Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝગણેશોત્સવની તૈયારીઓ શરુ

ગણેશોત્સવની તૈયારીઓ શરુ

keshod photo
Share Now

આયા મોસમ ત્યોહારો કા !

તહેવારોની મોસમ ફરી શરુ થઇ છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ પુરો થયા બાદ તરત જ ગણેશજી પધારશે. છેલ્લા 2 વર્ષથી તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગેલું હોવાથી બધા જ તહેવાર જાણે કે આવ્યા જ નહોતા તેમ કોરેકોરા આવીને જતા રહ્યા. લોકોનો ઉત્સાહ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ક્યાંક ખોવાય ગયો. જો કે, હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. કોરોનાની ખુબ જ ઘાતકી એવી બીજી લહેર પૂરી થઇ ગઈ છે ત્યારે સરકારે પણ આંશિક છૂટછાટો આપી છે. લોકો ફરી ઘરની બહાર નીકળતા થયા છે. ત્યારે હવે તહેવારોની પણ ઉજવણી કરી શકાશે તેવી આશા લોકો રાખી રહ્યા છે. 

keshod photo

ગણેશોત્સવ માટે ગાઈડલાઈન્સ જાહેર થતા યુવાનોમાં ઉત્સાહ  

હાલ શ્રાવણ માસમાં લોકો ભગવાન ભોલેનાથની આરાધના કરી રહ્યા છે ત્યારે શ્રાવણ માસ પૂર્ણ થતા ગણેશોત્સવ શરુ થશે. ભાદરવા સુદ ચોથથી આનંદ ચૌદસ સુધી ગણેશોત્સવની ઉજવણી થશે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ માટે ગાઈડ લાઈન જાહેર કરી આપતાં યુવાનોમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જો કે, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં કોરોનાના કેસ વધશે તો તહેવારો પર ફરી પ્રતિબંધ મુકવામાં આવશે. પરંતુ હાલ તો યુવાનો ગણેશજીને આવકારવા માટે જોરોશોરોથી તૈયારીઓ કરી રહ્યા છે.

keshod photo

જુઓ આ વિડીયો : સંકટ ચતુર્થીનો મહિમા 

કારીગરો મૂર્તિ બનાવવાના કામે લાગ્યા 

કેશોદ શહેરમાં વિવિધ નાનાં મોટાં યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ચાલીસેક જેટલા સ્થળોએ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે અને ઉપરાંત કેશોદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. કેશોદ શહેરનાં માંગરોળ રોડ પર આવેલા દુંદાળા દેવ ગણપતિ બાપાની મુર્તિઓ બનાવતાં કારીગરો દ્વારા જુદા-જુદા સ્વરૂપોની અને નાની મોટી જુદી-જુદી માપની મૂર્તિઓ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. કેશોદ પંથકનાં અમુક મંડળો દ્વારા ખાસ પસંદગીની મૂર્તિ બનાવવાના ઓર્ડર અત્યારથી જ આપી રહ્યાં છે.

keshod photo

વિઘ્નહર્તા પધારો અને સર્વે સંકટ હરી લો 

હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો ઉત્સવોની ઉજવણીનું ખાસ મહત્વ હોય છે પરંતુ છેલ્લાં દોઢેક વર્ષથી કોરોના મહામારી વચ્ચે એ શક્ય નથી બની રહ્યું. આ ભયંકર કોરોનાકાળમાં લોકોએ પરિવારજનો અને મિત્રો સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ દુઃખમાંથી આધ્યાત્મિક તરફ વળીને ફરીથી રોજીંદા જીવનમાં તાજગી આવી શકશે અને જીવનશૈલીમાં થોડા ઘણા અંશે ફેરફાર કરી શકાશે. સાથે જ જીવન પુર્વવત કરી શકાશે એવું જાણકારોનું માનવું છે. તો વિઘ્નહર્તા પધારી સમગ્ર વિશ્વને કોરોના મહામારીના આ મહાસંકટમાંથી ઉગારે તેવી લોકો સંકટમોચનને પ્રાર્થના કરી રહ્યા છે.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment