Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકોરોના મહામારી દરમ્યાન નવદંપતીની સમસ્યાઓ

કોરોના મહામારી દરમ્યાન નવદંપતીની સમસ્યાઓ

coules problems in corona
Share Now

 

દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમસ્યા અનુભવે છે. નાના બાળકોથી લઈને વૃદ્વ વ્યક્તિને પણ અવનવી સમસ્યા જોવા મળે છે ત્યારે જે લોકોના લગ્ન આ કોરોના મહામારી દરમ્યાન થયાં ત્યારે મોટા ભાગના લોકોના દાંમ્પત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાણી અને લોકોના સપનાઓ પર પાણી ફરી વાળ્યુ આ કોરોનાએ…હાલ કોરોના મહામારી દરમિયાન લગ્ન થયેલ દંપતીની જીવનશૈલી માં ધણુ પરીવર્તન થયેલ જોવા મળ્યું છે . પોતાના લગ્ન અંગે નવ દંપતી એ મોટા સપના જોયા હોય છે અને લગ્ન પછી શું કરશું? ક્યાં ફરવા જશું? બહાર જમવા જાશું વગેરે અગાઉથી નક્કી જ કરી રાખ્યું હોય છે અને સંપૂર્ણ આયોજન કર્યું હોય છે .ત્યારે આ કોરોનાએ નવદંપતીની ખુશીઓ પર આગ લગાડી દીધી.અને વર વધુ નિરાશ અને હતાશ થતા જોવા મળ્યા.

corona problesm

milli chronicle

લગ્ન બાદ પણ ઘરે જ રહેવાનું થાય છે. કોઈ મોજશોખ પૂરા કરી શકતા નથી .બહાર પણ નીકળી શકતા નથી . ખાસ લગ્ન બાદ દિવાસ્વપનમાં રાચે છે . એકલતાનો અનુભવ થયાં કરે છે . કોઈ ના ઘરે પણ જઈ શકતા નથી ..અને ખાસ કરી ધીમે ધીમે સમય જતા ની સાથે ઘરમાં કંકાશ પણ વધવા લાગ્યો છે . સતત ઘર માં રહેવાથી કંટાળો આવવા લાગે છે .ખાસ કરીને એક મહિલા લગ્ન પછી સાસરે જતાં પોતાની વ્યથા કઈ શકતી નથી .કેમકે એ પારકા ઘરે આવી હોય છે તો એ પોતાનો સમય વિતાવવો મુશ્કેલ લાગતો હોય છે.

કોવિડ -૧૯ દરમિયાન લગ્ન થયેલ નવદંપતીના જીવનમાં પરીવર્તનના કિસ્સાઓ :

relationship problemsકિસ્સો-૧ :-

હાલ ના સમયગાળા દરમિયાન વાતચીત દ્વારા જાણવા મળ્યું કે કોરોના માં લગ્ન કરી ખરેખર અફસોસ થયો કે કોઈ પણ શોખ એ પૂરા કરી શક્ય નહિ . આખો દિવસ મારા પતિ પોતાના કામ પર જતાં રહે છે . એથી અમે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકતા નથી . મને આખો દિવસ ઘરે રહી ને મુંજવણ થાય છે .

કિસ્સો -૨ :-

લગ્નના બીજા જ દિવસે મારા પતિ ને કોરોના પોજેટીવ આવ્યો છે . મને ચિંતા થયા કરે છે કે સારું થઈ જસે કે નહીં .ક્યારેક નકારાત્મક પીએન વિચાર આવે છે કે મારા પતિ નું મૃત્યુ થઈ જસે તો …. મારૂ કોણ ……?

