Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝભારતનું પ્રથમ ‘૭ લેયર’ માસ્કનું પ્રોડક્શન રાજકોટમાં

ભારતનું પ્રથમ ‘૭ લેયર’ માસ્કનું પ્રોડક્શન રાજકોટમાં

mask factory and workers
Share Now
  1. આફતમાં પણ અડીખમ મેટોડાની ગારમેન્ટ ફેક્ટરી
  2. રાજય સરકારની એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને પ્રોત્સાહક નિતી અન્વયે
  3. લોન અને સહાય મેળવી

mask factory

એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની મેટોડા જી.આઈ.ડી.સી.માં લાડેક્સ અપિરિયલ નામે ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા. આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી મુજબ ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા. આ સમય દરમ્યાન રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી.

mask factory ownerઆ પણ જુઓ : પાલનપુરમાં સદભાવના

ભાવેશભાઈએ પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કિ કર્યુ. બજારમાં તે સમયે “એન – ૯૫ માસ્કની”માંગ પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે. આથી નક્કી કર્યું કે સોને પરવડે તેવા ભાવે ચીલાચાલુ નહિ પરંતુ ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવું. બજારમાં મળતા એન – ૯૫ માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે ભાવેશભાઈ અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી. જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં બે જ કંપની બનાવે છે, તેમાંથી જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. ઉપરાંત ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી ‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો યજ્ઞ પ્રારંભ કરાયો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન તેમજ સબસીડીમાં મદદ

કંપની પાસે અત્યાધુનિક ઓટોમેટેડ કટિંગ મશીન સહીત ૫૫ જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ હતાં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ મટીરીયલ્સ માટે વધુ મૂડીની જરૂર હોઈ તેઓને લોન લેવાની ફરજ પડી. જેમાં સાથ મળ્યો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો. કેન્દ્ર દ્વારા તેઓને ગુજરાત ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫ હેઠળ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગને લોન ઉપરાંત કેપિટલ અને ઈન્ટરેસ્ટમાં સબસીડી પણ પુરી પાડવામાં આવે છે. જે ધોરણો મુજબ કંપનીને રૂ. ૬૦ લાખની લોન સામે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ હેઠળ રૂ. ૧૦ લાખ ૫૪ હજાર કેપિટલ સબસીડી તેમજ ૫ લાખ ૨૩ હજાર ૨૬૨ રૂ. ઇન્ટરેસ્ટ સબીસીડી રાહત રૂપે પુરી પડાઈ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં નિર્ણાયક સરકાર દ્વાર એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ માટે નવી ઉદ્યોગ નીતિ – ૨૦૨૦ અમલી બનાવી છે. જે અંતર્ગત એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળી રહેશે, સાથોસાથ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નવા પ્રાણ ફૂંકાશે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કિશોર મોરીએ જણાવ્યું છે.

factory woman worker

માસ્કથી મહિલાઓને રોજગારી

સિલાઈ કામમાં ચોકસાઈ અને ખંતથી મહિલાઓની હથરોટી હોઇ ભાવેશભાઈએ આ કામ માટે પણ મહિલા કારીગર પર ભાર મૂકી ફેકટરીમાં કામ કરતી અને અન્ય મળી ૩૦ જેટલી મહિલાઓની ટીમ બનાવી દરેક ને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યું. માસ્કની પ્રોસેસમાં મટીરીયલનું લેયિંગ, ડ્રોઈંગ, કટિંગ, સિલાઈ, બોર્ડર અલગ મટીરીયલ્સમાંથી બનાવવી, તેમાં ઈઅર રબર લગાડવા, લોગો ચોટાડવા, માસ્ક ટેસ્ટિંગ અને પેકીંગ સહિતની કામગીરી આ મહિલા દ્વારા કરવામાં આવે છે.

કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક બનાવતી મહિલાઓને પણ માસ્ક ફરજીયાત, સોશિયલ ડિસ્ટન્સ સહીત સ્વચ્છતાનું પાલન કરવાનું. નવી આવતી મહિલાઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે તેમ ભાવેશભાઈ જણાવે છે. માસ્ક એડજેસ્ટ કરી પહેરી શકાઈ તે માટે તેમાં બોરિયા ફિટ કરવાની કામગીરી મહિલાઓને ઘરે જોબવર્ક માટે આપવામાં આવે છે. લેબર લો મુજબ વેતન સાથે જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી સાથે ગૃહઉદ્યોગ પણ સંસ્થા દ્વારા પુરો પાડવામાં આવે છે.મહિલાઓ મૉટે ભાગે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને આ કામથી મળતી આવકમાં રોજી રોટી સહીત પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યાનું ટીમના હેડ રસીલાબેન સેલરીયા જણાવે છે. તેઓ બહેનોને ટ્રેનિંગ આપવાનું અને માસ્ક ક્વોલિટી ચેક કરવાનું મુખ્ય કાર્ય કરે છે. ૩૦ થી વધુ મહિલાઓને પુરી પાડે છે રોજગારી રૂપી સુરક્ષા કવચ.

factory worker 123

રાજકોટનું ‘૭ લેયર’ માસ્ક સાત સમુન્દર પાર વિદેશમાં આપે છે ભારતીય ભરોસો

ટૂંકા ગાળામાં આઈ.એસ.ઓ. સ્ટાન્ડર્ડ સાથે માસ્કની ચોક્કસ ગુણવત્તા જાળવી રાખતા પાઇટેક્સ માસ્કની ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ડિમાન્ડ ઉભી થઈ. રોજના ૩૫૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન હાલ કંપની દ્વારા કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં સાત સમન્દર પાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડીમાન્ડ થાય છે. જાણીતી કંપનીઓ દ્વારા તેમના લોગો સાથેના માસ્કની મોટા પાયે ડિમાન્ડને કંપની દ્વારા વિશેષ ધ્યાન આપી તેઓની માંગ મુજબના માસ્ક પુરા પાડવામાં આવે છે. હાલ સિંગલ યુઝ માસ્કની પણ તેટલી જ ડિમાન્ડ છે જે થ્રિ લેયર માસ્ક તરીકે ઓળખાય છે. જેમાં એડિસન કરી આજ મટીરીયલ સાથે કંપની દ્વારા સિંગલ યુઝ ફોર લેયર માસ્ક અને તે પણ કિફાયતી ભાવે માર્કેટમાં મુકવા પ્રોસેસ ચાલી રહી છે. આ ઉપરાંત બાળકો માટે વિવિધ સાઈઝ અને કલરના માસ્ક માર્કેટમાં મુકવામાં આવ્યા છે. માસ્કના માસ પ્રોડક્શન માટે પ્રોડક્શન મેનેજર ધર્મેન્દ્ર સુદાણી તેમજ માર્કેટિંગ હેડ આશિષભાઇ બુસાનો અનુભવ મદદરૂપ બની રહ્યો છે.

રાજકોટ ખાસ કરીને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનું હબ છે. હાલ ત્રણ જી.આઈ.ડી. સી. કાર્યરત છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રી દ્વારા ખીરસરા ખાતે અન્ય એક જી.આઈ.ડી.સી. તેમજ મેડીકલ ડીવાઈસ પાર્ક મંજુર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ મેડિકલ ક્ષેત્રે પણ તેમનું કૌશલ્ય દાખવી દેશવિદેશમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડશે તેમ ચોક્કસ કહી શકાય.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment