Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝવિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, 10 વર્ષમાં 90% ચૂંટણી હારી: પ્રશાંત કિશોર

વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, 10 વર્ષમાં 90% ચૂંટણી હારી: પ્રશાંત કિશોર

Prashant Kishor
Share Now

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના યુપીએ વાળા નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ જ્યાં મમતા બેનર્જીએ યુપીએના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે, તો બીજી તરફ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)હવે કહ્યું છે કે, વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી. આ પાછળ તેણે પોતાનો તર્ક આપ્યો છે.

કોંગ્રેસ 10 વર્ષમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી છે

પ્રશાંત કિશોરે (Prashant Kishor)ટ્વિટ કરીને લખ્યું છે કે, કોંગ્રેસ (Congress)જે વિચારો અને જગ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે એક મજબૂત વિપક્ષ માટે જરૂરી છે. પરંતુ એવું નથી કે, વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવી અધિકાર બની ગયો છે. તે પણ જ્યારે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી છે. આવી સ્થિતિમાં હવે વિપક્ષના નેતૃત્વની ચૂંટણી પણ લોકતાંત્રિક રીતે થવી જોઈએ.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ વળતો પ્રહાર કર્યો

પ્રશાંત કિશોરના આ નિવેદન પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ ટ્વિટ કરીને પલટવાર કર્યો છે. તેમણે લખ્યું કે, કોંગ્રેસ સંઘર્ષ કરવા અને ભારતીય લોકશાહીને આરએસએસથી બચાવવાની દૈવી ફરજ બજાવી રહી છે. એક વ્યાવસાયિક પક્ષો અથવા વ્યક્તિઓને ચૂંટણી (Election)કેવી રીતે લડવી તે અંગે સલાહ આપવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે અમારો એજન્ડા સેટ કરી શકતો નથી.

આ પણ વાંચ્યો: આઝાદે કહ્યું, મને નથી લાગતું કે અમે આગામી લોકસભાની ચૂંટણીમાં 300 બેઠક જીતી શકીશું

પ્રશાંત કિશોરની આ ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો વધશે તે નક્કી છે, પરંતુ તે પહેલા મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ કહ્યું હતું કે, યુપીએ હવે છે જ નહીં, તેથી એ પ્રશ્ન જ નથી થતો કે, તેના નેતા કોણ હશે. જણાવી દઈએ કે યુપીએનું પૂરું નામ યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) છે. જેનુ નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે, સોનિયા ગાંધી તેના નેતા છે.

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે અંતર વધી રહ્યું છે

જોકે કપિલ સિબ્બલ, મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ વિના યુપીએ શક્ય નથી, વિપક્ષોએ એકજૂટ રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના ઘણા નેતાઓ તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે, જે બાદ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે અંતર વધતું જોવા મળી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment