લખીમપુર ખીરીની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હિંસક ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. તમામ વિપક્ષી પાર્ટીઓ યુપીની યોગી સરકાર પર જોરદાર નિશાન સાધી રહી છે. આ સમગ્ર મામલામાં કોંગ્રેસે યુપીમાં પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યુપીમાં જે રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ યુપીમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહી છે. અટકાયત પછી પણ પ્રિયંકાએ સ્પષ્ટપણે કહ્યું કે તે પીડિતોના પરિવારોને મળ્યા વિના પરત નહીં જાય.
પ્રિયંકા ગાંધી છેલ્લા 3 વર્ષથી યુપીમાં ખૂબ સક્રિય
પ્રિયંકા ગાંધી છેલ્લા 3 વર્ષથી યુપીમાં ખૂબ જ સક્રિય છે. પ્રિયંકા ગાંધીએ ગ્રામ્ય સ્તર સુધી પોતાની ટીમ બનાવી છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના 30 વર્ષના વનવાસનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયંકા ગાંધી અને યુપી કોંગ્રેસ લખીમપુરની ઘટનામાં કોઈ કસર છોડી રહી નથી. જ્યારે પણ યુપીમાં આવી ભયાનક ઘટના બને છે ત્યારે પ્રિયંકા ગાંધી તરત જ પીડિત પરિવાર સાથે ઉભા રહેલા જોવા મળે છે. આ પહેલા થયેલ હાથરસની ઘટનાને પણ ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે. જનતા સાથે પ્રિયંકા ગાંધીની સક્રીયતાને કારણે યોગી સરકારનું ટેન્શન વધી ગયું છે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી શકે છે ગુજરાત, વિધાનસભાની ચૂંટણીને લઈને કરી શકે છે ચર્ચા
કોંગ્રેસ માટે વિગણહર્તા બન્યા પ્રિયંકા ગાંધી
જ્યારે યુપી પોલીસે મોડી રાત્રે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી હતી, તે સમયે પ્રિયંકા ગાંધીનું ઉગ્ર સ્વરૂપ પોલીસની સામે જોવા મળ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની આ શૈલીને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેમની સરખામણી ઇન્દિરા ગાંધી સાથે કરી રહ્યા હતા.જોકે,એ વાત સાચી છે કે છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે. પાર્ટી હવે હાંસિયા પર ઊભી હોવાનું જણાય છે. ત્યારે પ્રિયંકા ગાંધી હાલમાં પાર્ટી માટે વિઘ્નહર્તાની ભૂમિકામાં જોવા મળે છે.
સપા-બસપાને વિચારવા કર્યા મજબૂર
કોંગ્રેસના ઘટયા પ્રભાવને કારણે, યુપીમાં સપા અને બસપાના પ્રાદેશિક પક્ષોએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ લખીમપુર ખીરીની ઘટના બાદ પ્રિયંકા ગાંધી એક અલગ જ તાકાત સાથે વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. આ ચોક્કસપણે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીને વિચારવા માટે મજબૂર કરશે. ક્યાંક, SP-BSP કોંગ્રેસને નબળી માનીને પોતાની જાતને મોટું નુકસાન ન કારીલે.
ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં
પ્રિયંકા ગાંધી દિલ્હી છોડીને યુપીમાં ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. નજરકેદ હોવા છતાં પ્રિયંકા ગાંધીની આક્રમકતા અકબંધ હોવાનું જણાય છે. ટ્વિટર પર પ્રિયંકાએ યોગી સરકાર અને પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. આવી સ્થિતિમાં જો આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું આ સ્વરૂપ ચાલુ રહે તો યોગી સરકારની સાથે સપા અને બસપાને મોટો આંચકો લાગી શકે છે. હવે પ્રિયંકા ગાંધીને મુક્ત કરવામાં આવ્યા છે.
ઉલેખનીય છે કે,લખીમપુર ખીરીની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હિંસક ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. તમામ વિપક્ષી પાર્ટીઓ યુપીની યોગી સરકાર પર જોરદાર નિશાન સાધી રહી છે. આ સમગ્ર મામલામાં કોંગ્રેસે યુપીમાં પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યુપીમાં જે રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ યુપીમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહી છે. અટકાયત પછી પણ પ્રિયંકાએ સ્પષ્ટપણે કહ્યું કે તે પીડિતોના પરિવારોને મળ્યા વિના પરત નહીં જાય.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4