Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝસાવરકુંડલામાં ઈંગોરિયા યુદ્ધની તૈયારી શરૂ: ઈંગોરિયા યુદ્ધ પર તાઉ-તે વાવાઝોડાની અસર જાણો કેમ

સાવરકુંડલામાં ઈંગોરિયા યુદ્ધની તૈયારી શરૂ: ઈંગોરિયા યુદ્ધ પર તાઉ-તે વાવાઝોડાની અસર જાણો કેમ

DIWALI
Share Now

દિવાળીમાં ઈંગોરીયાની લડાઈની વાત આવે ત્યારે પહેલું નામ  અમરેલીનું સાવરકુંડલાનું સામે આવે છે. કારણ કે, વર્ષોથી સાવરકુંડલાની ઈંગોરિયા ફાઈટ દિવાળી પર ખુબ જાણિતી છે.તો સાથે જ  લોકો માટે આકર્ષણનું પણ માધ્યમ પણ બન્યું છે.. પરંતુ હવે સમય સાથે જે ઈંગોરિયાનો લડાઈમાં ઉપયોગ થતો હતો. તે ઈંગોરિયા અને તેના ઝાડ જ હવે લૂપ્ત થવાના આરે પહોંચી ગયાં છે.. જેના કારણે આ વખતે હવે દિવાળીમાં ઈંગોરિયા ફાઈટ નહીં જોવા મળે. જોકે ફાઈટ તો થશે. પરંતુ ઈંગોરિયાનું સ્થાન કોકડા લઈ લેશે.તો તાઉતે વાવાઝોડા બાદ ઝાડવાઓને ભારે નુકસાની જોવા મળી હતી.તો સાથે જ અતિયારે આ ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને હવે છેલ્લી દિવસોની તેૈયારીઓ ચાલી રહી છે. સાવરકુંડલા ગામમાં છેલ્લા 70 કરતા વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે્ તાઉ-તે વાવાઝોડાને કારણે ઈંગોરિયાનાં વૃક્ષો પડી જતાં એના સ્થાને કોકડાનો ઉપયોગ વધુ થશે. કારીગરો હાલ ઈંગોરિયા અને કોકડા બનાવવામા વ્યસ્ત બન્યા છે. તો લોકો ઈંગોરિયા યુદ્ધ રમવા અને જોવા માટે ઉત્સુક બન્યા છે. શું છે આ ઈંગોરિયા યુદ્ધની વિશેષતા એ જાણીએ.

70 વર્ષ કરતાં વધુ જૂની પરંપરા

સાવરકુંડલાની દિવાળીની રાત્રિ જગ વિખ્યાત છે. લોકો દુર દુરથી  આ  પરંપરા જોવા આવતા હોય છે.અને સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઈંગોરિયાનું યુદ્ધ ખેલાય છે. આ રમત વર્ષો જૂની પરંપરા છે જેને સાવરકુંડલાના યુવાનો નિભાવી રહ્યા છે. આ લડાઈની વાત કરીએ તો દિવાળીના દિવસે સાવરકુંડલાના મણીભાઈ ચોક વિસ્તારમાં નાત જાતના ભેદભાવ વિના સાવરકુંડલાના યુવાનો આ રમત રમે છે. આ વર્ષના તાઉતે ના કારણે  હાલ ઈંગોરીયાનું સ્થાન કોકડાએ લીધું છે. ગંધક,કોલસો સુરોખાર નાખી હર્બલ દારૂ બનાવી આ કોકડામાં નાંખી યુવાનો ખેલ ખેલશે. ઉલ્લેખનીય છે કે ઈંગોરિયાનું ફળ વૃક્ષ પર થાય છે. તાઉતે વાવાઝોડામાં ઈંગોરિયાના અનેક વૃક્ષો નામશેષ થઈ ગયા હતા. તેને કારણે ઈંગોરિયા લુપ્ત થવાના આરે છે. ત્યારે ઈંગોરિયા ચાહકોએ એક નવો નુસ્ખો શોધી કાઢયો છે.ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાની અસર ખુબ જોવા મળી હતી.તો સાથે જ ધણી નુકસાની થવા પામી હતી. અને  ઈંગોરિયાના ચાહકોએ ઈંગોરિયાના બદલે દોરાના ખાલી કોકડા લાવી તેમા હર્બલ દારૂ ભરી તેને તૈયાર કરી હવે ઈંગોરિયાની જગ્યાએ કોકડાની લડાઈ લડવાનું નક્કી કર્યુ છે. આમ સાવરકુંડલાના યુવાનોએ કોઈ પણ ભોગે પોતાની પરંપરા નિભાવી એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તો આ ગામની વાત કરીએ તો સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે 70 વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવે છે. આ ઈંગોરિયા યુદ્ધ ખેલવા માટે યુવાનો દિવાળીની રાતની સખત રાહ જોતા હોય છે તો ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની શરૂઆત બે મહિનાથી કરી દેવામાં આવે છે. 

DIWALI

સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધ ચોકમાં યુદ્ધનું આયોજન કરાશે

છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે ઈંગોરિયાનું યુદ્ધ ખેલાયુ ન હતું. જેના કારણે  આ વર્ષે યુવાનો રમવા માટે ઉત્સાહ સાથે થનગની રહ્યા છે. આ વર્ષે ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલા શહેરના દેવળા ગેટ નજીક રિદ્ધિસીધી ચોકમાં  આયોજન કરવામાં આવે છે.તો આ વર્ષના  પણ જોવા મળશે. આ ઈંગોરિયા યુદ્ધમાં નાનાથી લઈ મોટા લોકો નિખાલસતાથી એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી મજા માણવામાં આવે છે.આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી. લોકો એક બીજાને પ્રેમ ભાવ અને લાગણી પૂર્વક ઈંગોરિયા ફેંકી રમતની મજા માણે છે. ખાસ કરીને યુવાનો દ્નારા આ ખેલ રમવામાં આવે છે.

કઈ રીતે બને છે આ ઈંગોરિયા?

ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેમાં આવતા ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ભરી દેવામાં આવે છે.તો આ વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. તેના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે, વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થતા ઈંગોરિયાની આ વર્ષે અછત ઉભી થઈ છે. તો જેને ખબર ના હોય તેવા નવા લોકો આ ઈંગોરિયા ફેંકે તો દાઝી જવાની તેમજ તેઓ ઈજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે. જેથી અહીંના સ્થાનિકો ખૂબ અનુભવી થઈ ગયા છે. બહારના લોકો માટે આ હાનિકારક છે.. આ યુદ્ધ અજાણ લોકો માટે જોખમી પણ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment