Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeહેલ્થકોવિડથી પીડિત ગર્ભવતિ મહિલામાં પ્રી-એક્લેમપ્સિયાનું જોખમ વધારે…

કોવિડથી પીડિત ગર્ભવતિ મહિલામાં પ્રી-એક્લેમપ્સિયાનું જોખમ વધારે…

pre eclampsia
Share Now

બ્રાઝિલના ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલી એક વૈજ્ઞાનિક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોરોના રોગચાળાથી પીડિત ગર્ભવતી મહિલાઓમાં પ્રી-એક્લેમપ્સિયા (Pre Eclampsia) થવાનું જોખમ વધારે હોય છે.

શું છે Pre Eclampsia…

 પ્રી-એક્લેમપ્સિયા ગર્ભાવસ્થા સાથે સંકળાયેલી એક અવસ્થા છે, જોકે, સામાન્ય રીતે ગર્ભાવસ્થાની અડધી અવધી પૂર્ણ કરી લીધા બાદ કે પછી શિશુના જન્મના થોડા સમય પછી થાય છે. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયામાં બાદ તેનો વિકાસ થવાની સંભાવના સૌથી વધારે હોય છે. પ્રી-એક્લેમપ્સિયા (Pre Eclampsia)ના લીધે અપરા એટલે કે પ્લેસેન્ટામાંથી લોહીનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. જેના લીધે માતાના શરીરમાં લોહીનું પરિભ્રમણ અનિયંત્રિત થઈ શકે છે અને ગર્ભસ્થ શિશુને પૂરતા પ્રમાણાં ઓક્સિઝન અને પોષક તત્વો મળી શકતા નથી. જેનાથી તેના વિકાસમાં અટકળો આવી શકે છે. આ સમસ્યાના લીધે માતા-અને શિશુ બંનેને ગંભીર નુકસન પહોંચી શકે છે.

જર્નલ ક્લિનિકલ સાયન્સની ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું. જેમાં પરિણામ આવ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાનો રોગ થવાથી એસઈ2 ના કાર્ય પર અસર પડે છે જેનાથી શરીરમાં પ્રોટિનની હાનિ થઈ શકે છે, જોકે, પ્લેસેન્ટાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ એસઈ2ના કાર્યના પ્રભાવિત થવાથી માતાના લોહિના દબાણ પર પણ અસર કરે છે.

જોકે, એસીઈ2 એક પ્રકારનું પ્રોટિન છે, જે કોરોના થવાથી પ્રભાવિત થનારી કોશિકાઓ (એસીઈ2 રિસેપ્ટેર)ને બાંધવાનું કાર્ય કરે છે. નોંધનિય છે કે, એસીઈ2 સ્તરમાં પરિવર્તન એ પ્રણાલીના કામકાજને રોકી દે છે, જે લોહીના દબાણને નિયંત્રિત કરવા માટે તેના પર નિર્ભર હોય છે.

pre eclampsia

IMAGE CREDIT: CELL PRESS

ગર્ભવતી મહિલાઓમાં સાર્સ-કોવી-2 દ્વારા ચેપ થવાની અને પ્લેસેન્ટામાં તેના લીધે એસીઈ2ના કાર્યોને પ્રભાવિત થવાના લીધે રિસર્ચના પરિણામના આધાર પર, ગર્ભવતી મહિલાઓની તુલનામાં, કોવિડ-19 ચેપી રોગના ગંભીર રીતે વિકસિત થવાનું જોખમ વધારે થાય છે. ગર્ભવતી મહિલાઓમાં સાર્સ-કોવી-2 થવાથી એસીઈ2ના રિસેપ્ટર તેન પ્લેસેન્ટામાં પ્રચુર પ્રમાણ હોય છે. એવામાં તેમના શરીરમાં વાઈરસ દ્વારા એન્ઝાઈમની ક્રિયાના અવરોધની પ્રક્રિયાના લીધે ગર્ભવતી મહિલાઓમાં કોવિડ-19ના ગંભીર પ્રભાવ જોવા મળે છે.

જોકે, વાઈરસ આ પ્રક્રિયાનો ઉપયોગ કોશિકાઓ પર આક્રમણ કરવા માટે કરે છે, જેનાથી સંભવતઃ એસીઈ2ની ઉપલબ્ધતા ઓછી થવા લાગે છે અને ગર્ભાવસ્થા દરમિયાનની કાર્યપ્રણાલીની સુરક્ષાની ક્ષમતા પ્રભાવિત થાય છે. શરીરમાં એસીઈ3ની ઉણપથી રેનિન-એન્જિયોટેન્સિન પ્રણાલીમાં અસંતુલન હોઈ શકે છે, સાથે જ પેપ્ટાઈડ એન્જિયોટેન્સિન 2માં વૃદ્ધિ થઈ શકે છે. જેના લીધે વેસોકોન્સ્ટ્રિક્ટર, માતાના લોહિના પરિભ્રમણને વધારે છે અને પ્રી-એક્લેમપ્સિયાનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચોઃ- હાયપર સાઈલન્ટ અટેક એક ગંભીર બીમારી.. ન કરો તેની અવગણના

આ શોધમાં ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ના પ્રત્યે વધારે સંવેદનશીલ કેમ છે, અને પ્રી-એક્લેસપ્સિયામાં કોરોના રોગચાળાની શું ભૂમિકા છે, વિષય પર વધારે શોધની જરૂર છે. રિસર્ચર જણાવે છે કે, આ કારણોને જાણવા તથા પ્રી-એક્લેમપ્સિયા ઉપરાંત, પ્લેસેન્ટલ સોજા અને વેસ્ક્યુલાઇઝેશનમાં કોરોનાવાયરસ દ્વારા રોગચાળાની ભૂમિકા લઈને વાયરસથી પીડિત મહિલાઓથી પ્લેસેન્ટાના નમૂના એકત્રિત કરી રહ્યાં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment