Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeઇતિહાસપ્રેમચંદની ‘યે થા મંગલસૂત્ર’ નવલકથા જે ક્યારેય પુર્ણ જ ના થઇ…

પ્રેમચંદની ‘યે થા મંગલસૂત્ર’ નવલકથા જે ક્યારેય પુર્ણ જ ના થઇ…

premchand
Share Now

ભારતના પ્રસિદ્વ લેખકોમાંથી મુંશી પ્રેમચંદને (Premchand) ઉપન્યાસ સમ્રાટ પણ કહેવામાં આવે છે.  પ્રેમચંદનું મુળ નામ ધનપત રાય હતુ. તેમના ઉપન્યાસની હિન્દી સાહિત્યની એવી વિરાસત છે, જેના વગર હિન્દી વિકાસનું અધ્યયન અધુરુ છે. જે પ્રકારના સાહિત્યનું સર્જન પ્રેમચંદ કરતા હતા, તેનું એક કારણ દેશમાં અંગ્રેજોનું શાસન હતું.

વર્ષ 1880 ની 31 જુલાઇની એ તારીખ હતી જ્યારે મુનશી પ્રેમચંદનો(Premchand) જન્મ થયો, વારાણસીના લમહી ગામમાં જન્મેલા પ્રેમચંદના માતા આનંદી દેવી અને પિતા અજાયબરાય લમહીમાં ડાક મુંશી હતા. આજે હિન્દી કથા સમ્રાટ પ્રેમચંદની જયંતિ છે.

15 વર્ષની ઉંમરમાં લગ્ન 

ડરપોક પ્રાણીઓમેં સત્ય ભી ગૂંગા હો જાતા હૈ: પ્રેમચંદ

Premchand

Image Coutrsey: Wikipedia

શરુઆતથી જ પ્રેમચંદને ભણવાનો શોખ હતો. પ્રેમચંદે તેમની શિક્ષા ઉર્દુ,ફારસી ભાષામાં શરુ કરી હતી, ધનપતરાય 15 વર્ષના હતા ત્યારે પિતાએ પ્રેમચંદના લગ્ન કરી નાખ્યાં હતાં, પણ ધનપતરાયનાં લગ્નના એક જ વર્ષ પછી તેમના પિતા દુનિયા છોડીને જતાં રહ્યાં હતા. એટલે પરિવારના લોકોના ભરણપોષણની તમામ જવાબદારી ધનપતરાય પર આવી પડી હતી, પરિવારમાં કુલ પાંચ લોકો હતા.

કઇ રીતે મળ્યુ પ્રેમચંદ નામ?

સ્ટોરીના સમ્રાટ ધનપતરાય થી પ્રેમચંદ બનવાનો સફર દિલચસ્પની સાથે સાથે ભાવુક પણ છે. પ્રેમચંદ માત્ર 8 વર્ષના હતા અને તેમની માતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પ્રેમચંદના દિવસો પણ નાણાકીય તંગીમાં પસાર થતા હતા. નાનપણમાં લગ્ન કરી લીધેલા પ્રેમચંદ બીજાં લગ્ન પછી  પ્રેમચંદની પરિસ્થિતિ થોડીક બદલવા લાગી,જે બાદ એમની પાંચ વાર્તાઓનો સંગ્રહ ‘સોજે વતન’ પ્રકાશિત થયો હતો. ‘સોજે વતન’માં પ્રેમચંદે દેશપ્રેમ અને દેશવાસીઓના દર્દની વાતો લખી હતી. અંગ્રેજ શાસકોને તેમાંથી બળવાખોરીની ગંધ આવવા લાગી હતી.

‘સોજે વતન’

Soje vatan

Image Courtesy: Wikipedia

 

એ ઉપરાંત સરકારની પરવાનગી વિના કશું લખવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો.  પ્રેમચંદ એ સમયે નવાબરાયના નામે લખતા હતા, સરકારે નવાબરાયને પકડી લીધા હતા અને પછી શું હતુ?  ‘સોજે વતન’ વાર્તા સંગ્રહને અંગ્રેજોએ તેમની આંખોની સામે જ સળગાવી દીધો અને આ ઘટના પ્રેમચંદના મન પર લગી ગઇ. સોજે વતન એટલે દેશનું દર્દ…

પ્રેમચંદની કહાનીઓ

 • પંચ પરમેશ્વર
 • ગુલ્લી દંડા
 • ઇર્દગાહ
 • બડે ભાઇ સાહબ
 • પુસ ની રાચ
 • કફન, ઠાકુર કા કુવા
 • દુધ કા દામ
 • મંત્ર
 • ચાવાન
 • બુઢી કાકી
 • વિધ્વસ
 • મંત્ર

પ્રેમચંદે સોજે વતનને નવાબરાયના નામે છપાવ્યો હતો, અંગ્રેજી હુક્મરાને આ સ્ટોરીમાં બગાવત દેખાવા લાગી જેથી તેમની ‘સોજે વતન’ વાર્તા સંગ્રહને અંગ્રેજોએ તેમની આંખોની સામે જ સળગાવી દીધો હતો.

આ ઘટના બાદ ધનપતરાય નવાબરાય નહીં, પણ આજીવન પ્રેમચંદ બની રહ્યા. પછી તેમના નજીકના સ્નેહી મુનશી દયા નારાયણ નિગમે ધનપતરાયને પ્રેમચંદ નામ અપનાવાનું સૂચન કર્યું હતુ.

સોજે વતન એટલે દેશનું દર્દ…

Mansarovar

sevasadan

Image Courtesy: Wikipedia

કહેવાય છે કે, ગરીબી, શોષણ અને અન્યાય તેમજ ઉત્પીડતનું લિખિત દસ્તાવેજ બની જાય તો લેખક અમર થઇ જાય છે. પ્રેમચંદ આવા જ લેખક હતા. 20 મી સદીની શરૂઆતમાં કાનપુરથી પ્રકાશિત થતા ઉર્દૂ સામયિક ‘જમાના’ના તંત્રી હતા, પ્રેમચંદની પહેલી વાર્તા ‘દુનિયા કા સબસે અનમોલ રતન’ તેમણે જ પ્રકાશિત કરી હતી.

પ્રેમચંદનું જીવન અંત સુધી મુશ્કેલીઓમાં ચાલતુ રહ્યું. માતાના નિધન બાદ પ્રેમચંદના પિતાએ બીજા લગ્ન કરી લીઘા, જે બાદ પ્રેમચંદને તેમની માતા સૌતેલી મા ની જેમ વર્તન કરવા લાગી, જેથી તેમને નાનપણમાં માતાના પ્રેમ અને હુંફ ન મળી શક્યો છતાં તેમને પોતાનો લખવાનો અને ભણવાના શોખને ઓછો ન કર્યો. જિંદગીનાં અંતિમ વર્ષોમાં પ્રેમચંદે ‘યે થા મંગલસૂત્ર’ નવલકથા લખવાનું શરૂ કર્યું હતું, પણ એ નવલકથા ક્યારેય પૂર્ણ થઈ નહીં.

પ્રેમચંદની કહાનીઓમાં પંચ પરમેશ્વર, ગુલ્લી દંડા, ઇર્દગાહ, બડે ભાઇ સાહબ, પુસ ની રાચ, કફન, ઠાકુર કા કુવા, દુધ કા દામ, મંત્ર, ચાવાન, બુઢી કાકી, વિધ્વસ, મંત્ર નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો:  30 જુલાઈ, એ તારીખ જ્યારે અંધારામાં ડુબી ગયો હતો આખો દેશ

No comments

leave a comment