Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝWest Bengal: જાણો કોણ છે પ્રિયંકા ટિબરેવાલ જેને ભાજપે મમતા સામે ઉતાર્યા?

West Bengal: જાણો કોણ છે પ્રિયંકા ટિબરેવાલ જેને ભાજપે મમતા સામે ઉતાર્યા?

West Bengal
Share Now

પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચૂંટણી હાલમાં ચર્ચામાં ચાલી રહી છે. ભવાનીપુર વિધાનસભા (Assembly)બેઠક પર ચૂંટણી યોજાવવાની છે અને અહીં પર બંગાળ (Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)ખુદ પોતે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે (Congress) ટીએમસી (TMC)ને તો બોયકોટ કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપ તરફથી પ્રિયંકા ટિબરેવાલ (Priyanka Tibrewal)ને મમતા બેનર્જી સામે મેદાને ઉતાર્યા છે.

ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરના રોજ મતદાન (Voting)થવાનું છે, તેવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)આસાનીથી મમતા બેનર્જી (Mamata Banerjee)ને જીતવા નહીં દે. ભાજપે (BJP)એટલે જ મહિલા ઉમેદવારને અહીં મેદાને ઉતાર્યા અને પોતાના કેટલાક મોટા નેતાઓને ચૂંટણી (Election)વિસ્તારોની જવાબદારી સોંપી.

પશ્ચિમ બંગાળ (West Bengal)માં કોણ છે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ?

ભવાનીપુર (Bhowanipore)થી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઉમેદવાર 41 વર્ષીય પ્રિયંકા ટિબરેવાલ (Priyanka Tibrewal)છે. જે વ્યવસાયે વકીલ છે. પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કલકત્તા હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તે યુવા મોરચાની ઉપાધ્યક્ષ પણ છે.

આ પણ વાંચો: ભવાનીપુર બેઠક પર ઉમેદવારી નોંધાવશે સીએમ મમતા, ભાજપના પ્રિયંકા ટીબિરેવાલ સાથે થશે મુકાબલો

ભવાનીપુર મમતાનો ગઢ માનવામાં આવે છે.

30 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા બેઠક (Assembly Seat)માટે પેટા ચૂંટણી (By Election)યોજાવાની છે. જણાવી દઇએ કે ભવાનીપુર (Bhowanipore) વિધાનસભા બેઠકને મમતાનો ગઢ માનવામાં આવે છે અને મમતા બેનરજી અગાઉ પણ બે વખત અહીંથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે. ભવાનીપુરના ધારાસભ્ય  શોભન દેબ ચટ્ટોપાધ્યાય મમતા બેનરજી (Mamata Banerjee)ના ચૂંટણી લડવા માટે ભવાનીપુર બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

CM મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા

ઉલ્લેખનિય છે કે, મમતા બેનર્જીએ આ વર્ષે 2 મેના રોજ આવેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં નંદીગ્રામ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મમતા બેનર્જી (Mamata Banerjee)હાલમાં વિધાનસભાના સભ્ય નથી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર તેમના માટે વિધાનસભાનું સભ્યપદ મેળવવું ફરજિયાત છે.

શું છે બંધારણીય જોગવાઈ 

આ તકે વધુમાં જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળ (West Bengal)ની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મમતા બેરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે, મમતા બેનરજી ચૂંટણી હારી ગયા હતા.  પરંતુ બંધારણીય નિયમ મુજબ મુખ્યમંત્રી બનનાર જો વિધાનસભા સભ્ય ન હોય એટલે કે ધારાસભ્ય (MLA)ન હોય તો તેને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર ફરીથી ચૂંટણી જીતીને વિધાનસભાના સદસ્ય બનવું પડે છે. નહીં તો તેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડે છે. ત્યારે હવે ચૂંટણી પંચ (Election Commission)ના આ નિર્ણયથી મમતા બેનરજીની ચિંતા ઓછી થઈ છે. 

3 ઓક્ટોબરે પરિણામ આવશે

મહત્વનું છે કે, ભવાનીપુર (Bhowanipore) ઉપરાંત 30 સપ્ટેમ્બરે શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાશે. મત ગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. જણાવી દઈએ કે પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે નામાંકન પહેલા અને બાદમાં સરઘસ પર પ્રતિબંધ લાદ્યો છે. આઉટડોર સ્થળો પર પ્રચાર માટે 50 ટકા હાજરી, રાષ્ટ્રીય અને રાજ્ય માન્ય પક્ષો માટે મહત્તમ 20 સ્ટાર પ્રચારકો અને મતદાન (Voting)સમાપ્ત થવાના 72 કલાક પહેલા પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

આપ નેતા ઇસુદાન ગઢવીના આકરા પ્રહાર જુઓ વીડિયો: 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment