Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝપ્રતિજ્ઞા રેલીમાં પ્રિયંકાની હુંકાર, કહ્યું- 7 વર્ષમાં 70 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું

પ્રતિજ્ઞા રેલીમાં પ્રિયંકાની હુંકાર, કહ્યું- 7 વર્ષમાં 70 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું

Pratigya-Rally
Share Now

ગોરખપુરમાં યોજાયેલી પ્રતિજ્ઞા રેલીમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાથી લઈને સ્થાનિક મુદ્દાઓ સુધી પ્રિયંકા ગાંધીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ખાતર, ખેતી અને પાક બધું મોટા ઉદ્યોગપતિઓના હાથમાં આપી દીધું છે. યોગી આદિત્યનાથનું શાસન ગુરુ ગોરખનાથના વિચારોની વિરુદ્ધ જઈ રહ્યું છે. રેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.રેલીમાં પ્રિયંકા ગાંધીને મહાત્મા બુદ્ધ, કબીરદાસ, નિષાદરાજ અને ભગવાન પરશુરામના ફોટા અર્પણ કરવામાં આવ્યા હતા.

બેરોજગારી પર સાધ્યું નિશાન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશનો ખેડૂત રોજના 27 રૂપિયા કમાય છે, પરંતુ ઉદ્યોગપતિઓ એક દિવસમાં કરોડો રૂપિયા કમાય છે. સરકારે તમામ મિલકતો વેચી દીધી છે. કોંગ્રેસે રસ્તા, એરપોર્ટ અને રેલ્વે બનાવ્યા પણ આજની સરકાર બધુ એક પછી એક વેચી રહી છે. હું કહું છું કે તેઓએ 7 વર્ષમાં 70 વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. યુપીમાં જ કરોડો યુવાનો બેરોજગાર છે, દરરોજ ત્રણ યુવાનો બેરોજગારીને કારણે આત્મહત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસે એકતા દોડને પ્રસ્થાન કરાવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

યુપીમાં ન તો ગુનેગારો કાબૂમાં આવી રહ્યા છે અને ન પોલીસ

દરેક જગ્યાએ ગુનેગારો તાંડવ કરી રહ્યા છે, પોલીસ પ્રજાને ત્રાસ આપી રહી છે. ન તો ગુનેગારો કાબૂમાં આવી રહ્યા છે કે ન તો પોલીસ કાબૂમાં આવી રહી છે. તેમણે કહ્યું કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભાષણ સાંભળતી હતી ત્યારે તેઓ કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને શોધવા માટે દૂરબીનની જરૂર પડે છે પરંતુ હું કહું છું કે દૂરબીન છોડો અને ચશ્મા લગાવો અને જુઓ કે, તમારી સાથે ઉભેલા અજય મિશ્રાના તમારી સાથે ઉભેલા અજય મિશ્રાના પુત્રએ ખેડૂતો સાથે શું કર્યું? 

40 ટકા મહિલાઓને સત્તામાં લાવવાનું વચન

શું દેશમાં માત્ર મોટા-મોટા અબજોપતિઓનું જ સાંભળવામાં આવે છે. પ્રિયંકા ગાંધી કહ્યું કે, 40 ટકા મહિલાઓ સત્તામઆ આવશે તો તેઓ દેશ બદલી નાખશે, મહિલાઓ પર થઈ રહેલા તમામ અત્યાચારોનો આ રીતે સામનો કરવામાં આવશે. જ્યારે મહિલાઓ પર અત્યાચારની ફરિયાદ થાય છે, ત્યારે અમારી પાસે સંવેદના અને શક્તિ હશે જેથી અમે પગલાં લઈ શકીએ.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર નિશાન સાધ્યું 

પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર નિશાન સાધતા કહ્યું કે, આ સરકારે વિમાનમાં ચપ્પલ મુકવાનું સપનું દેખાડ્યું હતું, પરંતુ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ તેમને મોટરસાઈકથી નીચે ઉતરીને ચાલવા મજબૂર કર્યા છે.

પ્રિયંકા ગાંધીએ આપ્યા વચનો 

પ્રિયંકા ગાંધીએ આંગણવાડી અને આશા બહેનોને દર મહિને 10 હજાર રૂપિયા માનદ વેતન, વાર્ષિક 3 મફત ગેસ સિલિન્ડર અને મહિલાઓ માટે મફત બસ સેવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કૃષિ ક્ષેત્ર માટે લાગુ પડતી છૂટ મત્સ્યોદ્યોગ માટે પણ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે, ગોરખપુરમાં યોજાયેલી પ્રતિજ્ઞા રેલીમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાથી લઈને સ્થાનિક મુદ્દાઓ સુધી પ્રિયંકા ગાંધીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ખાતર, ખેતી અને પાક બધું મોટા ઉદ્યોગપતિઓના હાથમાં આપી દીધું છે. યોગી આદિત્યનાથનું શાસન ગુરુ ગોરખનાથના વિચારોની વિરુદ્ધ જઈ રહ્યું છે. રેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.રેલીમાં પ્રિયંકા ગાંધીને મહાત્મા બુદ્ધ, કબીરદાસ, નિષાદરાજ અને ભગવાન પરશુરામના ફોટા અર્પણ કરવામાં આવ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment