દિવસેને દિવસે વધતી જઇ રહેલી મોંઘવારીએ સામાન્ય જનતાને મુશ્કેલીમાં મુકી દીધા છે. પેટ્રોલિયમ કંપનીઓએ આજે બુધવારથી ગેસના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ કોમર્શિયલ સિલિન્ડર (Cylinder)ના ભાવમાં મસમોટો વધારો ઝિંક્યો છે. આ તમામ વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. ઘરેલુ એલપીજી સિલેન્ડરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. તેમ છતા લોકો પર ભારણ વધી શકે છે તેનુ કારણ શું છે? વાંચો આગળ અહેવાલમાં.
Cylinder ના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો
સામાન્ય જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. મહિનાના પ્રથમ દિવસે જ કોમર્શિયલ સિલિન્ડર (Commercial cylinder)ના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરનો ભાવ 2100 ની આસપાસ થઇ ગયો છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ભાવ 2000 રૂપિયાએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, ગેસ સિલિન્ડર 266 રૂપિયા થયો મોંઘો
મહાનગરોમાં શું છે ગેસની કિંમત?
કંપીનીએ કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો કર્યા બાદ કોલકત્તામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2177 રૂપિયા થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત 2051 રૂપિયાએ પહોંચી છે. તો ચેન્નઇમાં કોમર્શિયલ સિલિન્ડર માટે 2234 રૂપિયા ચુકવવા પડશે.
આ પહેલા પણ ભાવ વધ્યા હતા
આ અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરનો ભાવ 1 સપ્ટેમ્બરથી 43 રૂપિયા અને 1 ઓક્ટોબરથી 75 રૂપિયા વધ્યો હતો.
ઘરેલુ ગેસ Cylinder ના ભાવમાં કોઇ ફેરફાર નથી
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઇ વધારો કરાયો નથી. ગત્ત ઓક્ટોબરમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં સબસિડીવિનાના 14.2 કિગ્રાવાળા સિલિન્ડરનો ભાવ 899 રૂપિયાની આસપાસ છે. ઘરેલુ ગેસની કિંમત કોલકત્તામાં 926 રૂપિયા છે. જ્યારે 14 કિગ્રાવાળા સિલિન્ડરનો ભાવ ચેન્નઇમાં 915 રૂપિયા છે. તેમ છતાં પણ સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર પડી શકે છે તેનુ કારણ છે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારાના પગલે રેસ્ટોરન્ટનું બિલ વધુ આવી શકે છે.
ધરતીપુત્રની કમાલની કોઢાસુઝ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4