કિસ્સો -૩:-

એક સ્ત્રી પાસેથી જાણ્યું કે લગ્ન કર્યા પણ મને અહી એકલું લાગે ..મને કોઈ સમજતું નથી .નાની નાની વાત માં ટોક ટોક કરે છે (,રસોઈ બનાવતી વખતે , ઘરકામમાં ) ક્યાંય બહાર પણ નથી જવા દેતાં .હું ઘરમાં જ મુંઝાય જાવ છું .ખરેખર આ બધી વાત માં હું ખોટી છું કે નહિ એ પ્રશ્ન મને આખો દિવસ સતાવે છે.

કિસ્સો -૪:-

લગ્ન થયા પણ મારા પતિને જાતીય સંતોષ નથી મળતો .રોજ આજ પ્રશ્નને લઈ ને ચર્ચા થાય છે . ગુસ્સો કરે છે સરખી વાત પણ નથી કરતા .

કિસ્સો – ૫ :-

લગ્નના બે અઠવડિયા થયા તો મે મારા પતિને કહ્યું કે મારે મારા મમ્મીને ત્યાં જવું છે તો મારા પતિએ મને ના પાડી ક્યાંય બહાર જવાનું નથી .ત્યાં કોરોના છે . વળી કોરોના થય જશે તો ? એના ડર ને કારણે એ મને જવા નથી દેતાં ..

આ પણ જુઓ : શરીરમાં નબળાઈ આવી હોવાનો મહિલાઓમાં ભય વધુ

લગ્નબાદ જીવનશૈલી માં ફેરફાર

૧. શારીરિક ફેરફાર
૨ માસિક ચક્રમાં પરીવર્તન
૩ જવાબદારી
૪ સામાજિક પરિબળો
૫ કુટુંબનો મોભો
૬ ધર્મ ,રહેણીકહેણી
૭ રિતરિવાજ
૮. સમાયોજન સાધવામાં મુશ્કેલી

* કોવિડ દરમિયાન લગ્ન થયેલ નવદંપતી જીવનમાં પરીવર્તન

૧ . બહાર ન જઇ શકાય
૨ . શોખ પૂર્ણ ન થઈ શકે
૩ . હનીમૂન માં ન જઇ શકે
૪ . એકલા સમય ન વિતાવી શકે
૫ . પાડોશી સાથે યોગ્ય આતરક્રિયા ન કરી શકે
૬ . અસંતોષ ની લાગણી
૭ . એકલતા
૮ .ઉત્સાહનો અભાવ
૯ . શંકાનું પ્રમાણ વધે
૧૦ . શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી સર્જાય
૧૧ . પરિવારના લોકો સાથે કંકાશ વધે
૧૨ .અન્ય સગાસબંધીને ન મળી શકે
૧૩. કૌટુંબિક સમાયોજન નો અભાવ
૧૪ . તણાવ
૧૫ . ઈમોશન પર કાબૂ ન રાખી શકાય
૧૬ . ઉંઘ ન આવવી.
૧૭ . લોકડાઉંન ને કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી.

pendemic problems

dating app

* નવદંપતિને સમાયોજન માટેના સૂચનો

1. લગ્નજીવનમાં નવીનતા સતત લાવતા રહો.
2. તમારી અભિરુચિની સમાનતા કેળવતા રહો.
3. નવ પરણિત દંપતિઓ એ સાથે રહીને એક દિશામાં વિચારો ઢાળવા.
4. એક બીજાના સાથથી કઁટાળી ન જાવ માટે કૌટુંબિક જવાબદારીઓ વહન કરો, જેથી મિલનની આશ વઘુ મજબૂત થશે.
5. શારીરિક સૌંદર્ય જાળવી રાખવું.
6. એકબીજાને હર્ટ થાય એવી વાણી અને વર્તન ન કરવું.
7. એકબીજાના પરિવારના સભ્યોને માન આપવું.
8. પતિપત્ની બીમારી સમયે હૂંફ પ્રેમ અને લાગણીઓ પૂર્વક સમાયોજન સાધો.
9. એકબીજાની પસંદગીને માન આપો અને મતભેદ ન થાય તેની તકેદારી રાખો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment