Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeસ્પોર્ટ્સશું 2021માં ટોક્યો ઓલમ્પિક્સનું આયોજન થશે?

શું 2021માં ટોક્યો ઓલમ્પિક્સનું આયોજન થશે?

Tokyo Olympics 2021
Share Now

ટોક્યો ઓલમ્પિક્સને(Tokyo Olympics) હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે. તેમ તેમ કરોનાના કારણે સંકટ વધતું જઈ રહ્યું છે. રમતોત્સવના આયોજનમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા 10 હજાર વોલેન્ટિયર્સ હવે કામ કરવાની ના પાડી દીધી છે. આયોજકોનું માનવું છે કે તેમની પીછેહઠ નું કારણ કોરોના છે. સાથે સાથે આયોજનમાં શંકાને કારણે પણ પોતાના ભવિષ્ય પર જોખમ દેખાતા વોલેન્ટિયર્સ નીકળી ગયા છે.ઇવેન્ટના આયોજન ,સિક્યોરિટી, ટ્રાન્સ્પોટેશન , મીડિયા બ્રિફિંગ, અને કાર્યક્રમો વગેરેમાં વોલેન્ટિયર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ટોક્યો 2020 ચીફ સેઇકો એ જાપાની અખબાર ને કહ્યું છે કે વોલેન્ટિયર્સ નીકળી જવાથી ગેમ્સના આયોજન પાર કોઈ અસર થશે નહિ.

ગેમ્સનું આયોજન સો ટકા થશે – ટોક્યો 2020ના અઘ્યક્ષ: 

ટોક્યો(Tokyo) 2020ના અઘ્યક્ષ હસીમાંતોએ કહ્યું કે , ગેમ્સનું આયોજન સો ટકા થશે.સાથે સાથે હવે ગેમને પણ માર્યાદિત કરી દેવામાં આવી છે. જોકે કોવિડના કારણે દર્શકો વગર યોજાઈ શકે છે. તેમને આગળ કહ્યુ કે ઓલમ્પિક્સને વધુ સુરક્ષિત બાનવીશું. દર્શકો વગર આ રમતો માટે આપડે તયાર રહેવું જોઈએ. ઓલમ્પિક્સ ત્યારે જ રદ્દ કરીશે જયારે કોવિડની સ્થિતિ ભયાનક હશે અને દેશોનું  જાપાન આગમન શક્ય નહિ હોય.

OLMPICS

IMAGE CREDIT- FOX SPORTS

ટોક્યો ઓલમ્પિક્સનું આયોજન આમ તો ગત વર્ષે જુલાઈ 2020માં નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ દુનિયાભરમાં કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને સ્થગિત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માર્ચ 2020ના અંતિમ સપ્તાહ દરમિયાન જ ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ કમિટી અને જાપાન સરકાર દ્વારા મળીને એક વર્ષ માટે માકૂકની ઘોસણા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 23 જુલાઈ 2021થી આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જયારે પેરાઓલમ્પિક્સનું આયોજન 24 ઑગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન કરવાનો નિર્ણંય કર્યો હતો.

આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે ખરાખરી નો જંગ

જાપાનમાં જનતા દ્વારા  ઓલમ્પિક્સનો વિરોધ કરવામાં આવ્યો હતો પણ આયોજકો અને ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ સમિતિ માનવું છે કે ઓલમ્પિક્સ સમય સર જ યોજાશે. સાથે સાથે વિદશી ફેન્સ પર બેન છે. અને ઘરેલુ દર્શકો અંગે 20 જૂન પછી નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ કમિટી ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે કતર અને રવાન્ડામાં સ્પેશિયલ વેક્સિનેશન હબ બનાવી રહી છે.

TOKYO OLMPICS

IMAGE CREDIT- ATHLETICS WEEKLY

ઇંગ્લેન્ડની ટીમની સાથે 10 મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જોડાશે

ઓલમ્પિક્સમાં(Olympics) ભાગ લેનાર ઇંગ્લેન્ડની ટીમની સાથે 10 મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પણ જોડાશે. બ્રિટિશ ઓલમ્પિક્સ એસોસિયેશન નું માનવું છે કે તે હંમેશા મેન્ટલ હેલ્થ ને ગંભીરતા થી લીધું છે. ઓલમ્પિક્સમાં મોટાભાગે 206 દેશના ઍથ્લીટો આવે અને બધા સાથે ટાઇમ વીતવતા હોઈ છે પણ આ વખતે બાયો બબલ ને કારણે ખિલાડીઓને વધુ ટાઈમ રૂમમાં જ પસાર કરવો પડશે તેથી ખિલાડીની તણાવમાં આવી શકે છે. જેને જોતા ઇંગ્લેન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ખિલાડીઓને પણ મળી શકે છે  મેન્ટલ હેલ્થ એક્સપર્ટ. ગેમ્સ ફેડરેશનના કોચ, ડોક્ટરની સાથે મેન્ટલ હેલ્થ એક્સપર્ટનો પ્રસ્તાવ ભારતીય ઓલમ્પિક્સ સંધને મોકલ્યો છે. 90થી વધુ ભારતીય ખિલાડીઓ ઓલમ્પિક્સ માટે કોલિફાઈડ થયા છે. તેમાં અનેક રમતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: યુવા ટીમ જશે શ્રીલંકા પ્રવાસે, તારીખો થઇ જાહેર 

ફુટબોલ ટીમનો ખેલાડી કોરોના પોઝિટિવ

 ઘાનાની ફુટબોલ(Football) ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. જાપાન ફૂટબોલ એસોસિએશન એ કહ્યું કે ઘાનીની ટીમ જાપાન મેચ રમવા આવી હતી. જે ઓલમ્પિક્સ બાઉન્ડ વિદેશી ટીમનો જાપાનમાં પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. આ ખેલાડીને આઇસોલેટ કરી દેવાયો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment