Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝપ્રિયંકા ગાંધી લખીમપુરમાં ખેડૂતોની અંતિમ પ્રાર્થનાસભામાં થશે સામેલ, પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

પ્રિયંકા ગાંધી લખીમપુરમાં ખેડૂતોની અંતિમ પ્રાર્થનાસભામાં થશે સામેલ, પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

Priyanka Gandhi
Share Now

કોંગ્રેસના મહાસચિવ (Priyanka Gandhi) પ્રિયંકા ગાંધી યુપીના લખીમપુર જિલ્લામાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ પ્રાર્થનાસભામાં હાજરી આપશે. એક અઠવાડીયામાં લખીમપુર ખીરીની આ તેમની બીજી મુલાકાત છે.

ભાજપના નેતાઓની મુલાકાતનો વિરોધ કરી રહેલા ખેડૂતોને એક કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.  જેમાં 4 ખેડૂતો માર્યા ગયા હતા અને તે પછી હિંસામાં અન્ય ચાર લોકો પણ માર્યા ગયા હતા.  આ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર આ હત્યા, એક્સીડન્ટમાં મોત, ગુનાકીય ષડયંત્ર અને બેદરકારીથી વાહન ચલાવવાની કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા તેના 3 દિવસના રિમાન્ડ પણ  મંજૂર કર્યા છે.

(Priyanka Gandhi) પ્રિયંકા ગાંધી લખીમપુરની ઘટનાના બીજા જ દિવસે દિલ્હીથી નીકળી ગયા હતા, પરંતુ તેને સીતાપુરના હરગાંવ ખાતે કસ્ટડીમાં લેવામાં આવી હતી. જ્યાં તેમને એક ગેસ્ટહાઉસમાં અટકાયત કરીને રાખવામાં આવ્યા હતા.

સંયુક્ત કિસાન મોરચાએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે છેલ્લી પ્રાર્થના 12 ઓક્ટોબરે લખીમપુર ખીરીના હત્યાકાંડવાળા ગામમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને જોતા પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. 18 ઓક્ટોબર સુધી યુપી પોલીસ કર્મચારીઓની રજા પહેલાથી જ રદ કરી દેવામાં આવી છે. મંગળવારે પણ લખનઉ-સીતાપુર-લખીમપુર હાઇવે પર ભારે બેરિકેડિંગ અને પોલીસકર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા. આ ગામમાં પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને 3 ઓક્ટોબરે ખેડૂતોને કચડી નાખવાની ઘટનામાં આરોપી બનાવવામાં આવ્યા છે. આશિષ મિશ્રાની પણ ધરપકડ કરવામાં આવી છે. તમામ ખેડૂત સંગઠનોના નેતાઓ આ અંતિમ પ્રાર્થનામાં હાજરી આપવા જઈ રહ્યા છે. આજુબાજુના જિલ્લાના લોકો પણ કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત એક દિવસ પહેલા જ પહોંચ્યા છે. લખીમપુર ખીરીની આસપાસ હાઇવે પર અલગ-અલગ બેનરો જોવા મળે છે, જેમાં કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી લખીમપુર ખીરીનો આવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

જ્યારે BKU- ટિકૈત જૂથના જિલ્લા ઉપાધ્યક્ષ બલકાર સિંહને પૂછવામાં આવ્યું કે શું રાજકારણીઓ પ્રાર્થનાસભામાં હાજરી આપી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે કોઈ પણ નેતાને સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ સાથે મંચ શેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંયુક્ત કિસાન મોરચા હેઠળ આશરે 40 ખેડૂત સંગઠનો છે, જે લગભગ એક વર્ષથી કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment