વર્ષ 2019માં ચીનની વુહાન લેબમાંથી નીકળેલ કોરોના વાયરસ નામની વૈશ્વિક મહામારી સમગ્ર દુનિયાને ઘમરોળી રહી છે. કોરોનાની બીજી લહેરે ડિસેમ્બર, 2020થી વિશ્વભરને બાનમાં લઈ રહી હતી ત્યારે ભારત અન્ય દેશોને વેક્સિન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ દાનમાં આપતું રહ્યું અને ફેબ્રુઆરી, 2021ના અંતિમ સપ્તાહથી ભારતમાં કોરોનાની બીજી લહેરે માજા મુકી.
કોરોનાની બીજી લહેર એટલી ઘાતક હતી કે ભારતના આંતરિક સંસાધનો જ ખૂટી પડ્યાં અને અન્ય દેશોને આપેલ મદદ મુદ્દે ભારતનું કેન્દ્રિય મંત્રીમંડળ ઉંઘતું ઝડપાયું. અનેક ચેતવણીઓ છતા સરકારે બીજી લહેરની આશંકા પર ધ્યાન ન આપ્યું અને આજે વિશ્વની સૌથી પવિત્ર નદી ગંગામાં આપણે કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહને તરતા જોઈ રહ્યાં છીએ.
જોકે કોરોનાની બીજી લહેર મે મહિનાના બીજા સપ્તાહથી શાંત થઈ રહી છે અને ઉતરોત્તર કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન જ ભારત જેવા દેશમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર પણ આવી શકે છે તેવી ચેતવણી બાદ સરકાર, સામાજિક સંસ્થાઓ અને અન્ય તમામ પક્ષકારો ત્વરિત એક્શન પ્લાન ઘડી રહ્યાં છે.
સાત સમંદર દુર બેઠેલી પ્રિયંકા ભારતની મદદે
કોરોના વાયરસ સામેની લડતની સાથે આપણે બ્લેક ફંગસ અને હવે તો તેનાથી પણ ભયાનક વ્હાઈટ ફંગસનો સામનો પણ કરવો પડી શકે છે. બ્લેક ફંગસને રાજસ્થાન અને કર્ણાટક રાજ્યોએ તો મહામારી પણ ઘોષિત કરી છે. આ મહામારીના સમયમાં આપણે ભારતવાસીઓ કોઈપણ રીતે અન્યને મદદ કરવા તત્પર છે. ભારતના લોકોનો દેશપ્રેમ અને ખુમારી આ કપરા-જીવલેણ સમયમાં પણ અન્ય જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રાખે છે. દેશની સરકાર, સામાજિક સંસ્થાઓ, NGO અને મોટા સેલિબ્રિટિ, વ્યકતિ વિશેષ પોતાનાથી સંભવિત તમામ મદદ કરી રહ્યાં છે. આ યાદીમાં હવે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું પણ નામ શામેલ થઈ છે.
સાત સમંદર દુર બેઠેલી પ્રિયંકાએ પણ ભારતમાં જરૂરી તમામ ચીજવસ્તુઓ પહોંચાડવા માટેની નેમ લીધી છે. મોડા તો મોડા દેશી ગર્લે અમેરિકામાં બેઠા-બેઠા ભારતને પ્રાણવાયુ આપવાની જાહેરાત કરી છે.
Photo: Priyanka Chopra/Instagram)
કોરોનાની બીજી લહેર સામે લડવા માટે અને આગામી સમયની તમામ કપરી પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરવા માટે પ્રિયંકાએ 500 ઓક્સિજન કન્સટ્રેટર અને 422 ઓક્સિઝન સિલિન્ડર ભારતને આ કોરોના ફાઈટ માટે આપ્યા છે. આ સિવાય વેક્સિનેશનના દસ સેન્ટર પર લોકોની નિયુક્તિ પણ તેમણે કરી છે. આ નિમણૂક થકી આગામી 2 મહિનામાં અંદાજે 6000 લોકોના રસીકરણની જવાબદારી પ્રિયંકાની ટીમ ઉઠાવશે.
View this post on Instagram
પ્રિયંકાએ આપ્યું દાન ?
