Prithviraj -અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ‘પૃથ્વીરાજ’નાં મેકર્સએ આ અંગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેરાત કરી હતી. હવે આ ફિલ્મ તારીખ ૩ જૂને રિલિઝ થશે.
The wait just got shorter! Prithviraj is now releasing on 3rd June in cinemas near you in Telugu. Celebrate Samrat #Prithviraj Chauhan with #YRF50 only at a theatre near you. pic.twitter.com/InHkHgIZeW
— Yash Raj Films (@yrf) March 3, 2022
Prithviraj- આ ફિલ્મનું ટીઝર નવેમ્બર,૨૦૨૧ માં જ રિલિઝકરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મ હૃદય સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાન પર આધારિત છે, જેઓ મુહમ્મદ ઘોરી સામે લડયા હતા. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની સૌપ્રથમ ઐતિહાસિક ફિલ્મ છે. પૃથ્વીરાજ ચૌહાનનાં રોલમાં અક્ષય કુમાર છે. આ ફિલ્મના દિગ્દર્શક ડો,ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે.
આ ઐતિહાસિક ફિલ્મમાં કોણ-કોણ છે (Prithviraj)?
યશરાજની ‘પૃથ્વીરાજ’ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાનનાં રોલમાં અક્ષય કુમાર છે. રાની સંયોગીતાનાં રોલમાં માનુષી છીલ્લર છે. ૨૦૧૭ માં મિસ. વર્લ્ડનો ખિતાબ ચૂકેલી માનુષી આ ફિલ્મ દ્વારા મોટા પડદે ડેબ્યૂ કરવા જઈ રહી છે. ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર અને માનુષી છીલ્લર ની સાથે-સાથે સંજય દત્ત અને સોનુ સુદ પણ છે.
આ પણ વાંચો: ટાઈગર ૩ ની રિલિઝ ડેટ જાહેર, સલમાને ટ્વિટર પર આપી જાણકારી.
કઈ-કઈ ભાષાઓમાં રજૂ થશે આ ફિલ્મ?
આ ફિલ્મ કુલ ત્રણ ભાષાઓમાં રજૂ થવાની છે. હિન્દી, તામિલ અને તેલુગુ. આ ફિલ્મ હવે ૩જી જૂને રિલિઝ થશે. અગાઉ આ ફિલ્મ ૧૦મી જૂને રિલિઝ થવાની હતી.
વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA સાથે..