Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝવિપક્ષના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ

વિપક્ષના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ

rajyasbha,big news,news in gujarati,gujarati news
Share Now

દેશમાં હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે જાસૂસી કાંડથી લઈને ફુગાવાના મુદ્દા સુધી વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાની કોઈ તક છોડી નથી રહ્યું. દરરોજ આ મુદ્દે વિપક્ષ હોબાળો કરે છે. જેને લઈને થઈને બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. આજે પણ વિપક્ષના હોબાળને કારણે રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોને વિપક્ષના હોબાળને કારણે ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યા હતા. બંને ગૃહો સવારે 11 વાગ્યે શરૂ થયા હતા અને વિપક્ષના હંગામા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાયા હતા.

વિપક્ષના હોબાળને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત 

આ પછી 12 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ  હતી. ત્યારે ફરીથી વિપક્ષે હોબાળો મચાવતા રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બપોરે 2 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ફરીથી વિપક્ષી પાર્ટીઓ હોબાળો કરતાં તેને બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યે શરૂ થઈ ત્યારે ત્યાં પણ વિપક્ષના હોબાળાને કારણે બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

rajyasbha,big news,news in gujarati,gujarati news

આ પણ વાંચો:સંસદના ચાલુ સત્ર દરમ્યાન શરદ પવાર અને અમિત શાહ વચ્ચે થઈ બેઠક

લોકતંત્રનું થઈ રહ્યું છે અપમાન 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં મોદીએ કહ્યું કે વિપક્ષ સંસદને કામ કરવા દેતું નથી. આ ભારત દેશની લોકશાહી અને દેશના લોકોનું અપમાન છે.

ગઈ કાલે પણ સ્થગિત કરાઇ હતી કાર્યવાહી 

આ પહેલા સોમવારે વિપક્ષે જાસૂસી મામલે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતાઓ સરકારને આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરતાં હતા. ત્યારે વિપક્ષે કોરોના વાયરસ મહામારી અને કૃષિ કાયદાના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ગૃહના કામ ન કરવા માટે સરકાર જવાબદાર: ખડગે

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ગૃહની કામગીરી નહીં કરવા માટે સરકાર જવાબદાર છે. સરકાર પોતાને બેનકાબ કરવા માંગતી નથી. સંસદમાં પેગાસસની ચર્ચા જ્યારે પણ થશે ત્યારે સરકારે પડકારનો સામનો કરવો પડશે. અને સાથેજ તેઓ તેમનું ગૌરવ પણ ગુમાવશે. તેઓ કહે છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ તેઓ તે નથી ઇચ્છતા કે આ મુદ્દે ચર્ચા થાય.

બ્રોન્ઝ જીતનાર પીવી સિંધુને સંસદે અભિનંદન પાઠવ્યા

સંસદની કાર્યવાહી દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુને બંને ગૃહોમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સિંધુનો આ સતત બીજો ઓલિમ્પિક મેડલ છે. વ્યક્તિગત ઈવેન્ટમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા છે. આ સાથે જ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે સિંધુએ બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે.

ટ્રિબ્યુનલ સુધારા બિલ લોકસભામાં રજૂ કરાયું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં ટ્રિબ્યુનલ સુધારા બિલ, 2021 રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment