જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સલમાન ખુર્શીદના નિવેદનનું સમર્થન કર્યું છે. મહેબૂબા મુફ્તીએ માત્ર સમર્થન જ નહીં પરંતુ એમ પણ કહ્યું કે હિન્દુત્વને ભાજપ અને આરએસએસ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું છે. આ પહેલા સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા સંગઠનો સાથે કરી હતી જેના કારણે ખળભળાટ મચી ગયો હતો.
હિન્દુત્વનો અર્થ ભાજપ અને આરએસએસ નથીઃ મહેબૂબા
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આરએસએસ, જનસંઘ અને ભાજપ દેશમાં લોકોને લડાવવા માંગે છે, હિંદુત્વ ક્યારેય સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન નથી આપતું, તેઓએ હિંદુત્વને હાઈજેક કર્યું છે. પરંતુ હિન્દુ ધર્મ અને હિન્દુત્વનો અર્થ ભાજપ અને આરએસએસ નથી.
BJP और RSS जो लोगों को पढ़ाना चाहते हैं, वह ना तो हिंदू धर्म है और ना ही हिंदुत्व। जो सांप्रदायिक पार्टी हैं उसकी तुलना आतंकी संगठनों के साथ की जा सकती है। जो धर्म के नाम पर लिंचिंग करते हैं उसकी तुलना ISIS क्या किसी भी आतंकवादी संगठन से कर सकते हैं: PDP अध्यक्षा महबूबा मुफ़्ती https://t.co/v6LRXifIKS
— ANI_HindiNews (@AHindinews) November 13, 2021
આ પણ વાંચો:રાજસ્થાનમાં થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ, પાયલોટે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
આતંકવાદી સંગઠન સાથે સરખામણી કરી શકાય: મહેબૂબા
મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે ભાજપ અને આરએસએસ લોકોને જે શીખવવા માંગે છે તે ન તો હિંદુ ધર્મ છે કે ન તો હિંદુત્વ. આવા સાંપ્રદાયિક પક્ષની સરખામણી આતંકવાદી સંગઠનો સાથે કરી શકાય, શું તેમની સરખામણી ISIS, કોઈપણ આતંકવાદી સંગઠન સાથે કરી શકાય, તેઓ ધર્મના નામે લિંચિંગ કરે છે.
સલમાન ખુર્શીદના પુસ્તક પર વિવાદ
તમને જણાવી દઈએ કે સલમાન ખુર્શીદે પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે હંગામો મચી ગયો છે. સલમાન ખુર્શીદ દ્વારા તેમના પુસ્તકમાં હિંદુત્વ સાથે કરવામાં આવેલી સરખામણી પર તેમની જ પાર્ટીના નેતાઓ સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ટ્વીટ કર્યું છે કે ISIS અને જેહાદી ઈસ્લામ સાથે હિંદુત્વની સરખામણી કરવી એ હકીકતમાં ખોટું અને અતિશયોક્તિ છે.
સલમાન ખુર્શીદ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આતંકવાદી સંગઠનો સાથે કર્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે વિવાદ વધતાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે તેમણે હિન્દુ ધર્મનું સન્માન કર્યું છે. ત્યાં રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ એક એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ બંને અલઘ અલગ છે. જો બંને એક હોત તો નામ પણ એકજ હોત. હાલ સનરાઈઝ ઓવર અયોધ્યા પુસ્તકને લઈને સલમાન ખુર્શીદ પર ઘણી જગ્યાએ ફરિયાદ નોંધાઈ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4