Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeહેલ્થપ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા આ રીતે વધારો ફર્ટિલિટી

પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા આ રીતે વધારો ફર્ટિલિટી

Pregnancy
Share Now

દરેક પરણિત યુગલ એક સમય બાદ ફેમિલી વધારવાનું પ્લાનિંગ કરે છે. જોકે, એ બધા માટે સરળ નથી હોતુ. ક્યારેક ક્યારેક કંસીવ (Pregnancy) કરવામાં ઘણો સમય લાગે છે. એકસ્પર્ટનું કહેવુ છે કે, જો તમે બેબી પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફર્ટાઈલ ડેઝ અને હેલ્ધી વેટથી લઈને કંઈક એવા સપ્લીમેન્ટ લેવા જરૂરી છે. જે ફર્ટિલિટી વધારવા માટે યોગ્ય ડાયટ પણ જરૂરી છે.

રિસર્ચમાં ડાયટ અને ફર્ટિલિટી વચ્ચે એક ખાસ સંબંધ છે તેવું જાણવા મળ્યું છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક લેખ અનુસાર, “અનસેચુરેટેડ ફેટ, અનાજ, શાકભાજી અને માછલી મહિલાઓ અને પુરુષો બંનેની ફર્ટિલિટીમાં સુધારો લાવી શકે છે. જ્યારે આલ્કોહોલ, કેફીન, સેચુરેટેડ ફેટ અને શુગર મહિલાઓ અને પુરુષોની ખરાબ ફર્ટિલિટી સાથે સંકળાયેલા છે.”

તાજા ફળો અને શાકભાજી-

બીટ, કેપ્સીકમ જેવા ફળો અને શાકભાજી ફર્ટિલિટીને વધારવામાં ઘણા કારગાર માનવામાં આવે છે. ખાટા ફળો, કઠોળ અને લીલા શાકભાજીમાં ફોલિક એસિડ રહેલુ હોય છે. આ ફર્ટિલિટી વધારવાની સાથે બાળકોનો વિકાસ સારી રીતે કરે છે. તેના સેવનથી સ્ટ્રેસ દૂર થઈ જાય છે જે પ્રેગ્નેન્સી (Pregnancy) માટે જરૂરી માનવામાં આવે છે.

પ્રોટીનની માત્રા વધારો-

ડોક્ટરનું કહેવું છે કે, તમારી ડાયટમાં હાઈ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે માટે ફણગાવેલા મગ, સોયાબીન, પનીર, દાળ, બીન્સ, ઈંડાનો સફેદ ભાગ, માછલી અને ચિકન ખાવાનો પ્રયત્ન કરો. આ બેલેન્સ ડાયટથી કપલ્સને દરેક જરૂરી વિટામિન, એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ્સ કુદરતી રીતે જ મળી જાય છે.

Pregnancy પહેલા ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું મહત્વ

બેબી પ્લાન કરનારા કપલ્સે દરરોજ સૂકા મેવા ખાવા જોઈએ કેમકે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરમાં રિએક્ટિવ સ્પીશીઝ કેમિકલને ઓછુ કરે છે. આ કેમિકલ એગ્સ અને સ્પર્મથી જોડાઈને તેને ખરાબ કરી દે છે. એન્ટિઓક્સિડન્ટથી બોડીમાં રિએક્ટિવ ઓક્સિઝ સ્પીશીઝ કેમિકલનું પ્રમાણ ઓછુ થઈ જાય છે.

pregnancy

IMAGE CREDIT:- LIVE SCIENCE

સમ્યાતંરે ખોરાક લેવાનું રાખો

ઈનફર્ટિલિટીની સમસ્યાથી પરેશાન લોકોને વજન ઓછુ કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં સુધી કે 5% વજન ઓછુ કરવું પણ ઓવુલેશન સાઈકલમાં મદદ કરી શકે છે. ડોક્ટર્સનું કહેવુ છે કે, ફર્ટિલિટી વધારવા માટે ત્રણ વાર વધારે પડતો ખોરાક લેવાની જગ્યાએ 5-6 વાર થોડુ થોડુ ખાવુ જોઈએ.

તે ઉપરાંત દરરોજ કપલ્સે 30-45 મિનિટ એક્સરસાઈઝ કરવી જોઈએ, ઘણુ બધુ પણી પીવો અને જો તમારા શરીરમાં વિટામિન-Dની ઉણપ છે તો ડોક્ટર્સની સલાહ લઈને દવાઓ પણ લઈ શકો છો.

આ પણ વાંચોઃ- શું તમને પથારીમાંથી ઉઠતા વખતે ચક્કર આવે છે?

શુગર લેવલને કંટ્રોલ કરો…

જો બેબી પ્લાન કરી રહ્યાં છો તો તમે શુગર લેવલ પર સતત નજર રાખો. શુગર લેવલ વધારવા અને ડાયાબિટીઝના લીધે સ્પર્મની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. જો તમારુ શુગર લેવલ હંમેશા વધતુ રહે છે તો તેને વોક, ડાયટ અને દવાઓના માધ્યમથી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. તેના લીધે ફર્ટિલિટી ક્ષમતા ફરી વધી જશે.

આટલી વસ્તુઓનોને ટાળો

ડાયટમાં કેટલીક જરૂરી વસ્તુઓ સામેલ કરવાની સાથે કેટલીક વસ્તુઓના સેવનથી બચવુ પણ જોઈએ. રેડ મીટ, ઓટલી ફૂડ, માખણ, ઘી જેવા ફ્રાઈડ, ફેટી અને હાઈ કોલેસ્ટ્રલવાળી વસ્તુઓને ખાવાથી બચો. મેંદો અને વ્હાઈટ શુગરનું સેવન એકદમ ઓછુ કરી દો. આલ્કોહોલ અને સ્મોકિંગ એકદમથી બંધ કરી દો. રોટી બનાવવા માટે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment