Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝપ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું અજય મિશ્રા ટેનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરો

પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું અજય મિશ્રા ટેનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરો

priyanka-gandhi-1
Share Now

ગઈ કાલે શુક્રવારના રોજ કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારે આ મુદ્દે હવે સમગ્ર દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક તરફ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તો બીજી તરફ પીએમ મોદીને પત્ર લખીને લખીમપુર ખેરી ઘટનામાં પીડિતોને ન્યાય આપવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનૌમાં છે અને મેં તેમને પત્ર લખીને લખીમપુર ખેરી કેસમાં પીડિતો માટે ન્યાયની માંગણી કરી છે. પ્રિયંકાએ પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને સીએમ યોગી લખીમપુર ખેરી ઘટનાના આરોપીના પિતા સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે. લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને ક્યારે મળશે ન્યાય. આ પહેલા શુક્રવારે પીએમ દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે ચૂંટણીમાં હાર દેખાઇ ત્યારે દેશનું સત્ય સમજાયું. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે ચૂંટણીમાં હાર જોયા પછી તમે અચાનક આ દેશનું સત્ય સમજવા લાગ્યા કે આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે, આ દેશ ખેડૂતોનો છે, ખેડૂત આ દેશના સાચા રખેવાળ છે.

આ પણ વાંચો:ચીનને લઈને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ઘેરી

ભાજપના નેતાઓએ ખેડૂતોનું અપમાન કર્યું 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું કે, 600થી વધુ ખેડૂતોની શહાદત, 350થી વધુ દિવસનો સંઘર્ષ, નરેન્દ્ર મોદીજી તમારા મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધા, તમને સહેજ પણ પડી નથી. તમારા પક્ષના નેતાઓએ ખેડૂતોનું અપમાન કર્યું અને તેમને આતંકવાદી, દેશદ્રોહી, ગુંડા, બદમાશ કહ્યા, તમે પોતે ખેડૂતોને આંદોલનજીવી કહ્યા હતા તેમને લાકડીઓથી ફટકાર્યા, તેમની ધરપકડ કરી.

રાહુલ ગાંધીએ ખેડૂતોને પત્ર લખ્યો 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણય બાદ ખેડૂતોને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, ‘મારા પ્રિય અન્નદાતાઓ, તમારી દ્રઢતા, સંઘર્ષ અને બલિદાનના આધારે મળેલી ઐતિહાસિક જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારા સંઘર્ષમાં 700 થી વધુ ખેડૂત-મજૂર ભાઈ-બહેનોએ આપેલા બલિદાનને હું નમન કરું છું. કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ શનિવારે વિજય દિવસની ઉજવણી કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દેશભરમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment