિશેનો પછી નિર્ણય લેશે.

કેપ્ટનને સંબોધિત પોતાના પત્રમાં પ્રશાંત કિશોરે લખ્યુ- જેમ તમે જાણો છો કે જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી રજા લેવાના મારા નિર્ણયને ધ્યાનમાં રાખતા, હું તમારા મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. કારણ કે મારે મારા ભવિષ્યના કાર્ય વિશે નિર્ણય લેવાનો છે, તેથી હું તમને વિનંતી કરુ છું કે મહેરબાની કરી મને આ પદેથી મુક્ત કરવાની કૃપા કરો. આ પદ માટે મને પસંદ કરવા અને અવસર આપવા માટે હું તમારો આભાર માનુ છું.

પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી તે કહેતા રાજીનામુ આપ્યું કે તેમણે જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે તેવી અટકળો હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે, જેને લઈને તેમણે રાહુલ ગાંધી સાથે પણ બેઠક કરી હતી.

આ પણ વાંચો : પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ સુનવણી : રિપોર્ટ્સ સાચો હોય તો આ ગંભીર મામલો

કેપ્ટનથી ખૂબ નજીક હતા પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીપ્રચારની જવાબદારી સંભાળી ત્યારે તેઓ સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ઘણી પાર્ટીઓ માટે કામ કર્યું છે. કેપ્ટનના સલાહકાર બનતાં પહેલાં તેમણે બંગાળમાં મમતા બેનર્જી માટે પણ કામ કર્યું હતું, પરંતુ પ્રશાંત કિશોર, કેપ્ટનની ખૂબ નજીક છે અને કહેવાય છે કે કેપ્ટનના સલાહકારપદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં આગામી ચૂંટણીમાં તેની ટીમ કેપ્ટન માટે કામ કરતી રહેશે.

ચર્ચા છે કે સિદ્ધુને આગળ લાવવામાં પ્રશાંતનો રોલ છે

નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવીને કોંગ્રેસ ચર્ચામાં આવી હતી. એવા ઘણા ઓછા લોકો હતા, જે વિરોધીઓ વિશે વાત કરી રહ્યા હતા. સિદ્ધુને આગળ લાવવા અને ગયા વખતે આપેલાં વચનોથી લોકોનું ધ્યાન હટાવવાની પ્રશાંત કિશોરની રમત હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ દેશભરમાં ઘણી પાછળ હોય એવું લાગે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના કહેવાથી પ્રશાંત કિશોર પાર્ટીમાં જોડાઈ શકે છે એવી અટકળો ચાલી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment