Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝPresident રામનાથ કોવિંદ 14 અને 15 ઓક્ટોબરે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત

President રામનાથ કોવિંદ 14 અને 15 ઓક્ટોબરે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત

(President Ramnath Kovind)
Share Now

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) વર્ષોથી ચાલી રહેલી પરંપરાને તોડવા માટે આ વર્ષે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં આર્મી જવાનો સાથે દશેરા મનાવશે. પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રિય રાજધાનીમાં દશેરા સમારોહમાં ભાગ લેતા રહે છે પણ આ વખતે એવું નહીં થાય. નોંધનિય છે કે, દેશમાં દશેરા શુક્રવારે મનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી મળેલી જાણકારી અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદ લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરના બે દિવસની મુલાકાત માટે જવાના છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) 14 અને 15 ઓક્ટોબરે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરની મુલાકાત લેશે. 14 ઓક્ટોબરે તેઓ લેહના સિંધુ ઘાટમાં સિંધુ દર્શન અને પૂજા કરશે. ઉધમપુરમાં સૈનિકોની સાથે વાતચીત પણ કરશે. 15 ઓક્ટોબરે તેઓ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ ભવને આ વિશેની જાણકારી આપી છે.

આ પણ વાંચોઃ- કિંગ ખાન પર અખિલ કાત્યાલની કવિતા વાયરલ થઈ, ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ એવા સમયે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યાં છે, જ્યારે ત્યાં આતંકી ગતિવિધિઓમાં વૃદ્ધિ જોવા મળી છે. ટારગેટ કિલિંગના પણ વિવાદ સામે આવ્યા છે. તે ઉપરાંત પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સાથે તણાવ ચાલુ છે. એવામાં તેમની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ થશે. તેનાથી આર્મી જવાનોનું મનોબળ મજબૂત થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment