Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઅફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડતા સમયે કાર અને હેલિકોપ્ટરમાં શું લઇ ગયા?

અફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડતા સમયે કાર અને હેલિકોપ્ટરમાં શું લઇ ગયા?

Share Now

તાલિબાને (Taliban) કાબુલ (Kabul) પર કબજો જમાવ્યાના ગણતરીની કલાકોમાં જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશને છોડી દીધો હતો. દેશને છોડતા જાણકારી મળી હતી કે રાષ્ટ્રપતિ કોઇ પાડોશી દેશમાં ગયા છે, પરંતુ હાલમાં કોઇ જાણકારી સામે આવી નથી કે તેઓ ક્યા છે. જોકે રાષ્ટ્રપતિ (president)એ દેશ છોડ્યા બાદ રૂસી રાજદુત દૂતાવાસે એક ચોંકાવનારો દાવો કર્યો છે. રૂસી દૂતાવાસનું કહેવુ છે કે રાષ્ટ્રપતિ (president) અશરફ ગની અફઘાનિસ્તાનથી જતા સમયે 4 કાર (Car) અને એક હેલિકોપ્ટર (Helicopter)માં પૈસા ભરીને સાથે લઇ ગયા છે. પૈસા એટલા હતા કે તમામ કાર અને હેલિકોપ્ટરમાં સમાયા નહીં તો કેટલાક પૈસા છોડીને જતા રહ્યા હતા. જણાવી દઇએ કે 15 ઓગષ્ટના રોજ અશરફ ગનીએ એ કહેતા દેશ છોડ્યો હતો કે તે ખુન ખરાબા ઇચ્છતા નથી.

રૂસની તાલિબાન (Taliban) પર નજર

અફઘાનિસ્તાન (Afghanistan)પર તાલિબાને પુરો કબજો જમાવ્યા બાદ કેટલાક પશ્ચિમી દેશે પોતાના દૂતાવાસ બંધ કરી અને લોકોને ત્યાંથી બહાર નિકાળ્યા હતા. રૂસનું કહેવુ છે કે તે કાબુલમાં પોતાની રાજદ્વારી જાળવી રાખશે. તેને આશા છે કે તે તાલિબાન સાથે સારો સંબંધ બનાવી શકે છે. તેનુ એ પણ કહેવુ છે હાલમાં તે તાલિબાન પર નજર રાખી રહ્યા છે. તાલિબાન (Taliban)ની સરકારને સત્તાવાર માન્યતા આપવાની તેને કોઇ જલ્દી નથી.

એરપોર્ટ પર અફરાતફરી

ઉલ્લેખનિય છે કે હાલમાં અફઘાનિસ્તાનની તમામ બોર્ડર (Boarder) પર તાલિબાનોએ કબ્જો કરી લીધો છે. આ તમામ વચ્ચે એયરપોર્ટ એકમાત્ર વિકલ્પ છે. જેમાંથી લોકો અફઘાનિસ્તાનથી બહાર નિકળી શકે. કાબુલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે વીડિયોમાં લોકોમાં અફરાતફરી સર્જાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને  ડર છે કે આ વિકલ્પ પણ જલ્દીથી ખતમ થઇ રહ્યો છે. તેવામાં લોકો કોઇ પણ પ્લેનમાં બેસી અફઘાનિસ્તાનથી નિકળવાની કોશીશ કરી રહ્યા છે.

લોકો દેશ છોડી ભાગી રહ્યા છે

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે. લોકો વિમાનો પર લટકવાની કોશિશ કરતા નજરે ચઢી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના ડરથી લોકો દેશ છોડી ભાગી રહ્યા છે. કાબુલ (Kabul) એયરપોર્ટ (Airport)થી ઉડાન ભરી રહેલા પ્લેન (Plane)માં લોકોને જગ્યા નહીં મળતા ત્રણ લોકો ટાયર પકડી અને સવાર થયા હતા. જેમાં તેનું અફઘાનિસ્તાન છોડવાનું સપનું સપનુ જ રહી ગયુ હતુ. ત્રણ લોકો પ્લેનમાંથી પડ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયા છે. હાલમાં આ અંગેની કોઇ જાહેરાત ન કરી શકીએ કે આ વીડિયો (Video) ક્યારનો છે અને શું પ્લેનમાં આ લોકો લટક્યા હતા કે નહીં.

તાલિબાન રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ

કાબુલ (Kabul)માં દાખલ થયાની સાથે જ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. આ સાથે જ તાલિબાન (Taliban)ના આતંકી રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી ગયા હતા. એટલુ જ માત્ર નહીં ત્યાં તલિબાનોએ પોતાનુ નિશાન પણ છોડી દીધુ. જણાવી દઇએ કે રવિવારે તાલિબાન કાબુલમાં ધુસી ગયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ.

તાલિબાન દેશનું શું નામ આપી શકે છે?

અશરફ ગનીના હટ્યા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન (Taliban) તરફથી હવે મૌવાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ (President) બનાવી શકે છે. જણાવી દઇએ કે અશરફ ગની દેશ છોડીને જતા રહ્યા છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ (Vice president)અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધુ છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપી શકે છે.

લોકોને ચેતવણી

તાલિબાને (Taliban) જાહેરાત કરી છે કે હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાનુન લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઇ પણ દેશ છોડવાની કોશિશ ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યુ કે 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જેવી રીતે કામ કરતા હતા, હવે તેવી જ રીતે તે ફરી કામ કરે. તાલિબાને વધુમાં જણાવ્યું કે એક નવી શરૂઆત કરે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડથી સાવધાન રહે.

તાલિબાને (Taliban) પોતાનો ઝંડો લગાવ્યો

નોંધનીય છે કે તાલિબાનના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આતંકી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઇ અને બેસ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ખુરશી, સોફા પર આતંકી બેસતા નજરે ચઢી રહ્યા છે. તાલિબાને રવિવારે જાહેરાત કરી કહ્યુ હતુ કે કાબુલમાં રહેલા તમામ હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લઇ લીધા છે. એવા પણ ફોટા (Photo) સામે આવ્યા હતા કે જેમાં આતંકી અફઘાનિસ્તાનનો સરકારી ઝંડો નિકાળી અને પોતાના ઝંડા લગાવી રહ્યા હતા.

રસ્તા (Road)ઓ પર ટ્રાફીક

જણાવી દઇએ કે તાલિબાનના લડવૈયાઓએ કાબુલ શહેરની બહારના વિસ્તારોમાં રવિવારે પ્રવેશ કરી લીધો હતો. જેનાથી સ્થાનિકોમાં ભયના માહોલ ફેલાયો હતો. એયરપોર્ટ (Airport), રસ્તા (Road)ઓ પર લોકોની ભીજ  નજરે આવી રહી હતી. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. કંધાર, હેરાત, મજાર-એ-શરીફ અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34 માંથી 25 પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે. 

ઉલ્લેખનિય છે કે આ પહેલા રવિવારે તાલિબાને (Taliban) એક નિવેદન બહાર પાડતા કહ્યુ કે તે વચન આપે છે કે કોઇ પણ નાગરિક અથવા સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના જણાવ્યાં અનુસાર પુરા દેશ પર હવે તેમનો કબ્જો છે.

તાલિબાન સેના અને સરકારી કર્મી (Government Employee)ઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાને કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલા (Kabul)માં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેનાને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ ન છોડે

તાલિબાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકાર (Government)ને જોવે.

આ પણ વાંચો: માનવતા મરી: અફઘાનિસ્તાનની મદદે કોઈ દેશ નહી, ત્રણ લોકો વિમાનમાંથી પટકાયા

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment