Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝવેપારીઓને મોટી રાહત, અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટના ભાવ ઘટશે

વેપારીઓને મોટી રાહત, અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટના ભાવ ઘટશે

Dried fruit
Share Now

રાજ્યમાં હાલમાં નવરાત્રિ ચાલી રહી છે તો આગામી દિવસોમાં પણ તહેવારોનો માહોલ બની રહેશે. જેમાં ગુજરાતીઓનો ખાસ તહેવાર દિવાળી પણ આવી રહી છે. આ તમામમાં જેની સૌથી વધુ જરૂરીયાત ઉભી થશે તેવા ડ્રાયફ્રૂટને લઇને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જી હા ડ્રાયફ્રૂટ (Dried fruit)ની માગ મુજબ તેના ભાવ સ્થિર થયા છે.

ડ્રાયફ્રૂટ (Dried fruit) ના ભાવમાં આવી સ્થિરતા 

અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે તહેવારો (Festival)ના સમયમાં ડ્રાયફ્રૂટની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. એક સમયે તો ડ્રાયફ્રૂટના ભાવ ઊંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. મળતી માહિતી મુજબ, હવે અફઘાનિસ્તાન (Afghanistan)સાથે ફરીથી વેપાર શરૂ થતાં ડ્રાયફ્રૂટ સાથે જોડાયેલા વેપારીઓને મોટી રાહત મળી છે. તેનુ કારણ છે કે ડ્રાયફ્રૂટના ભાવમાં સ્થિરતા આવવી. જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં થયેલા સત્તા પરિવર્તન તથા ભારત સાથેના વેપાર પર આ તમામ અંગેની ખાસ મોટી અસર જોવા મળી હતી. તાલિબાને (Taliban)શાસન સંભાળતાંની સાથે જ અન્ય દેશો સાથેના મુખ્યત્વે વ્યાપારિક સંબંધો કેવા રહેશે તેના પર સૌ કોઇની નજર ટકેલી હતી.

આ પણ વાંચો: ખાદ્ય તેલને લઈને સામાન્ય પ્રજા માટે સૌથી મોટી રાહતના સમાચાર, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

મહત્વનું છે કે, અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટની મોટા ભાગે આયાત કરવામાં આવે છે. આ આયાતમાં મુખ્યત્વે અંજીરની આયાત સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનના અંજીર (Fig)વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઓગસ્ટ દરમિયાન ત્યાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે માલ આવી શક્યો નહતો.

Dried fruit ના વેપારીઓનું શું કહેવુ છે?

આ તમામને લઇને ડ્રાયફ્રૂટના વેપારી (Merchant)એ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી ફરીથી માલ આવવાની શરૂઆત થઇ છે, જે અમારા માટે સારા સમાચાર કહી શકાય. કારણ કે તહેવારોના સમયમાં ભાવ સ્થિર રહેશે અને માલની ઉપલબ્ધતા રહેશે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે હોલસેલમાં અંજીરના ભાવ 1800-2000 સુધી પહોંચ્યા હતા. જોકે હવે અફઘાનિસ્તાનથી ભારત સહિત વિવિધ દેશોમાં વેપાર ફરી શરૂ થયો છે, જેથી અંજીરના ભાવ ફરીથી સ્થિર થયેલા જોવા મળ્યા છે. હાલ બજારમાં અંજીરના ભાવ 1200-1500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે.

સોનાની લગડી સમાન કાજુની ખેતી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment