આઈસીસી ટી20 વર્લ્ડ કપ ફાઇનલ (T20 World Cup Final)જીતવા પર ઓસ્ટ્રેલિયા ટીમ પર રૂપિયાની વરસા થઇ છે. વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ ભારતીય રૂપિયાનું ઈનામ મળ્યું છે. તો રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા છે. તો સેમીફાઇનલમાં હારનારી બંને ટીમ એટલે કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
T20 World Cup Final માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ કોણ બન્યુ?
આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. વોર્નરે 7 મેચમાં 3 અડધી સદી સાથે ટૂર્નામેન્ટમાં 289 રન બનાવ્યા છે. તો ફાઇનલમાં 50 બોલમાં અણનમ 77 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર મિચેલ માર્શ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
આ પણ વાંચો: T20 World Cup Final: ઓસ્ટ્રેલિયાએ કીવીને 8 વિકેટથી હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો
રાઉન્ડ-1ના મેચ વિનરને મળશે પ્રાઇઝ
રાઉન્ડ વનમાં બહાર થનારી ચારેય ટીમોને 40-40 હજાર ડોલર મળ્યા છે. એટલે કે કુલ મળીને 1 લાખ 60 હજાર ડોલરની રકમ આપવામાં આવી છે. રાઉન્ડ-1માં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ અને શ્રીલંકાની ટીમો હતી. તો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સીધી સુપર-12માં પહોંચી હતી.
T20 World Cup Final ઓસ્ટ્રેલિયા પ્રથમવાર બન્યું ટી20 ચેમ્પિયન
ટાઇટલ મુકાબલામાં કેપ્ટન કેન વિલિયમસનની ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ટોસ ગુમાવ્યા બાદ પણ ચાર વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. આ ટી20 ફાઇનલના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. પરંતુ જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત બોલ બાકી રહેતા સરળતાથી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઓપનર ડેવિડ વોર્નર અને માર્શે અડધી સદી ફટકારી હતી. તો ઓસ્ટ્રેલિયા ટીમે 8 વિકેટે જીત મેળવી હતી.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4