બોલિવૂડમાં નામના મેળવ્યા બાદ વિદેશમાં સ્થાયી થયેલ પ્રિયંકાએ ભારત માટે સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાત કરી છે પણ, મહત્વની વાત એ છે કે આ પૈસા એકલા પ્રિયંકાએ નથી આપ્યાં. અંદાજે 22 કરોડની આ સહાય પ્રિયંકાએ પોતે એકલા જ નહિ ફંડ રેસિંગની પ્રક્રિયા થકી અન્ય દાનવીરો પાસેથી પૈસા એકત્ર કરીને આપી છે. પ્રિંયંકાએ ફંડરાઇઝિંગ દ્વારા ૩ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા ૨૨ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેણે ઈન્સટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે જેમણે પણ આ ભંડોળ માટે ડોનેશન આપ્યું છે તે દરેકનો હું આભાર માનું છું. તમે લોકોએ અન્યોના જીવન બચાવવામાં મદદ કરી છે.
Image Source : INSTAGRAM/PRIYANKACHOPRAJONAS
ફંડ રેઝર્સમાં જ્યુ જેકમેન, રીચર્ડ મૈડેન, રેસ વિદરસ્પૂન જેવી મોટી સેલિબ્રિટીઓએ પ્રિયંકા ચોપરાના નેજા હેઠળ આ પૈસા એકત્ર કર્યા છે. હોલિવૂડ સ્ટાર હ્યુ જેકમેને તો પોતાના ઓફિશિયલ ઈન્સટ્રાગ્રામ હેન્ડલ પર સ્ટોરી શેર કરીને લખ્યું હતુ કે ‘સપોર્ટ ઈન્ડિયા’, ભારતને આપણી સહાયની જરૂર છે. આ સ્ટોરીમાં PCએ જવાબ આપ્યો હતો અને ફંડ રેસિંગની લિંક શેર કરી હતી.
ભાઈજાન પણ મદદે :
.@BabaSiddique https://t.co/nkshNVIJy1
— Salman Khan (@BeingSalmanKhan) May 19, 2021
બોલિવૂડના ભાઈજાન અને PCના ખાસ ફ્રેન્ડ સલમાન ખાને પણ ભારતની #IndiaFightsAgainstCorona મૂવમેન્ટમાં પોતાનું યોગદાન આપ્યું છે. સલમાન ખાન કોરોનાથી પીડિત લોકો માટે ફ્રીમાં ઓક્સીજન કંસંન્ટ્રેટર્સ વહેંચી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપતા સલમાને કહ્યું કે અમારા 500 ઓક્સીજન કંસંન્ટ્રેટર્સનું પહેલું શિપમેન્ટ મુંબઈ પહોંચી ગયું છે. અમે તમારી મદદ માટે તૈયાર છીએ.
આ પણ વાંચો: ભારતના સ્વાદને વિદેશમાં પીરસી રહી છે શેફ દિપિન્દર
સલમાને મદદ માટે મોબાઈલ નંબર જારી કર્યો :
જે કોવિડ દર્દીઓ જેમની સ્થિતિ ખરાબ છે તેઓ ઓક્સીજન કન્સટ્રેટર માટે 8451869785 પર કોલ કરી શકે છે અથવા તમે મને ટેગ પણ કરી શકો છો. અમે ઓક્સીજન કંસંન્ટ્રેટર્સ ફ્રીમાં આપીશું. પ્લીઝ તેનો ઉપયોગ કર્યા પછી તેણે રિટર્ન આપી દેજો, સલમાને પોસ્ટમાં ઉમેર્યું હતુ. પ્રિયંકા બાદ હવે સલમાન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની ખૂબ પ્રસંશા કરી રહ્યાં છે. તેમજ આભાર પણ માની રહ્યા છે. ભાઈજાને રાધે મૂવી હિટ થવાની પાર્ટી દેશવાસીઓને આ રીતે આપી છે. ભારતને આ કપરી પરિસ્થિતિમાં પણ મદદ કરીને દેશી ગર્લે અંતે વિદેશમાં બેઠા બેઠા પણ સાબિત કરી દીધું કે,
ये जो देस है तेरा,
स्वदेस है तेरा तुझे है पुकारा..
ये वो बंधन है, जो कभी टूट नहीं सकता
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App
Android: http://bit.ly/3ajxBk4