Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝG20 summit:પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે, G20 સમિટમાં લેશે ભાગ

G20 summit:પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે, G20 સમિટમાં લેશે ભાગ

narendra modi
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 થી 31 ઓક્ટોબર દરમ્યાન ઇટલીના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ 30 અને 31 ઓક્ટોબરના રોજ ત્યાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે. ઇટલી બાદ પીએમ મોદી યુકે જશે અને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોપ 26 ક્લાઇમેટ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન મોદી યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોપ 26ની બેઠક

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન બ્રિટન દ્વારા આયોજિત COP 26 (પક્ષોની પરિષદ) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. આ વાતની પુષ્ટિ સરકારે કરી છે. વિદેશ સચિવે યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલ નેશનલ કમિટમેન્ટ કોન્ટ્રીબ્યુશન (એનડીસી) ને મળવા માટે ભારતની આબોહવા ક્રિયાને રેખાંકિત કરી હતી.narendra modi

આ પણ વાંચો:પીએમ મોદીએ રાષ્ટ્રને કર્યું સંબોધન, કહ્યું 100 કરોડ વેક્સિન દેશની ક્ષમતાનું પ્રતિબિંબ

ભારત એક માત્ર દેશ જેને NDCના લક્ષ્યને પૂર્ણ કર્યું 

શ્રીંગલાએ ગુરુવારે નવી દિલ્હીથી ડિજિટલ માધ્યમ દ્વારા લંડનમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમને સંબોધતા જણાવ્યું હતું કે, અમે કદાચ એકમાત્ર G20 દેશ છીએ જેણે તેના NDC લક્ષ્યને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ મહત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવા માટે, વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ફાઇનાન્સ, ગ્રીન ટેકનોલોજીની જરૂર પડશે. અમને એવા વચનોની જરૂર છે જે અનુમાનિત હોય અને સતત નાણાં પૂરા પાડે. “

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 થી 31 ઓક્ટોબર દરમ્યાન ઇટલીના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ 30 અને 31 ઓક્ટોબરના રોજ ત્યાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે. ઇટલી બાદ પીએમ મોદી યુકે જશે અને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોપ 26 ક્લાઇમેટ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન મોદી યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment