Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝપીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં પ્રિયંકા ગાંધીની ગર્જના, લખીમપૂર ખીરીને લઈને સરકાર પર કર્યા પ્રહાર

પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં પ્રિયંકા ગાંધીની ગર્જના, લખીમપૂર ખીરીને લઈને સરકાર પર કર્યા પ્રહાર

priyanka gandhi rally in varanasi
Share Now

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણી યોપજવાની છે. ત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખીમપુર ખીરી હિંસા બાદ વરણસીમાં કોંગ્રેસની મોટી સભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા પહેલા તેમણે બાબા વિશ્વનાથ મંદિર અને મા દુર્ગા મંદિરમાં પ્રાર્થના કરી હતી. મંદિરમાંથી બહાર આવતી વખતે મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રિયંકાએ કહ્યું કે, ‘કાશી વિશ્વનાથ’ દર્શનનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આ મારો વિશ્વાસ છે. જ્યારે પણ હું વારાણસી આવું છું, હું ચોક્કસપણે દર્શન કરવા આવું છું.

વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર 

પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં કિસાન ન્યાય રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે. આ દેશના ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ 6 ખેડૂતોને તેમની કાર નીચે નિર્દયતાથી કચડી નાખ્યા અને તમામ પરિવારો કહે છે કે અમને ન્યાય જોઈએ છે વળતર નહીં. પરંતુ આ સરકાર આપણે ન્યાય આપે તેવું લાગતું નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં આઝાદીના અમૃત તહેવારની ઉજવણી કરવા આવ્યા હતા, પરંતુ પીડિત ખેડૂતોની પીડમાં ભાગીદાર થવા માટે લખીમપુર જઈ શક્યા નહોતા. પ્રિયંકા ગાંધીએ રેલીના બહાને યુપીની ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

priyanka gandhi rally in varanasi

આ પણ વાંચો:કોલસા સંકટ અંગે ઉર્જા મંત્રીનું નિવેદન, કહ્યું દેશમાં નથી કોઈ સંકટ

મંત્રોચ્ચાર અને કુરાનની આયાત સાથે સભ્યની શરૂઆત 

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પડકાર રજૂ કરવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે રવિવારે વારાણસીમાં ‘કિસાન ન્યાય રેલી’ મંત્રોચ્ચાર, શંખ શેલ, હર હર મહાદેવ અને ગુરુવાણી અને કુરાનની આયાત સાથે શરૂ કરી હતી. રેલીના સ્થળે પ્રિયંકા ગાંધીના આગમન પછી, જ્યારે કાર્યક્રમ ઔપચારિક રીતે શરૂ થયો, ત્યારે સૌપ્રથમ મંત્રોચ્ચાર અને શંખનાદ કરવામાં આવ્યા હતા. આ પછી, પ્રિયંકા સહિત મંચ પર હાજર કોંગ્રેસના નેતાઓએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. ત્યારબાદ જાહેર સભામાં કુરાની આયાત અને ગુરુવાણીનું પઠન પણ કરવામાં આવ્યું  હતું.

કોંગ્રેસ તમામ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે 

આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રણવ ઝાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ દેશની એકમાત્ર પાર્ટી છે જે તમામ ધર્મો અને વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે.  ” વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકસભાની ચૂંટણી લડનાર પૂર્વ મંત્રી અજય રાય સહિત કોંગ્રેસની આ રેલીમાં સામેલ ઘણા નેતાઓએ હર હર મહાદેવની ઘોષણા સાથે તમારા ભાષણનું સમાપન કર્યું.

લખીમપુરના હત્યારાઓની ધરપકડ કરો

આ રેલીમાં લખીમપુર ખેરીની ઘટનાની સ્પષ્ટ છાપ જોવા મળી હતી. લગભગ તમામ વક્તાઓએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને મુખ્ય મંચની સામે એક મોટું બેનર લગાવ્યું હતું જેમાં  અજયકુમાર મિશ્રાનએ બરખાસ્ત કરો લખાયું હતું. લખીમપુર ખેરી હિંસા કેસના પીડિતોના પરિવારોને મળવા જતા પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ પ્રિયંકા ગાંધીની  પ્રથમ જાહેર સભા હતી. પ્રિયંકા ગાંધીને લગભગ બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા હિંસાનો ભોગ બનેલા પરિવારોને મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, 3 ઓકટોબરના રોજ લખીમપુર ખીરી જિલ્લાના ટિકોનિયા વિસ્તારમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના વતન ગામની મુલાકાત દરમ્યાન ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ મિશ્રાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment