Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝકોંગ્રેસનું મિશન યુપી : અમારી સરકાર બનશે તો આશા વર્કર્સ બહેનોને મળશે 10 હજારનું વેતન

કોંગ્રેસનું મિશન યુપી : અમારી સરકાર બનશે તો આશા વર્કર્સ બહેનોને મળશે 10 હજારનું વેતન

PRIYANKA GANDHI
Share Now

યુપીમાં ૨૦૨૨માં ચૂંટણી આવી રહી છે. દરેક રાજકીય પક્ષોઆ ચૂંટણી માટે રણનીતિઓ ઘડી રહી છે અને મોટી મોટી જાહેરાતો કરી રહી છે. પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી યુપીમાં રેલીઓ કરી રહ્યા છે ત્યારે વધુ એક મોટી જાહેરાત કરી પ્રિયાંક ગાંધીએ. 3 દાયકાથી યુપીમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ શોધી રહી છે. જેના માટે પ્રિયંકા ગાંધી યુપીમાં તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યાં એક પછી એક ચૂંટણીના વચનો આપી રહ્યા છે. પ્રિયંકા ગાંધી સમાજના દરેક વર્ગના લોકોને મળવા જઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે તેમણે આશા અને આંગણવાડી વર્કર્સને સાધવાની કોશિશ કરી છે. તેમણે કહ્યુ કે, જો 2022માં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો આશા વર્કર્સ અને આંગણવાડી બહેનોને 10 હજાર રૂપિયા દર મહિને વેતન મળશે.

“આશા બહેનો સન્માનની હકદાર છે. તેમની આ લડાઈમાં હું તેમની સાથે” – પ્રિયંકા ગાંધી

 

હકીકતમાં જોઈએ તો, શાહજહાંપુરમાં મુખ્યમંત્રીથી મળવા જઈ રહેલી આશા વર્કર્સને પોલીસ દ્વારા રોકવા પર પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યુ કે, યુપી સરકાર દ્વારા આશા બહેનો પર કરેલા એક પછી એક વારથી તેમણે કરેલા કામોનું અપમાન છે. મારી આશા બહેનોએ કોરોનામાં તથા અન્ય અવસર પર પુરી મહેનતથી પોતાની સેવાઓ આપી છે. યોગ્ય વળતર તેમનો હક છે. તેમની વાત સાંભળવી સરકારનું કર્તવ્ય છે. આશા બહેનો સન્માનની હકદાર છે. તેમની આ લડાઈમાં હું તેમની સાથે છું.

આ પણ વાંચો : વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ મોદી ટ્વિટર પર પ્રભાવશાળી લોકોની યાદીમાં બીજા નંબર પર

કોંગ્રેસ ચૂંટણી પહેલા કરી રહી છે અનેક જાહેરાતો

અહીં ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ હતું કે, તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓેને આપશે. ત્યાર બાદ તેમણે 1માં અને સ્નાતક પાસ છોકરીઓ માટે પણ એલાન કર્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો ઈંટર પાસ છોકરીઓને સ્માર્ટફોન અને સ્નાતક પાસને ઈલેક્ટ્રિક સ્કૂટી આપવામાં આવશે.ત્યારે હવે જોવું એ રહ્યું કે યુપીમાં લોકો કોને વોટ આપે છે અને સતા પર કોણ આવે છે ? શું આ જાહેરાતોનો અમલ થશે ખરા ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment