ગુજરાતમાં સૌપ્રથમ વાર હિન્દુ ધર્મ વિશે શરુ થશે અભ્યાસક્રમ,તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (university ) શરુ થશે રાજ્યનો પ્રથમ અભ્યાસક્રમ.સાથે જ આગામી 2022-2023ના વર્ષથી અનુ સ્નાતકમાં શરુ થશે અભ્યાસક્રમ કરવાની વાત જાહેર કરવામાં આવી છે.
“હિન્દુ ધર્મ” અભ્યાસ માટે 1000 પુસ્તકોનો કરાયો ઓર્ડર
ગુજરાતમાં સૌપ્રથમ વાર હિન્દુ ધર્મ વિશે શરુ થશે અભ્યાસક્રમ,તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (university ) શરુ થશે રાજ્યનો પ્રથમ અભ્યાસક્રમ.સાથે જ આગામી 2022-2023ના વર્ષથી અનુ સ્નાતકમાં શરુ થશે અભ્યાસક્રમ કરવાની વાત જાહેર કરવામાં આવી છે.અનેગુજરાત રાજ્યમાં પ્રથમવાર “હિન્દુ સ્ટડીસ” નામનો વિષય આર્ટ્સ ફેકલ્ટીમાં અનુસ્નાતકમાં ડીગ્રી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે અને આ અભ્યાસક્રમ મૂળ બનારસ હિંદુ યુનિવર્સિટીએ બનાવ્યો છે તેવી વાત પણ જાણવા મળી રહી છે. આ અભ્યાસક્રમ હાલ 13 યુનિવર્સિટીઓમાં ચાલે છે. Vnsgu 14મી યુનિવર્સિટી છે. પ્રથમ વર્ષે જે ભાષાઓ છે તેની સાથે જ અલગ-અલગ વિષયો ભણાવવામાં આવશે અને સેમેસ્ટર-૨માં મોડર્નટેન વિચારધારા છે એના પણ પ્રકરણો ભણાવવામાં આવશે તેવી વાત જાહેર કરવામાં આવી છે.એે કુલ 1000 પુસ્તકોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
આ રીતે ગોઠવામાં આવશે વ્યવસ્થા
યુનિવર્સિટી (university ) સાથે જે 245 જે અલગ-અલગ એકમો છે એની અંદર છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ, એક વર્ષનો ડિપ્લોમાં કોર્ષ અને ત્રણ વર્ષનો “હિન્દુ સ્ટડીસ” નામના અભ્યાસક્ર્મની પરવાનગી આપવામાં આવી રહી છે.અને સાંજે 4 થી 9 કલાક અભ્યાસક્રમનો સમય રહેશે. એવી જ રીતે તમામ કોલેજો અને સેન્ટરો ઉપર પણ સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમાં કોર્સ શરૂ કરી શકાશે.જ્યાં સુધી અભ્યાસનો સવાલ છે ત્યાં સુધી ભારતની અંદર જે લોકો અલગ અલગ વિષયો ઉપર નિષ્ણાત છે. એ Ph.D NET-CLET હોવું જરૂરી નથી પણ જે વિષય છે એ લોકોને UGC એ પરવાનગી આપી છે કે ૪40 ટકા ઓનલાઇન અભ્યાસ કરાવી શકાશે.તો સાથે જ ભકિતી અને ગીતા વિશે વિધાથીઓને ભણાવવામાં આવશે.તો મૂલ્યાંકનની વાત કરવામાં આવે તો ઓનલાઇન એસેસમેન્ટ પણ શરૂ થઇ ચૂક્યું છે. અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રેમસાગર જેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના સંચાલકો જોડે બેઠક કરવામાં આવી હતી. અને એમના નેતૃત્વ હેઠળ છ વર્ષ યુનિવર્સિટી (university ) ચાલી હતી.અભ્યાસક્રમની અંદર તમામ જે ધર્મ ગ્રંથો છે તેના ઓર્ડર આપી દેવામાં આવ્યાં છે. એ જ પુસ્તકોમાંથી મૂલ્યાંકન પણ હશે અને એમાંથી જ આગળની પ્રક્રિયાઓ કરવામાં આવશે.હવેથી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના આગામી શૈક્ષણિક વર્ષ 2022-2023માં હિન્દુ ધર્મ વિશે ભણાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના સુરત શહેરમાં આવેલી છે. તો આ યુનિવર્સિટીનું નામ અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હતું,અને જે 2004માં બદલીને ગુજરાતીના મહાન કવિ નર્મદના નામ પર રાખવામાં આવ્યું હતું. અને આ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી, ગણિત, ભૌતિકશાસ્ત્ર જેવા પરંપરાગત વિષયો ઉપરાંત, જાહેર વહીવટ, ગ્રામીણ અભ્યાસ, તુલનાત્મક સાહિત્ય અને જળચર-જીવ વિજ્ઞાન જેવા બિન-પરંપરાગત વિષયોના અભ્યાસક્રમો પણ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે.બનારસ હિંદુ યુનિવર્સિટી (university ) દ્વારા હિંદુ ધર્મને વિષય બનાવવામાં આવ્યો છે, જે દેશની ઘણી યુનિવર્સિટીઓમાં (university ) ભણાવવામાં આવે છે.તો હવેથી આ યુનિવર્સિટીમાં ‘નર્મદ સ્મૃતિ ભવન’ નામની સારિકા સદનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે કવિ નર્મદના પૈતૃક ઘરનું નામ છે.
Android: http://bit.ly/3ajxBk4